સ્કોડાએ લોન્ચ કરી Superbની કોર્પોરેટ એડિશન, જૂના મોડલ કરતા 2 લાખ સસ્તી

જૂના મોડલ કરતા વધુ ફીચર્સ, કાર ખરીદીની પહેલી તક સ્કોડા-ફોક્સવેગનના ગ્રાહકોને અપાશે

divyabhaskar.com | Updated - Aug 25, 2018, 03:59 PM
Skoda launched Superb Corporate Edition in india

ઓટો ડેસ્કઃ સ્કોડા ઇન્ડિયા દ્વારા પોતાની ફ્લેગશીપ સિડાના કાર સુપર્બનું નવું એન્ટ્રી લેવલ વેરિએન્ટ ભારતમાં લોન્ચ કર્યું છે. જેની કિંમત એક્સશોરૂમ 23.49 લાખ રૂપિયા રાખવામાં આવ્યા છે. આ કારનું નામ સ્કોડા સુપર્બ કોર્પોરેટ એડિશન રાખવામાં આવ્યું છે. આ કારની કિંમત જૂના સ્ટાઇલ વેરિએન્ટ કરતા 2.1 લાખ રૂપિયા સસ્તી રાખવામાં આવી છે અને ફીચર્સ પણ સારા આપવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે આ કાર ખરીદવાની પહેલી તક સ્કોડા અને ફોક્સવેગનના ગ્રાહકોને આપવામાં આવશે. એટલે કે જે લોકો પોતાની રેપિડ, ઓક્ટિવા, વેન્ટો અને જેટ્ટા મોડલ્સથી અપગ્રેડ થઇને પ્રીમિયમ સિડાન લેવા માગે છે.

આવા છે કારના ફીચર્સ
આ કારમાં 17 ઇંચ એલોય વ્હીલ્સ, bi-xenon હેડલેમ્પ્સ(DRLs સાથે), એલઇડી ટેઇલ લેમ્પ્સ, એક્સ્ટિરિયરમાં ક્રોમ ગ્રિલ આપવામાં આવ્યા છે. કારમાં કેબિનની વાત કરીએ તો સ્ટોન બેજ લેધર અપહોલસ્ટ્રી, પેનારોમિક ઇલેક્ટ્રિક સનરૂફ, 12 વે પાવર સીટ અને મેમરી ફંક્શન ડ્રાઇવર માટે, ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ, 8 સ્પીકર સેટઅપ, સ્ટીયરિંગ વ્હીલમાં ઓડિયો કંટ્રોલ, ક્લાઇમેટ કંટ્રોલ સહિતના ફીચર્સ આપવામાં આવ્યા છે. કારમાં 8 એરબેગ્સ, હિલ હોલ્ડ કંટ્રોલ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, એબીએસ, ઇબીએસ જેવા સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે. આ કારમાં માત્ર કેન્ડી વ્હાઇટ કલર ઓપ્શન આપવામાં આવ્યું છે.

એન્જિન સ્પેસિફિકેશન
સ્કોડા સુપર્બ કોર્પોરેટ એડિશનમાં માત્ર એક જ એન્જિન ઓપ્શન આપવામાં આવે છે. કારમાં 1.8 લિટર ટીડીએસ પેટ્રોલ એન્જિન આપવામાં આવે છે. 4થી 6 હજાર આરપીએમ પર 178 બીએચપી પાવર જ્યારે 1450-3900 આરપીએમમાં 320 એનએમ ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. આ કારમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવે છે. કારમાં 6 સ્પીડ ગિયર બોક્સ છે.

X
Skoda launched Superb Corporate Edition in india
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App