• Home
  • Automobile
  • Royal Enfields Continental GT 650 reaches 241kmph at Bonneville

241 Kmphની ટોપ સ્પીડ પર દોડી Royal Enfield Continental GT 650, કંપનીએ કર્યું કન્ફર્મ

રોયલ એનફિલ્ડની આ બાઇકને 18 વર્ષની કાયલાએ ચલાવી, જેના નામે છે 12 વિશ્વ રેકોર્ડ

divyabhaskar.com | Updated - Sep 08, 2018, 03:25 PM
Royal Enfields Continental GT 650 reaches 241kmph at Bonneville

ઓટો ડેસ્કઃ ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થનારી Royal Enfield Continental GT 650એ અમેરિકામાં Bonneville Salt Flatsમાં 150 માઇલ્સ(241.40 કિ.મી. પ્રતિ કલાક)ની ટોપ સ્પીડ હાંસલ કરી છે. સોલ્ટ ફ્લેટ્સમાં 20 વાર ચલાવવામાં આવી હોવા છતાં Continental GT 650ની એવરેજ સ્પીડ 150 માઇલ્સ રહી. આ વાતની જાણકારી રોયલ એનફિલ્ડના એમડી સિદ્ધાર્થ લાલે સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે. જોકે, આ રેકોર્ડને હજું ઔપચારિક FIM સર્ટિફિકેટ આપવાનું બાકી છે. ખાસ વાત એ છેકે આ મોડિફાઇડ Continental GT 650ને 18 વર્ષની કાયલા રિવાસે ચલાવી. જેના નામે 12 વિશ્વ રેકોર્ડ છે.

Bonneville પર સ્પીડ રન માટે યૂઝ કરવામાં આવેલી બાઇકને હેરિસ પરફોર્મન્સમાં મોડિફાઇ કરવામાં આવી, જે આઇશર મોટર્સ લિ.નું એક યુનિટ છે. તેનો માલિકી હક એસએન્ડએસ સાઇકલ ઇંક પાસે છે અને તેણએ પહેલાં જ દિવસે બાઇકના રેકોર્ડ બુક્સમાં સ્થાન મેળવી લીધું છે. બાઇકમાં કરવામાં આવેલા મોડિફિકેશન અંગે વધુ માહિતી મળી શકી નથી.

રોયલ એનફિલ્ડની સૌથી પાવરફુલ બાઇક્સ
Bonnevilleમાં Continental GT 650ની સ્પીડ રોયલ એનફિલ્ડ માટે મોટી સફળતા સમાન છે, એ પણ ત્યારે જ્યારે પોતાની સૌથી પાવરફુલ બાઇક Interceptor 650 અને Continental GT 650ને કોમિર્શિયલી લોન્ચ કરવાની તૈયારીમાં છે. બાઇક્સને રોયલ એનફિ્લડના યુકે ટેક સેન્ટરની મદદથી ભારતમાં બનાવવામાં આવી છે અને આ પહેલી રોયલ એનફિલ્ડ બાઇક્સ છે, જેમાં ટ્વિન સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે.

બાઇકનું સ્પેસિફિકેશન
આ બાઇક્સમાં 648 સીસી પેરેલલ ટ્વિન મોટરનું 270 ડિગ્રી ફાઇરિંગ ઓર્ડર અને એર કૂલ્ડ છે. રોયલ એનફિલ્ડે કહ્યું છે કે 270 ડિગ્રી ક્રેંકને પસંદ કરવાની પાછળ સારા એક્સપિરિયન્સની સાથે આરામ આપવાનો છે. વધારે પાવર દરમિયાન એન્જિન સારું વાઇબ્રેશન આપે છે અને બેલેન્સર શાફ્ટથી કારણ વગરનું વાઇબ્રેશન ઓછું થઇ જાય છે. આ એન્જિનમાં છ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. સાતે જ તેમાં સ્લિપ અસિસ્ટ ક્લચ છે.

રોયલ એનફિલ્ડમાં ત્રણ 650 સીસી પેરેલલ એન્જિન પ્રોટોટાઇમ સાથે ત્રણ અલગ-અલગ ક્રેંક શાફ્ટ સેટઅપ કરવામાં આવ્યા અને છેલ્લે કંપનીએ 270 ડિગ્રી ફાઇરિંગ ઓર્ડરને પસંદ કર્યું. આ એન્જિન 47 બીએચપી પાવર અને 52 એનએમ ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે.

X
Royal Enfields Continental GT 650 reaches 241kmph at Bonneville
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App