Home » Automobile » obv will helps you to find out fair market value of used cars in 10 seconds

10 સેકન્ડમાં જાણો સેકન્ડ હેન્ડ કાર-બાઇકની કિંમત, ખરીદનાર-વેચનાર બન્નેને થશે ફાયદો

Divyabhaskar.com | Updated - Aug 31, 2018, 03:10 PM

15થી 16 વર્ષમાં બનેલા અંદાજે 1 હજાર મોડલ્સ અને 4 હજાર વેરિએન્ટ્સની જાણી શકો છો કિંમત

  • obv will helps you to find out fair market value of used cars in 10 seconds

    ઓટો ડેસ્કઃ દેશની સૌથી મોટી ઓનલાઇન ઓટોમોબાઇલ ટ્રાન્જેક્શન માર્કેટપ્લેસ ડ્રૂમમાં બે વર્ષ પહેલા યુનિક પ્રાઇસિંગ એન્જિન ઓરેજ બુક વેલ્યુ (OBV) હતું. કોઇપણ યૂઝ્ડ ઓટોમોબાઇલની સાચી માર્કેટ વેલ્યુ જણાવવાનો વાયદો કરનારી OBV પ્લેટફોર્મનું યુઝર બેઝ 28 મહિનાની અંદર 20 કરોડ થઇ ગયું છે. ડ્રૂમે જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કાર બાયર્સ અથવા કાર ડીલર્સ માત્ર 10 સેકન્ડમાં કોઇપણ વ્હીકલની માર્કેટ વેલ્યુ જાણી શકે છે. કંપનીનું કહેવું છે કે 20 કરોડ યૂઝરબેઝ સાથે OBV ભારતનું ત્રીજું સૌથી મોટું સર્ચ એન્જિન બની ગયું છે. કંપનીનું કહેવું છે કે પહેલા 10 કરોડ યૂઝર્સ ઓપરેશન શરૂ થયા બાદ પહેલા 20 મહિનામાં જ બની ગયા હતા, જ્યારે બીજા 10 કરોડ યૂઝર્સ છેલ્લા 8 મહિનામાં જોડાયા છે.

    કંપનીએ શું કહ્યું
    OBVની લોકપ્રિયતા અંગે ડ્રૂમના ફાઉન્ડર અને સીઇઓ સંદીપ અગ્રવાલનું કહેવું છે કે લાખો ભારતીય પોતાના વ્હીકલ્સને વેચવા અથવા ખરીદવા માટે પહેલા યુનિક અને લોકપ્રિય પ્રોડક્ટ OBV પર વિશ્વાસ મુકે છે. OBVથી પ્રી-ઓન્ડ વ્હીકલ્સને કોઇપણ મુશ્કેલી વગર ખરીદવાનું જ અને વેચવાનું જ સરળ નથી થયું પરંતુ તેનાથી યૂઝ્ડ વ્હીકલ્સના સર્ચ ટાઇમ અને સર્ચ કોસ્ટમાં પણ ઘટાડો થયો છે. OBVની મદદથી અમે વ્હીકલની કિંમત નક્કી કરતા પહેલા સ્ટેટિસ્ટિકલ પ્રમાણના આધારે ચેકપોઇન્ટ, અલ્ગોરિધમના આધારે પ્રાઇસિંગ અને ઇન્ડસ્ટ્રિયલ ટ્રેન્ડને ચેક કરીએ છીએ.

    અંદાજે 1 હજાર મોડલ્સનો ડેટા
    ડ્રૂમના OBV પર દર મહિને અંદાજે 1.5 કરોડ યૂઝર્સ યૂઝ્ડ વ્હીકલની ફેર માર્કેટ વેલ્યુ અંગે જાણે છે. અહીં કાર્સ, બાઇક્સ, સ્કૂટર્સ, સાઇકલ અને પ્લેન જેવી વ્હીકલ કેટેગરીઝ સામેલ કરવામાં આવી છે. પ્લેટફોર્મ પર છેલ્લા 15થી 16 વર્ષમાં બનેલા 1 હજાર મોડલ્સ અને 4 હજાર વેરિએન્ટ્સને કવર કરવામાં આવ્યા છે.

    કેવી રીતે કરવામાં આવે છે કામ
    તમે OBVના પ્લેટફોર્મ પર જઇને તમારી પસંદગી પ્રમાણે ખરીદવાનું અથવા વેચવાનું ઓપ્શન પસંદ કરી શકો છો. ત્યારબાદ, વ્હીકલની કેટેગરીને સિલેક્ટ કરો. પછી વિભિન્ન પેરામિટર જેમકે મોડલ, મોડલનું વર્ષ, મોડલનું વેરિએન્ટ અને મોડલની કન્ડિશન ભરો. આ બધુ કર્યા બાદ તમે વ્હીકલની ફેર માર્કેટ વેલ્યુ જાણી શકો છો.

    કોના માટે છે ફાયદાકારક
    - બાયર્સ અને સેલર્સ વ્હીકલની સાચી કિંમતનો અંદાજો લગાવી શકે છે. તેવામાં વચેટિયાઓને આપવામાં આવતા માર્જિનને પણ જાણી શકાય છે. તેમજ ભાવ-તાલ કરવામાં સરળતા રહે છે.
    - કાર ડીલર્સ માટે યૂઝ્ડ વ્હીકલની કિંમતને જાણવામાં સરળતા રહે છે.
    - બેન્ક અને એનબીએફસી પણ વ્હીકલની સાઇટ ઓફ કરતા પહેલા તેનો ઉપયોગ કરી શકે છે.
    - ઈન્સ્યોરન્સ કંપનીઓ કોઇપણ યૂઝ્ડ વ્હીકલની યોગ્ય એશ્યોર્ડ ડિક્લેર વેલ્યુ(IDV) જાણી શકે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Automobile

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ