રોયલ એનફિલ્ડ હિમાલય ABSનું બુકિંગ શરૂ, જૂના મોડલ કરતા 10 હજાર રૂપિયા હશે મોંઘી

15 સપ્ટેમ્બર સુધીમાં શરૂ થઇ જશે ડિલિવરી, સ્ટાન્ડર્ડ મોડલને કરશે રિપ્લેસ

divyabhaskar.com | Updated - Aug 31, 2018, 04:26 PM
Royal Enfield started booking of Himalayan ABS

ઓટો ડેસ્કઃ રોયલ એનફિલ્ડે પોતાના તમામ મોડલ્સમાં ABS(એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ) આપવાની શરૂઆત કરી દીધી છે. તાજેતરમાં જ કંપની તરફથી ક્લાસિક સિગ્નલ્સ 350ને લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં એબીએસ આપવામાં આવ્યું હતું. હવે કંપની પોતાની એડ્વેન્ચર બાઇક હિમાલયમાં એબીએસ ઓફર કરી રહી છે. એબીએસ સાથેની નવી હિમાલયનું બુકિંગ શરી કરી દેવામાં આવ્યું છે અને 15 સપ્ટેમ્બર સુધીમાં તેની ડિલિવરી પણ શરૂ કરી દેવામાં આવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે એબીએસ સાથેની આ બાઇકની કિંમત જૂના મોડલ કરતા 10થી 20 હજાર રૂપિયા મોંઘી હશે.

કેટલી હોઇ શકે છે કિંમત

રોયલ એનફિલ્ડ ડિલર્સમાં હિમાલય એબીએસનું બુકિંગ શરૂ થઇ ગયું છે. બાઇકવાલેના રિપોર્ટ પ્રમાણે એબીએસ સાથેના હિમાલય વર્ઝનની કિંમત 1.79 લાખ રૂપિયા જ્યારે હિમાલય સ્લીટ એબીએસની કિંમત 1.81 લાખ રૂપિયાની આપપાસ હશે. એટલે કે ડ્યૂઅલ ચેનલ એબીએસવાળી બાઇકની કિંમત નોન એબીએસ વર્ઝન કરતા 10 હજાર રૂપિયા વધારે હશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એબીએસ વર્ઝનની સાથે નોન એબીએસ વર્ઝનનું પણ વેચાણ ચાલું રાખવામાં આવશે.

નવા સેફ્ટી ફીચર્સ સિવાય કોઇ ચેન્જ કરવામાં આવ્યો નથી
નવી હિમાલય 2018માં સેફ્ટી ફીચર સિવાય કોઇ ફેરફાર કરવામાં આવ્યા નથી. એબીએસ વર્ઝનવાળી બાઇકમાં 411 સીસી, ઓઇલ કૂલ્ડ સિંગલ સિલિન્ડર એન્જિન આપવામાં આવશે. જે 24.5 બીએચપી પાવર અને 32 એનએમ ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. આ બાઇકમાં 5 સ્પીડ ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. બાઇકમાં 21 ઇંચ ફ્રન્ટ વ્હીલ અને 17 ઇન્ચ રિયર વ્હીલ આપવામાં આવ્યા છે. એડ્વેન્ચર બાઇકમાં ફ્રન્ટ વ્હીલમાં 300mm ડિસ્ક(ટૂ-પિસ્ટન ફ્લોટિંગ કેલિપર્સ સાથે) જ્યારે રિયરમાં 240mm ડિસ્ક(સિંગલ પિસ્ટન ફ્લોટિંગ કેલિપર સાથે) છે.

X
Royal Enfield started booking of Himalayan ABS
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App