Fortuner સામે નિસાન લોન્ચ કરશે નવી એસયુવી Terra, શાનદાર છે ડીઝાઇન અને ફીચર્સ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ જાણીતી કાર નિર્માતા કંપની નિસાન દ્વારા ઇન્ડોનેશિયામાં ચાલી રહેલા GIIAS 2018માં પોતાની અપકમિંગ એસયુવી ટેર્રા(Terra)ને રજૂ કરી છે. આ એસયુવીના ઇન્ટરનેશનલ માર્કેટ ઉપરાંત એશિયન માર્કેટમાં ભારત સહિતના અમુક ભાગોમાં લોન્ચ કરવામાં આવશે. જો આ એસયુવીને ભારતમાં લોન્ચ કરવામાં આવશે તો તેની સીધી ટક્કર ટોયોટા ફોર્ચ્યુનર અને ફોર્ડ એન્ડેવર સાથે થશે. પ્રીમિયમ માર્કેટમાં નિસાનની જોઇએ તેવી પકડ નથી, તેવામાં આ કારને લોન્ચ કરીને પોતાની પકડને વધુ મજબૂત કરવાની યોજના કંપનીની છે. 

 

ડીઝાઇન અને ફીચર્સ
- આ એસયુવી નિસાન નવારા(Navara) બેસ્ડ છે. 
- નિસાન ટેર્રામાં શાર્પ હેડલેમ્પ્સ છે, જેમાં પ્રોજેક્ટર યૂનિટ્સ અને એલઇડી ડેટાઇમ રનિંગ લાઇટ આપવામાં આવી છે.
- મસ્ક્યૂલર ફ્રન્ટ ગ્રિલમાં નિસાનની સિગ્નેચર વી-શેપ્ડ ક્રોમ છે. કારમાં ફોગ લેમ્પને ક્રોમ ટચ આપવામાં આવ્યો છે.
- આ એસયુવીની સાઇડ પ્રોફાઇલની વાત કરવામાં આવે તો તેમાં ફ્લર્ડ ફેન્ડર્સ, લાર્જ બોલ્ડ લુકિંગ એલોય વ્હીલ્સ, ઓઆરવીએમ્સ ટર્ન ઇન્ડિકેટર(ક્રોમ ફિનિશિંગ કેપ્સ સાથે) છે.
- કારની સ્ટાઇલિશ લુક આપવામાં માટે ડોર હેન્ડલ્સમાં ક્રોમ ફિનિશિંગ કરવામાં આવ્યું છે.
- એસયુવીના અન્ય ફીચર્સની વાત કરવામાં આવે તો તેમાં 4WD-Diff લોક, હિલ ડિસ્કેન્ટ કંટ્રોલ અને હિલ સ્ટાર્ટ એસિસ્ટ જેવી ફીચર્સ હશે.
- એસયુવીમાં એરાઉન્ડ વ્યૂ મોનિટર, મુવિંગ ઓબ્જેક્ટ ડેટેક્શન, લેન ડિપાર્ચર વોર્નિંગ, બ્લાઇન્ડ સ્પોટ વોર્નિંગ અને ઇન્ટેલિજન્ટ ઇમરજન્સી બ્રેકિંગ જેવા સેફ્ટી ફીચર્સ હશે.
 
એન્જિન સ્પેસિફિકેશન
- આ એસયુવીમાં 2.3 લિટર ડીસીઆઇ ટર્બો ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. જે 187 બીએચપી પાવર અને 450 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે.
- ચીન માટે આ કારમાં 2.5 લિટર ક્યૂઆર25 નેચરલી એસ્પાઇરેટેડ પેટ્રોલ એન્જિન હશે, જે 184 પીએસ પાવર અને 251 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે.
- કારમાં સિક્સ સ્પીડ મેન્યુઅલ અથવા સેવન સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ઓપ્શન હશે. 
- નિસાન ટેર્રાની લંબાઇ 4,882 mm, પહોળાઇ 1,850 mm અને ઉંચાઇ 1,835 mm છે. જ્યારે વ્હીલબેઝ 2,850 mm છે.
- આ એસયુવીના અમુક વેરિએન્ટ્સમાં 4WD ઓપ્શન પણ આપવામાં આવી શકે છે. 

અન્ય સમાચારો પણ છે...