• Home
  • Automobile
  • now ABS And EBD As Standard Across All Variants in Hyundai Xcent

Amazeના વધતા સેલિંગની અસર, હુન્ડાઇએ પોતાની આ કારમાં વધાર્યા સેફ્ટી ફિચર્સ

25.4 kmplની આપે છે એવરેજ, દરેક વેરિએન્ટમાં હશે ABS સહિતના ફીચર્સ

divyabhaskar.com | Updated - Aug 27, 2018, 05:40 PM
now ABS And EBD As Standard Across All Variants in Hyundai Xcent

ઓટો ડેસ્કઃ ભારતમાં કાર માર્કેટ ગ્રોથ કરી રહ્યું છે. જેના કારણે વિવિધ કાર નિર્માતા કંપનીઓમાં કારનું સેલિંગ વધારવા અને કારને લોકપ્રિય બનાવવા માટેની રેસ લાગે છે. જેનું તાજું ઉદાહરણ હ્યુન્ડાઇ Xcent છે. એપ્રિલ સુધી Xcent કોમ્પેક્ટ સિડાન સેગમેન્ટમાં બીજા ક્રમે હતી, પરંતુ નવા અપડેટ સાથે લોન્ચ થયેલી હોન્ડા અમેજે આ સ્થાન તેની પાસેથી પડાવી લીધું છે. જેને લઇને હ્યુન્ડાઇએ Xcentમાં કેટલાક અપડેટ કર્યા છે. જોકે આ બધા અપડેટ સેફ્ટી ફીચર્સને લઇને છે. હવે હ્યુન્ડાઇના દરેક વેરિએન્ટમાં એબીએસ સહિતના સેફ્ટી ફીચર્સ જોવા મળશે. કંપનીએ સેફ્ટી ફીચર્સ સિવાય કારમાં કોઇ ખાસ અપડેટ કર્યા નથી. આ કારની એક્સશોરૂમ કિંમત પેટ્રોલ વેરિએન્ટની 5.50 લાખથી 7.69 લાખ રૂપિયા છે, જ્યારે ડીઝલ વેરિએન્ટની કિંમત 6.42 લાખથી 8.61 લાખ રૂપિયા છે.

હવે આ સેફ્ટી ફીચર્સ હશે સ્ટાન્ડર્ડ
હ્યુન્ડાઇએ Xcentના તમામ વેરિઅન્ટમાં એડિશનલ સેફ્ટી ફીચર્સ ઉમેર્યા છે. હવે Xcentમાં એબીએસ, ઇબીડી અને ડ્યૂઅલ એરબેગ્સ દરેક મોડલ્સમાં આપવામાં આવશે. આ ફીચર્સ આપવાનું કારણ કારનું સેલિંગ છે. કંપનીનું માનવું છે કે સેફ્ટી ફીચર્સ ઉમેરવાથી કારના સેલિંગના આંકડામાં બદલાશે. આ ચેન્જિસ સાથે આ સેગમેન્ટમાં મારુતિ સુઝુકી ડિઝાયર, ફોક્સવેગન અમિયો, હોન્ડા અમેઝ અને ટાટા ટિગોર જેવી કાર વધુ એગ્રેસિવ લાગી રહી છે.

Amazeના વધતા સેલિંગની અસર
હોન્ડાએ ત્રણ મહિના પહેલા એટલે કે મે 2018માં Amazeની સેકન્ડ જનરેશનને લોન્ચ કરી હતી. લોન્ચિંગના ત્રણ મહિનામાં જ અમેજના સેલિંગમાં બમ્પર વધારો જોવા મળ્યો છે. કંપનીએ ત્રણ મહિનામાં આ કારના 30 હજાર જેટલા યુનિટ વેચ્યા છે. સેલિંગના મામલે આ કાર કોમ્પેક્ટ સિડાન સેગમેન્ટમાં મારુતિ ડિઝાયર પછી બીજા ક્રમે આવી ગઇ છે. Amazeના નવા મોડલના લોન્ચિંગ પહેલા આ સ્થાન એક્સન્ટનું હતું. જે છિનવાઇ ગયું છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે સેલિંગ ચાર્ટમાં પોતાનું સ્થાન પાછું મેળવવા માટે હ્યુન્ડાઇ તરફથી Xcentમાં સેફ્ટી ફીચર્સ અપગ્રેડ કરવામાં આવ્યા છે.

now ABS And EBD As Standard Across All Variants in Hyundai Xcent

Xcentના ફીચર્સ
ગયા વર્ષે એપ્રિલ મહિનામાં હ્યુન્ડાઇના એક્સ્ટિરિયર અને ઇન્ટિરિયરમાં ચેન્જિસ કરવામાં આવ્યા હતા. જેમાં નવી ગ્રિલ, એલઇડી ડીઆરએલ્સ, રિડિઝાઇન હેડલેમ્પ અને ન્યૂ વ્રેપઅરાઉન્ડ ટેલલાઇટ્સ આપવામાં આવી છે. આ ઉપરાંત કેબિનમાં ડ્યૂઅલ ટોન ડેશબોર્ડ, 7 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ, બ્લૂટૂથ કનેક્ટિવિટી, એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો આફવામાં આવ્યા છે. આ કારમાં ગ્લબબોક્સ, કૂલિંગ, ન્યૂ ફેબ્રિક અપહોલસ્ટ્રી, ઓટો ક્લાઇમેટ કંટ્રોલ અને ડ્રાઇવર સીટ હાઇટને અપડેટ કરવામાં આવી છે.

now ABS And EBD As Standard Across All Variants in Hyundai Xcent

એન્જિન સ્પેકિફિકેશન
Xcentમાં 1.2 લિટર ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. જે 74 બીએચપી પાવર અને 190 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે.  કારમાં 1.2 લિટર પેટ્રોલ એન્જિન છે, જે 82 બીએચપી પાવર અને 114 એનએમ ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. બન્ને એન્જિન ઓપ્શનમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. કારની એવરેજની વાત કરવામાં આવે તો આ કારના પેટ્રોલ વેરિએન્ટની એવરેજ 20.14 kmpl અને ડીઝલ વેરિએન્ટની એવરેજ 25.4 kmpl છે. 

X
now ABS And EBD As Standard Across All Variants in Hyundai Xcent
now ABS And EBD As Standard Across All Variants in Hyundai Xcent
now ABS And EBD As Standard Across All Variants in Hyundai Xcent
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App