તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Automobile
  • ભંગાર થઇ ગયેલી કારના પણ પૈસા આપશે મહિન્દ્રા, સરકાર સાથે શરૂ કર્યો પ્લાન્ટ । Old Vehicles Scrapping Facility Started By Mahindra And M

ભંગાર થઇ ગયેલી કારના પણ પૈસા આપશે મહિન્દ્રા, સરકાર સાથે શરૂ કર્યો પ્લાન્ટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ જો તમે તમારી જૂની કારને ભંગારમાં આપવા માગો છો અને તેની યોગ્ય કિંમત પણ લેવા માગો છો તો તમારા માટે સારા સમાચાર છે. મહિન્દ્રા એક્સલો અને સરકારી કંપની MSTCએ સાથે મળીને CERO નામની કંપની શરૂ કરી છે. જેમાં દેશની પહેલી ઓટોમેટેડ અને ઓર્ગેનાઇઝ્ડ વ્હીકલ સ્ક્રેપિંગ અને રીસાઇકલિંગ ફેસિલિટી શરૂ કરવામાં આવી છે. 

 

કેવી રીતે કામ કરે છે કંપની
- તમે તમારા વાહન વીશે CEROને જણાવો.જેમકે બ્રાન્ડ, મોડલ, રજિસ્ટ્રેશન વર્ષ, રનિંગ કન્ડિશન, જૂના વ્હીકલનું લોકેશન વગેરે. તેનાથી કંપની તમારી સ્ક્રેપ કાર પર બેસ્ટ ઓફર આપશે.
- તમારા તરફથી આપવામાં આવેલી વ્હીકલની માહિતી બાદ ઓફર આપવામા આવશે. હાલ આ ઓફર્સ માત્ર દિલ્હી માટે છે.
- જો તમે ઓફર સ્વીકારો છો તો કંપની તમારા તરફથી જણાવવામાં આવેલા સમય અને દિવસે તમારી પાસે આવશે. તમારા જૂના અથવા ભંગાર વ્હીકલની તપાસ કરીને દરેક ડોક્યુમેન્ટ ચકાસીને સાઇન લેવામાં આવશે. 

 

કંપની કરશે દરેક કામ
કંપનીની વેબસાઇટ પ્રમાણે CERO તરફથી જૂના વ્હીકલ્સ માટે આકર્ષક કિંમત આપવાની સાથે બીજી સર્વિસિઝ જેમકે, ટોઇંગ ફ્રીમાં કરી આપવામાં આવે છે. કંપનીની ટીમને સ્ક્રેપ કાર્સ મળ્યા બાદ તેને ગ્રેટર નોઇડામાં રહેલા રીસાઇકલિંગ ફેસેલિટીમાં મોકલવામાં આવે છે. ફેસેલિટીમાં વર્લ્ડ ક્લાસ ટેક્નોલોજીના ઉપયોગથી જૂના વ્હીકલ્સને સ્ક્રેપ કરવાનું કામ કરવામાં આવે છે. કંપનીએ યુરોપ અને અમેરિકામાંથી સાધનો ઇમ્પોર્ટ કર્યા છે. ઉપરાંત કંપની સ્ક્રેપ કારના ડીરજિસ્ટ્રેશનનું કામ પણ જાતે જ કરે છે. સાથે કારના માલિકને ડીરજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. 

 

તમને મળી શકે છે ટેક્સમાં છૂટ
સ્ક્રેપ કારની કિંમત વ્હીલના પ્રકાર, કેટલી જૂની અને કન્ડિશન પ્રમાણે અલગ-અલગ હોઇ શકે છે. ઓનર CEROને વ્હીકલ ડોનેટ પણ કરી શકો છો. CEROનું ટાઇઅપ મહિન્દ્રા એનજીઓ સાથે છે, જે પછાત વિસ્તારની બાળાઓને ભણતર અપાવવાનું કામ કરે છે. એનજીઓ તરફથી ઓનરને ટેક્સની છૂટ માટે 80G સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે.