Divya Bhaskar

Home » Automobile » Royal Enfield launched Classic Signals 350 Edition with abs in india

રોયલ એનફિલ્ડે લોન્ચ કર્યું Classic Signals 350, આર્મી થીમ અને ABS સાથે છે સ્પેશિયલ એડિશન

Divyabhaskar.com | Updated - Aug 28, 2018, 03:53 PM

ઇન્ડિયન આર્મ્ડ ફોર્સને ટ્રિબ્યૂટ આપી, 40 એક્સેસરિઝ પર 2 વર્ષની ગેરન્ટી

  • Royal Enfield launched Classic Signals 350 Edition with abs in india
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    આ નવા મોડલથી રોયલ એનફિલ્ડ ઇન્ડિયન આર્મ્ડ ફોર્સ સાથેના 65 વર્ષના જોડાણે ટ્રિબ્યૂટ આપી રહી છે.

    ઓટો ડેસ્કઃ રોયલ એનફિલ્ડે ભારતમાં નવી રોયલ એનફિલ્ડ ક્લાસિક સિગ્નલ્સ(Signals) 350 એડિશનને લોન્ચ કરી છે. આ સ્પેશિયલ એડિશનની કિંમત 1.62 લાખ રૂપિયા એક્સશોરૂમ પૂણે રાખવામાં આવી છે. સ્ટાઇલિંગથી એ સ્પષ્ટ થાય છે કે આ બુલેટ ઇન્ડિયન આર્મ્ડ ફોર્સિસથી પ્રેરિત છે. આ નવા બુલેટના ખાસ અપડેશન અંગે વાત કરવામાં આવે તો Royal Enfield Classic Signals 350માં ડ્યૂઅલ ચેનલ એબીએસ(એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ) આપવામાં આવી છે. આ અંગે કંપનીનું કહેવું છે કે રોયલ એનફિલ્ડ Classic Signals 350 કંપનીનું પહેલું બુલેટ છે જેમાં ડ્યૂઅલ ચેનલ એબીએસ આપવામાં આવ્યું છે.

    ઇન્ડિયન આર્મ્ડ ફોર્સ સાથે જોડાણે ટ્રિબ્યૂટ
    - આ નવા મોડલથી રોયલ એનફિલ્ડ ઇન્ડિયન આર્મ્ડ ફોર્સ સાથેના 65 વર્ષના જોડાણે ટ્રિબ્યૂટ આપી રહી છે.
    - 1955માં ચેન્નાઇ ખાતે પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યા બાદ આર્મ્ડ ફોર્સિસ માટે 500 બુલેટનો ઓર્ડર આવ્યો હતો.

    બુલેટની ટાંકી પર હશે ખાસ યુનિક નંબર
    - નવા Classic Signals 350 બુલેટમાં બે કલર ઓપ્શન છે, જેમાં એરબોર્ન બ્લુ અને સ્ટોર્મ રાઇડર સેન્ડ.
    - દરેક Classic Signals 350ના યુનિટની ટાંકી પણ ખાસ યુનિક નંબર આપવામાં આવ્યો છે. જે બુલેટને ડિસ્ટિન્ક્ટ આઇડેન્ટિટી આપવા માટે છે.
    - આ સ્પેશિયલ એડિશનને લોન્ચ કરતાની સાથે કંપનીએ નવા મોડલ માટે 40 એક્સેસરિઝ પણ જાહેર કરી છે.
    - આ એક્સેસરિઝમાં વોટરપ્રૂફ પૅનિઅર્સ, એન્જિન ગાર્ડ્સ, ટૂરિંગ સીટ્સ, વિન્ડશિલ્ડ સહિતના છે.
    - આ દરેક એક્સેસરિઝ પર કંપની તરફથી બે વર્ષની વોરન્ટી પણ આફવામાં આવી રહી છે.

    એન્જિનમાં નથી કરાયો ચેન્જ
    - નવા Classic Signals 350 બુલેટના એન્જિનમાં કોઇ ચેન્જ કરવામાં આવ્યો નથી.
    - આ બુલેટમાં 346 સીસી, એર કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 19.8 બીએચપી પાવર અને 28 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે.
    - સ્પેશિયલ એડિશનમાં ફાઇવ સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે.
    - રેગ્યુલર મોડલની જેમ ફ્રન્ટમાં કોન્વેશનલ ટેલિસ્કોપિક ફોર્ક્સ અને રિયરમાં ટ્વિન ગેસ ચાર્જ્ડ શોક એબ્સોર્બર્સ છે.
    - બન્ને સાઇડ ડિસ્ક બ્રેક્સ આપવામાં આવી છે. તેમજ સેફ્ટીના ભાગરૂપે નવા બુલેટમાં ડ્યૂઅલ ચેનલ એબીએસ આપવામાં આવ્યું છે.

  • Royal Enfield launched Classic Signals 350 Edition with abs in india
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    આ સ્પેશિયલ એડિશનને લોન્ચ કરતાની સાથે કંપનીએ નવા મોડલ માટે 40 એક્સેસરિઝ પણ જાહેર કરી છે.
  • Royal Enfield launched Classic Signals 350 Edition with abs in india
    નવા Classic Signals 350 બુલેટમાં બે કલર ઓપ્શન છે, જેમાં એરબોર્ન બ્લુ અને સ્ટોર્મ રાઇડર સેન્ડ.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Automobile

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending