• Home
  • Automobile
  • ટાટા હેરિયર લોન્ચ કિંમત | Tata Harrier to take on Hyundai Creta

લોન્ચ પહેલા સામે આવી Tataની સૌથી લક્ઝુરિયસ કારની કિંમત

ટાટા હેરિયર લોન્ચ કિંમત | Tata Harrier to take on Hyundai Creta

divyabhaskar.com

Dec 06, 2018, 12:10 PM IST

ઓટો ડેસ્કઃ ટાટા મોટર્સે પોતાની સૌથી લક્ઝુરિયસ SUV Harrier ની કિંમતો અંગે ખુલાસો કરી દીધો છે. લોન્ચિંગ અનુસાર, ટાટા હેરિયરનું લોન્ચિંગ જાન્યુઆરીમાં થશે. ટાટા હેરિયર કંપનીની જ માલિકીની Land Roverના D8 આર્કિટેક્ચર પર બેઝ્ડ છે. એક્સપર્ટ્સ અનુસાર, ટાટા હેરિયરની સીધી ટક્કર આ સેગમેન્ટની સૌથી વધુ વેચાતી હ્યુન્ડાઇ ક્રેટા તથા જીપ કમ્પાસ સાથે થશે.

Tata Harrier ની કિંમત
જો કે, ટાટા મોટર્સે લોન્ચ પહેલા જ ટ્વીટ દ્વારા નવી Harrier ની ઓન રોડ કિંમતોનો ખુલાસો કરી દીધો છે. કંપનીના ટ્વીટ અનુસાર, નવી SUVની ઓન-રોડ કિંમત 16થી 21 લાખ રૂપિયાની વચ્ચે રહેશે. Harrier નો બેઝ વેરિઅન્ટ (XE)ની કિંમત લગભગ 16 લાખ રૂપિયા અને ટોપ વેરિઅન્ટ (XZ) 21 લાખ રૂપિયા રહેશે. આ કિંમતો ઓન-રોડ છે જેમાં રજિસ્ટ્રેશન ચાર્જ, ઇન્શ્યોરન્સ અને અન્ય ટેક્સ સામેલ છે.

નવી SUVના ચાર વેરિઅન્ટ્સઃ XE, XM, XT અને XZ
કલર વેરિઅન્ટ્સઃ કેલિસ્ટો કોપર, એરિયલ સિલ્વર, થર્મિસ્ટો ગોલ્ડ, ઓર્કસ વાઇટ અને ટેલેસ્ટો ગ્રે

Tata Harrier નું એન્જિનઃ ટાટા હેરિયરમાં 2.0 લીટર ટર્બોચાર્જ્ડ 'Kryotec' ડીઝલ એન્જિન છે. જે 138bhp નો પાવર અને 350Nm નો પિક ટોર્ક જનરેટ કરશે. આ એન્જિનની સાથે મેન્યુઅલ ગિઅરબોક્સનો ઓપ્શન મળશે. અહીં ઓટોમેટિક ગિઅરબોક્સનો ઓપ્શન નહીં મળે.

X
ટાટા હેરિયર લોન્ચ કિંમત | Tata Harrier to take on Hyundai Creta
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી