• Home
  • Automobile
  • Royal Enfield will launch the Trials 350 and 500 on 26th march

લોન્ચિંગ એલર્ટ / રોયલ એનફિલ્ડ 26મીએ લોન્ચ કરશે ટ્રાયલ્સ 350 અને 500, વીડિયો ટીઝર સામે આવ્યું

Divyabhaskar.com | Updated - Mar 14, 2019, 03:55 PM
Royal Enfield will launch the Trials 350 and 500 on 26th march
X
Royal Enfield will launch the Trials 350 and 500 on 26th march

  • આ બાઈકની કિંમત અંદાજે 1.70 થી 2.20 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે
  •  ટ્રાયલ્સ 350 અને 500 પાણીના પ્રવાહ અને પથ્થરવાળા રસ્તાઓ ઉપર આરામથી ચાલી શકશે
  • કંપનીએ આ બાઈકમાં સિંગલ સીટ આપી છે, પાછળના ભાગે લગેજ રેક મળશે

ઓટો ડેસ્ક. રોયલ એનફિલ્ડ હવે તેની નવી સ્ક્રેમ્બલર લૂક સાથેની બાઈક ટ્રાયલ્સ 350 અને 500ના લોન્ચિંગનું કેમ્પેનિંગ શરૂ કરી દીધું છે. સાથે જ આગામી તારીખ 26 માર્ચે ભારતમાં તેને લોન્ચ કરશે તેવી જાહેરાત પણ કરી દીધી છે. કંપનીએ આ અંગેનું એક વીડિયો ટીઝર સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું હતું. આ ટીઝરમાં નવી બાઈકની  પ્રથમ ઝલક જોવા મળી રહી છે. જેમાં ટ્રાયલ્સ બાઈક પાણીમાંથી બહાર નીકળતી નજરે પડે છે.

સ્ક્રેમ્બલર બાઈકનાં ફીચર્સ

1.ટ્રાયલ્સ બાઈકમાં સિંગલ સીટ આપવામાં આવી છે જેની પાછળના ભાગે લગેજ રેક લાગેલી હશે. કંપની તેને 350 અને 500 સીસી વેરિઅન્ટમાં લોન્ચ કરવાની છે. 
2.ઓફ રોડિંગ માટે ડિઝાઈન કરેલી આ બાઈકમાં ખાસ પ્રકારનાં ટાયર આપવામાં આવ્યા છે. જે પથ્થર વાળા રસ્તાઓ ઉપર પણ આરામથી ચાલી શકે.
3.આ બાઈકનાં મડગાર્ડને અન્ય બાઈકની સરખામણીએ થોડું ઉંચુ રાખવામાં આવ્યું છે. સાથે અપસ્વેપ્ટ એડજસ્ટમેન્ટ પણ મળી રહેશે. જેનાથી આ બાઈક વધુ પાણીના પ્રવાહ વચ્ચેથી પણ પસાર થઈ શકે.
4.બાઈકની લીક થયેલી તસવીરમાં જોવા મળી રહ્યું છે કે, તે સિલ્વર પેન્ટ, ક્રોમ ફીચર્સ અને ફ્રેમને હાઈલાઈટ કરવા માટે અલગ કલર પેન્ટમાં મળશે.
5.તેના ટેલ લેમ્પ અને ઈન્ડિકેટર પણ દેખાવમાં 650 અને કોન્ટિનેન્ટલ 650 જેવા જ લાગે છે. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, તેના એન્જિનને બુલેટ 350 અને 500ની જેમ જ રાખવામાં આવ્યું છે. પાવર અને ટોર્કમાં કોઈ ફેરફાર નથી કર્યો. જોકે તેની સાચી હકીકત તો લોન્ચિંગ પછી જ જાણી શકાશે. 
6.અપડેટ મોડલની માફક તેમાં પણ ડ્યૂઅલ ચેનલ એબીએસ સિસ્ટમને સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર્સના ભાગરૂપે આપ્યું છે. મીડિયા રિપોર્ટસ અનુસાર રોયલ એનફિલ્ડ ટ્રાયલ્સ ભારતની સૌથી સસ્તી સ્ક્રેમ્બલર બાઈક હશે. 
7.આ બાઈકની કિંમત અંદાજે 1.70 થી 2.20 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. જોકે આ બાઈકનું ઓફિસિઅલ નામ શું હશે તેની જાણકારી પણ લોન્ચિંગ બાદ જ આપવામાં આવશે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App