રેનોની નવી એસયુવીનું નામ હશે ARKANA, આવતા વર્ષે થશે લોન્ચ

ફોટો જોઇને અંદાજો લગાવી શકાય છે કે તેમાં સ્વૂપિંગ રૂફલાઇન આપવામાં આવી છે

divyabhaskar.com | Updated - Aug 23, 2018, 07:45 PM
Renaults new coupe suvs name is Arkana

ઓટો ડેસ્કઃ રેનો ઇન્ડિયાએ પોતાની અપકમિંગ કૂપ એસયુવીના નામની જાહેરાત કરી દીધી છે. તેનું નામ અર્કાના(ARKANA) રાખવામાં આવ્યું છે. આ એક લેટિન શબ્દ ‘આર્કનમ’ પરથી લેવામાં આવ્યો છે. જેનો અર્થ રહસ્ય એવો થાય છે. આ એસયુવીને 29 ઓગસ્ટે મોસ્કો મોટર શોમાં રજૂ કરવામાં આવશે. આ પહેલા કંપનીએ તેના ફ્રન્ટ અને રિયલ લુકના ફોટો જારી કર્યા હતા. ફોટો જોઇને અંદાજો લગાવી શકાય છે કે તેમાં સ્વૂપિંગ રૂફલાઇન આપવામાં આવી છે. આ એસયુવીને રેનો કેપ્ચરની ડ્યૂઅલ પ્લેટફોર્મ સ્ટ્રેટજી પર તૈયાર કરવામાં આવી છે.

માહિતી અનુસાર, આ એસયુવીને સૌથી પહેલા રશિયા, ચીન, બ્રાઝિલ અને સાઉથ કોરિયામાં રજૂ કરવામા આવશે. તેને આવતા વર્ષે લોન્ચ કરવામાં આવશે. ભારતમાં તેના લોન્ચિંગ અંગે હજુ સુધી કોઇ ઓફિશિયલ જાણકારી સામે આવી નથી. એવો કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે કંપની તેને ભારતમાં પણ લોન્ચ કરી શકે છે. જો આ એસયુવી ભારતમાં લોન્ચ થશે તો તેનો સીધો મુકાબલો જીપ કમ્પાસ સાથે થશે.

જીપ કમ્પાસ સાથે થશે સ્પર્ધા
હાલના સમયે ભારતમાં જીપ કમ્પાસ ઘણી જ લોકપ્રીય એસયુવીના રૂપમાં સામે આવી રહી છે. ભારતમાં જીપ કમ્પાસની કિંમત 15.18 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જીપ કમ્પાસમાં બે એન્જિન ઓપ્શન આપવામાં આવે છે, જેમાં 1.4 લિટરનું મલ્ટીએયર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન અને 2.0 લિટરનું ટર્બોચાર્જ મલ્ટીજેટ ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. જૂનમાં કંપનીએ તેની બેડરોક લિમિટેડ એડિશન લોન્ચ કરી હતી. જીપ કંપાસ બેડરોકને કંપનીએ એક વર્ષમાં 25 હજાર જીપ કમ્પાસના વેચાણની ખુશીની ભાગરૂપે લોન્ચ કરી હતી.

X
Renaults new coupe suvs name is Arkana
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App