• Home
  • Automobile
  • suzuki All New Ertiga GT new seven seater car launch on 23 march

ન્યુ લૂક / સ્પોર્ટી લૂકવાળી સુઝુકીની નવી અર્ટિગા, લોન્ચિંગ પહેલા ફોટો લીક

divyabhaskar.com | Updated - Mar 12, 2019, 04:42 PM
suzuki All New Ertiga GT new seven seater car launch on 23 march
X
suzuki All New Ertiga GT new seven seater car launch on 23 march

  • દમદાર નવા પાવરફુલ એન્જિનની સાથે મળશે 25 કિમીની એવરેજ
  • 7 સીટર કાર અર્ટિગાનું નવું વર્ઝન Ertiga GTને 23 માર્ચે લોન્ચ કરાશે

ઓટો ડેસ્ક. જાપાનીઝ કાર મેકર સુઝુકી પોતાની પોપ્યુલર 7 સીટર કાર અર્ટિગાના નવા વર્ઝન Ertiga GTને 23 માર્ચે લોન્ચ કરવા જઇ રહી છે. તેવામાં લોન્ચિંગ પહેલા જ આ કારનો ફોટો સામે આવી ગયો છે. વેબસાઇટ autocarindia એ અર્ટિગાના GT વેરિઅન્ટનો ફોટો શેર કર્યો છે. વેબસાઇટના અહેવાલ અનુસાર, સૌથી પહેલા તેનું વેચાણ ઇન્ડોનેશિયામાં કરવામાં આવશે, ત્યારબાદ તેનું ગ્લોબલ લોન્ચ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, નવી અર્ટિગાએ ભારતમાં ખૂબ ધૂમ મચાવી છે. ફેબ્રુઆરી મહિનામાં આ કાર બેસ્ટિંગ કારમાં પણ સામેલ હતી.

Suzuki Ertiga GTના આકર્ષક ફીચર

1.સુઝુકી અર્ટિગા GT નો જે ફોટો સામે આવ્યો છે, તેમાં ઓલ-બ્લેક થીમ મોડલ દેખાઇ રહ્યું છે. કારની આગળ અને પાછળ All New Ertiga GT નું બોર્ડ લાગેલું છે. કારના તમામ કોર્નર પર રેડ થીમ રાખવામાં આવી છે, જેનાથી કારનો લૂક સ્પોર્ટી લાગે છે.
2.કારમાં નવી ગ્રિલ આપવામાં આવી છે, જે બે ભાગમાં ડિવાઇડેડ છે. કારમાં ઓલ બ્લેક એલૉય વ્હીલ આપ્યા છે. કારના ઇન્ટીરિયરનો કોઇ ફોટો સામે નથી આવ્યો. કારમાં 1.5 લીટર પેટ્રોલ એન્જિન આપ્યું છે. જે ઇન્ડિયામાં આવી રહેલા મોડલ સમકક્ષ હશે. એવું માનવામાં આવે છે કે, કારનું ઇન્ટીરિયર પણ બ્લેક થીમમાં હોઇ શકે છે.
વધારે સ્પેસવાળી છે નવી અર્ટિગા
3.ઇન્ડિયામાં મારુતિએ જે નવી અર્ટિગા લોન્ચ કરી છે, તેમાં જૂના મોડલ કરતાં વધારે સ્પેસ મળે છે. પહેલા અર્ટિગામાં 135 લીટરની બૂટ સ્પીસ હતી, હવે 153 લીટર મળશે. કારની સેકન્ડ અને થર્ડ રૉની સીટ ફોલ્ડ કર્યા પછી તેમાં સિંગલ બેડ જેટલી સ્પેસ થઇ જાય છે. આ મારુતિની સૌથી લક્ઝુકિયસ 7 સીટર કાર છે. તેની દિલ્હી એક્સ-શોરૂમ પ્રાઇઝ 7.44 લાખ રૂપિયા છે, જ્યારે ટોપ વેરિઅન્ટની કિંમત 10.90 લાખ રૂપિયા છે.
એવરેજ
4.મારુતિ અર્ટિગા મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં આવે છે. તેના પેટ્રોલ મેન્યુઅલ વેરિઅન્ટની માઇલેજ 19.34 km/l, પેટ્રોલ ઓટોમેટિક ટ્રાન્સમિશન 18.69 km/l અને ડીઝલ મેન્યુઅલ ટ્રાન્સમિશનની માઇલેજ 25.47 km/l છે. કંપનીએ આ કારમાં K15 એન્જિન આપ્યું છે.
સેફ્ટી ફીચર્સ
5.અર્ટિગામાં સેફ્ટી ફીચર્સનું પણ ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે. કારમાં ડ્યુઅલ એરબેગ, ABS ની સાથે EBD, હિલ હોલ્ડ ટેક્નોલોજી અને ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ આપ્યા છે. પહેલીવાર આ કારમાં ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App