• Home
  • Automobile
  • રોલ્સ રોયસ કલિનન ભારતમાં લોન્ચ | Rolls Royce Cullinan India launched

રોલ્સ રોયસની પહેલી SUV, કિંમત અને ફીચર્સ બંને દમદાર

divyabhaskar.com

Dec 03, 2018, 06:54 PM IST
ભારતમાં લોન્ચ થઇ લક્ઝુરિયસ રોલ્સ રોયસ કલિનન
ભારતમાં લોન્ચ થઇ લક્ઝુરિયસ રોલ્સ રોયસ કલિનન
કંપનીની પહેલી ઓલ ટરેઇન એસયુવી છે કલિનન
કંપનીની પહેલી ઓલ ટરેઇન એસયુવી છે કલિનન
રોલ્સ રોયસ કલિનનમાં કંપનીની અલ્ટ્રા લક્ઝુરિયસ ફેન્ટમની છાંટ જોવા મળે છે
રોલ્સ રોયસ કલિનનમાં કંપનીની અલ્ટ્રા લક્ઝુરિયસ ફેન્ટમની છાંટ જોવા મળે છે
લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ ડ્રાઇવર કેબિન
લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ ડ્રાઇવર કેબિન
વાઇડ સન રૂફ
વાઇડ સન રૂફ
રોલ્સ રોયસ કલિનનનો રિઅર લૂક
રોલ્સ રોયસ કલિનનનો રિઅર લૂક

ઓટો ડેસ્કઃ જાણીતી બ્રિટિશ કાર મેકર કંપની રોલ્સ રોયસે પોતાની પહેલી ઓલ-ટરેઇન એસયુવી Cullinan ભારતમાં લોન્ચ કરી દીધી છે. રોલ્સ રોયસ કલિનનની એક્સ શો-રૂમ કિંમત 6.95 કરોડ રૂપિયા છે.

રોલ્સ રોયસ કલિનનનું એન્જિન
વિશ્વભરમાં પોતાની લક્ઝરી કાર્સ માટે ફેમસ રોલ્સ રોયસ કલિનનને ગ્લોબલ લોન્ચ પછી છેવટે ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. રોલ્સ રોયસ કલિનન ભારતમાં લોન્ચ થનારી કંપનીની પહેલી SUV છે. એન્જિનની વાત કરીએ તો તેમાં 6.75 લીટરનું V12 એન્જિન આપવામાં આવ્યું છે, જે 563 bhp પાવર અને 850 Nm નો ટોર્ક જનરેટ કરે છે.

ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ
નવી રોલ્સ રોયસ કલિનનમાં ઘણી નવી ટેક્નોલોજીનો યૂઝ કરવામાં આવ્યો છે. કારમાં સિસ્ટમ બ્લૂ-રે પ્લેયર, એક ટીવી અને નેક્સ્ટ જનરેશન રોલ્સ રોયસ બીસ્પોક ઓડિયો સિસ્ટમની સાથે 18 સ્પીકર્સ આપવામાં આવ્યા છે. ડેશબોર્ડ પર ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ ટચસ્ક્રીનની સાથે રિયર પેસેન્જર માટે હાઇ-ડેફિનેશન 12 ઇંચ ટચસ્ક્રીન મોનિટર્સ આપવામાં આવ્યા છે.

સેફ્ટી માટે મળશે 4 કેમેરા
ટેક્નોલોજીની વાત કરીએ તો આ લક્ઝુરિયસ કારમાં 4 કેમેરા સાથે પેનારોમિક વ્યૂ, એક્ટિવ ક્રૂઝ કંટ્રોલ, વાઇ-ફાઇ હોટસ્પોટ, નાઇટ વિઝન ફંક્શન, પેડેસ્ટ્રિયન અને વાઇલ્ડ એલર્ટ, એલર્ટનેસ આસિસ્ટન્ટ અને એક હેડ-અપ ડિસ્પ્લે આપવામાં આવ્યો છે. એક્સ્ટ્રા સેફ્ટી માટે કારમાં કોલિઝન, ક્રોસ-ટ્રાફિક અને લેન ડિપાર્ચર વોર્નિંગ્સ આપવામાં આવી છે.

કેબિન સીટમાં મળશે મસાજ ફંક્શન

કેબિનમાં લક્ઝરી લેધર, બીસ્પોક ફેબ્રિક્સ અને કાર્પેટ્સ, પાવર સીટ્સની સાથે મસાજ ફંક્શન, કનેક્ટિવિટી અને નેવિગેશન આપવામાં આવ્યું છે. તે સિવાય ડેશ અને બીજી સર્ફેસ પર મેટલનો યૂઝ કરવામાં આવ્યો છે. વળી, કેબિનમાં બીસ્પોક ફેબ્રિક્સ, લક્ઝરી લેધર અને કાર્પેટ્સ, પાવર સીટ્સની સાથે મસાજ ફંક્શન, કનેક્ટિવિટી અને નેવિગેશન આપવામાં આવ્યું છે.

આગળ જુઓ રોલ્સ રોયસ કલિનનના વધુ ફોટોગ્રાફ્સ

X
ભારતમાં લોન્ચ થઇ લક્ઝુરિયસ રોલ્સ રોયસ કલિનનભારતમાં લોન્ચ થઇ લક્ઝુરિયસ રોલ્સ રોયસ કલિનન
કંપનીની પહેલી ઓલ ટરેઇન એસયુવી છે કલિનનકંપનીની પહેલી ઓલ ટરેઇન એસયુવી છે કલિનન
રોલ્સ રોયસ કલિનનમાં કંપનીની અલ્ટ્રા લક્ઝુરિયસ ફેન્ટમની છાંટ જોવા મળે છેરોલ્સ રોયસ કલિનનમાં કંપનીની અલ્ટ્રા લક્ઝુરિયસ ફેન્ટમની છાંટ જોવા મળે છે
લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ ડ્રાઇવર કેબિનલેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ ડ્રાઇવર કેબિન
વાઇડ સન રૂફવાઇડ સન રૂફ
રોલ્સ રોયસ કલિનનનો રિઅર લૂકરોલ્સ રોયસ કલિનનનો રિઅર લૂક
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી