માત્ર 5-10 મિનિટમાં ઓનરોડ મદદ પહોંચાડશે મારુતિ સુઝુકી, કંપનીએ શરૂ કરી નવી સર્વિસ

Quick Response Team started by maruti suzuki in india

divyabhaskar.com

Aug 24, 2018, 06:22 PM IST

ઓટો ડેસ્કઃ જો તમારી પાસે મારુતિની કાર છે તો તમારી માટે સારા સમાચાર છે. મારુતિ સુઝુકી દ્વારા એક નવી સર્વિસ શરૂ કરવામાં આવી છે. જે અનુસાર જો તમારી ગાડી રસ્તા પર ખરાબ થઇ જશે તો કંપની તરફથી 5થી 10 મિનિટની અંદર ઓનરોડ સર્વિસ આપવામાં આવશે. આ માટે કંપની તરફથી ક્વિક રિસ્પોન્સ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ ફોર વ્હીલરમાં નહીં પરંતુ ટૂ વ્હીલરમાં આવશે. શુક્રવાર(24 ઓગસ્ટ)થી કંપનીએ આ સેવા શરૂ કરી છે. હાલ 300 જેટલા મેકેનિક શુક્રવારથી બાઇકમાં પોતાની સેવા આપશે. આ મેકેનિક સુઝુકીની બાઇક્સ યૂઝ કરશે.

મોટા શહેરોમાં ટ્રાફિક જામના કારણે મેકેનિક ટાઇમ પર નહોંતા પહોંચી શકતાં
કંપનીએ જણાવ્યા પ્રમાણે બાઇક સેવા શરૂ કરવાનો ઉદ્દેશ્ય એ છે કે મોટા શહેરોમાં ટ્રાફિક જામના કારણે મેકેનિકને પહોંચવામાં મોડું થઇ રહ્યું છે. અત્યારસુધી એવું ચલણ હતું કે મેકેનિકને ફોર વ્હીલરમાં મોકલવામાં આવતા હતા અને અનેકવાર ટ્રાફિક જામના કારણે લાંબા સમય સુધી ફસાઇ જતા હતા. આ કારણે મુશ્કેલીમાં મુકાયેલા કાર માલિકને કંપનીની મદદ માટે લાંબો સમય સુધી રાહ જોવી પડતી. મારુતિ સુઝુકી રોડ સાઇડ ગાડી ખરાબ હોય તો મદદ પહોંચાડે છે. જેના કારણે તમારે કંપનીના કસ્ટમર કેર નંબર પર ફોન કરવાનો હોય છે.

X
Quick Response Team started by maruti suzuki in india
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી