Divya Bhaskar

Home » Automobile » royal enfield will launch Classic 350, Bullet 350 and Bullet ES with ABS

ખાસ સેફ્ટી ફીચર સાથે રોયલ એનફિલ્ડ લોન્ચ કરશે ક્લાસિક 350 અને બુલેટ 350

Divyabhaskar.com | Updated - Aug 25, 2018, 01:12 PM

27 ઓગસ્ટે કરાશે લોન્ચ, અત્યારસુધી રોયલ એનફિલ્ડની એકપણ બાઇકમાં નથી આ ફીચર

  • royal enfield will launch Classic 350, Bullet 350 and Bullet ES with ABS

    ઓટો ડેસ્કઃ રેટ્રો લુક અને અવાજ માટે જાણીતી બાઇક નિર્માતા કંપની રોયલ એનફિલ્ડ પોતાના 350 સીસી બાઇક્સ સેગમેન્ટમાં ખાસ સેફ્ટી ફીચર્સ આપવા જઇ રહી છે. બુલેટ 350, ક્લાસિક 350 સહિતની બાઇક્સમાં કંપની ડ્યૂઅલ ચેનલ એબીએસ(એન્ટી બ્રેકિંગ સિસ્ટમ) ઓફર કરી રહી છે જેને 27 ઓગસ્ટે લોન્ચ ભારતમાં લોન્ચ કરવામાં આવશે. એબીએસ સાથે ક્લાસિક 350, બુલેટ 350 અને બુલેટ ઇએસ રોયલ એનફિલ્ડના પહેલા મોડલ્સ બનશે જેમાં આ સેફ્ટી ફીચર આપવામાં આવી રહ્યું છે.

    લોન્ચિંગ વખતે જાહેર કરાશે કિંમત
    એબીએસ સાથેની બાઇક્સની કિંમત કંપની તરફથી 27 ઓગસ્ટે લોન્ચિંગ વખતે જાહેર કરવામાં આવશે. એબીએસ અંગે નહીં જાણનારાઓને જણાવી દઇએ કે બ્રેકિંગ દરમિયાન વ્હીલ લોકેજથી બાઇકને લપસતી અટકાવવા માટે બાઇકમાં આ સેફ્ટી ફિચર્સ આપવામાં આવે છે. તેમજ સ્ટોપિંગ ડિસ્ટન્સ પણ તેનાથી વધી જાય છે.

    ક્લાસિક 350 કંપનીની સૌથી લોકપ્રિય બાઇક
    રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 કંપનીની સૌથી લોકપ્રિય બાઇક છે. દર મહિને આ બાઇકના અંદાજે 35 હજાર જટેલા યુનિટ્સનું વેચાણ થાય છે. તેમજ બુલેટ 350એ કંપનીની એન્ટ્રી લેવલની બાઇક છે. જ્યારે બુલેટ ઇએસમાં ઇલેક્ટ્રિક સ્ટાર્ટર અને ફ્રન્ટ ડિસ્ક જેવા ફીચર્સ આપવામાં આવે છે. આ તમામ બાઇકની મહત્વની વાત એ છે કે તેમની ચેસિસ સરખી છે અને એક જ પ્રકારનું એન્જિન તેમાં આપવામાં આવ્યું છે.

    એન્જિન સ્પેસિફિકેશન અને બ્રેકિંગ સિસ્ટમ
    રોયલ એનફિલ્ડ બુલેટ ઇએસ અને ક્લાસિક 350માં 280mm ફ્રન્ટ ડિસ્ક બ્રેક(2 પિસ્ટન કેલિપર સાથે) અને 153mm રિયર ડ્રમ બ્રેક આવે છે. જ્યારે બુલેટ 350માં 7” ફ્રન્ટ અને 153mm રિયર ડ્રમ બ્રેક્સ આપવામાં આવી છે. આ તમામ બાઇક્સમાં વાયર સ્પોક વ્હીલ અને ટ્યૂબ ટાઇપ ટાયર્સ છે, તેમજ 35mm ટેલિસ્કોપિક ફોર્ક્સ ફ્રન્ટમાં અને 130mm વ્હીલ ટ્રાવેલ અને ટ્વિન કોઇલ સ્પ્રિંગ શોક એબ્સોર્બર્સ રિયરમાં આપવામાં આવ્યું છે. એન્જિનની વાત કરવામાં આવે તો તેમાં 346 સીસી, સિંગલ સિલિન્ડર, 4 સ્ટ્રોક એર કૂલ્ડ, ટ્વિનસ્પાર્ક એન્જિન આપવામાં આવ્યું છે, જે 5250 આરપીએમ પર 19.8 બીએચપી પાવર અને 4 હજાર આરપીએમમાં 28 એનએમ ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. બાઇક્સમાં 5 સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Automobile

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending