50 હજારમાં બુક કરાવી શકો છો સુઝુકીની નવી પ્રીમિયમ બાઇક, સેફ્ટી ગાર્ડ સહિતના હશે ફીચર્સ

divyabhaskar.com

Sep 01, 2018, 10:14 PM IST
Suzuki starts booking of V-Strom 650 in india

ઓટો ડેસ્કઃ સુઝુકીએ પોતાની નવી બાઇક Suzuki V-Strom 650નું બુકિંગ શરૂ કરી દીધું છે. તેને 50 હજાર રૂપિયામાં બુક કરાવી શકો છો. સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયાએ V-Strom 650 XTને ઓટો એક્સપો 2018માં રજૂ કરી હતી. આ બાઇકને જાપાનથી ઇમ્પોર્ટ કરીને ભારતમાં એસેમ્બલ કરવામાં આવશે. બાઇકની એક્સશોરૂમ કિંમત 7 લાખ રૂપિયાની આસપાસ હશે તેવું માનવામાં આવી રહ્યું છે. ભારતમાં આ બાઇકની સ્પર્ધા Kawasaki Versys 650, SWM Superdual T, Benelli TRK 502 સાથે થશે. Suzuki V-Strom 650 બે વેરિએન્ટ્સમાં આવે છે. જેમાં એક સ્ટાન્ડર્ડ અને બીજું એક્સટી છે. સૂત્રો પ્રમાણે ભારતમાં આ બન્ને વેરિએન્ટ્સને લોન્ચ કરવામાં આવશે.

ફીચર્સ અને એન્જિન સ્પેસિફિકેશન
- XT વેરિઅન્ટમાં એલ્યુમિનિયમ વાયર સ્પોક રિમ, ડ્યૂઅલ પર્પઝ ટાયર, એન્જિન બેલી પ્રોટેક્શન, ફેઅરિંગ અને એન્જિન ગાર્ડ્સ સહિતના ફીચર્સ આપવામાં આવશે.
- જ્યારે સ્ટાન્ડર્ડ મોડલ એલોય વ્હીલ્સ, રોડ બાએસ્ડ ટાયર હશે. તેમાં એન્જિન બેલી પ્રોટેક્શન, હેન્ડગાર્ડ અને સેફ્ટી ગાર્ડ નહીં હોય.
- Suzuki V-Storm 650 XT વેરિએન્ટમાં ઓપ્શનલ ટૂરિંગ લગેજ સિસ્ટમ પણ ઓફર કરવામાં આવશે.
- Suzuki V-Strom 650ની ડિઝાઇન ઘણે અંશે Suzuki V-Strom 1000ને મળતી આવે છે.
- બાઇકમાં મોટી 20 લિટરની ફ્યૂઅલ ટેન્ક, કમ્ફર્ટેબલ સીટ છે.
- Suzuki V-Strom 650 બાઇકનું કર્બ વેટ 213 કેજી છે.
- સુઝુકી વી સ્ટ્રોમ 650માં 645 સીસી, 90 ડિગ્રી Suzuki V-twin, 4 સ્ટ્રોક એન્જિન હશે, જેમાં લિક્વિડ કૂલિંગ આપવામાં આવશે.
- આ એન્જિન 70 બીએચપી પાવર અને 62 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે. બાઇકમાં 6 સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે.
- આ બાઇક 24.3 કિ.મી. પ્રતિ લિટરની એવરેજ આપી શકે છે. આ બાઇકમાં ડિસ્ક બ્રેક અને એબીએસ પણ હશે.

X
Suzuki starts booking of V-Strom 650 in india
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી