કારમાં બેઠાં બાદ PM મોદી સૌથી પહેલા કરે છે આ કામ, તમે કરો છો આ નિયમનું પાલન?

સીટ બેલ્ટ પહેરવાથી અકસ્માતમાં મોતની આશંકા 45 ટકા ઘટી જાય છે

divyabhaskar.com | Updated - Aug 22, 2018, 04:21 PM
PM Modi Wears Seat Belt when getting in his car and you

ઓટો ડેસ્કઃ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો(PIB) દ્વારા રોડ સેફ્ટીને પ્રમોટ કરવા માટે એક પ્રેરણાદાયી વીડિયો ટ્વીટરમાં શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કારમાં બેઠાં બાદ સૌથી પહેલા સીટ બેલ્ટ પહેરે છે. આ વીડિયોને શેર કરતી વખતે PIBએ લખ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કારમાં બેસતી વખતે સૌથી પહેલાં સીટ બેલ્ટ પહેરે છે, શું તમે કરો છો?

રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય તરફથી ચલાવવામાં આવી રહેલા રોડ સેફ્ટી અવેરનેસ કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે, જેને સડક સુરક્ષા જીવન સુરક્ષા અભિયાન કહેવામાં આવી રહ્યું છે, તેને સપોર્ટ કરવા માટે PIBએ આ વીડિયો જારી કર્યો છે. આ વીડિયો સાથે સીટ બેલ્ટ અવશ્ય પહેરો તેવો સંદેશો આપવામાં આવ્યો છે. અત્યારસુધીમાં આ વીડિયોને 5 હજાર કરતા વધુ લોકોએ લાઇક કર્યો છે, 2 હજાર કરતા વધુ લોકોએ કોમેન્ટ કરી છે

સીટ બેલ્ટનો ફાયદો
ગ્લોબલ સ્ટડીઝ અનુસાર, સીટ બેલ્ટ પહેરવાથી અકસ્માતમાં મોતની આશંકા 45 ટકા ઘટી જાય છે. એટલું જ નહીં ગંભીર ઇજાની આશંકા પણ 50 ટકા ઘટી જાય છે. સીટ બેલ્ટ ન પહેર્યો હોય એ લોકો અકસ્માતમાં વાહનની બહાર ફેંકાઇ જવાનું જોખમ સીટ બેલ્ટ પહેરનારા કરતા 30 ટકા વધી જાય છે.

કેવી રીતે પહરવો જોઇએ સીટ બેલ્ટ
- બેલ્ટના લેપ પોર્શનને કમર પાસેથી, બેલ્ટના ખભાવાળા ભાગમાં ખભાનો મધ્યભાગ કવર કરો.
- બેલ્ટના સૌથી વધુ અસરકારક ઉપયોગ માટે ધ્યાન રાખો કે બેલ્ટ પેટના ભાગને નહીં પણ કમરના ભાગને કવર કરે.
- કાર ડ્રાઇવ કરતી વખતે એ પણ ચેક કરી લેવું જોઇએ કે સીટ બેલ્ટના બકલ, એન્કરએજમાં કોઇ પ્રોબ્લેમ નથીને.
- સીટ બેલ્ટ એક્સટેન્ડરની લંબાઇ યોગ્ય છે કે નહીં તે ચકાસી લેવું તેનાથી વધુ સુરક્ષિત રીતે બકલિંગ કરી શકો છો.
- સીટ બેલ્ટનો શૉલ્ડર ભાગ બાળકોના ખભાના મધ્ય ભાગમાં ન રહે તો ચાઇલ્ડ રિસ્ટ્રેઇન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવો.

X
PM Modi Wears Seat Belt when getting in his car and you
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App