લોન્ચિંગ પહેલા નિસાન Kicksનો સ્કેચ થયો જારી, ક્રેટા-જીપ કમ્પાસ સાથે થશે મુકાબલો

આ નિસાનની પ્રીમિયમ કાર હશે, જેને 2019માં લોન્ચ કરવામાં આવશે

divyabhaskar.com | Updated - Sep 11, 2018, 06:22 PM
nissan will launch Kicks soon, sketches released for india

ઓટો ડેસ્કઃ ભારતીય બજાર માટે નવી સ્ટ્રેટજીની જાહેરાત કર્યા બાદ જાપાનની કાર નિર્માતા કંપની નિસાન મોટરે પોતાની આગામી કોમ્પેક્ટ એસયુવી Kicksનો પહેલો સ્કેચ જારી કર્યો છે. નિસાન Kicksને ભારતમાં વર્ષ 2019ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે. આ મોડલ નિસાન અને ડેટ્સન બ્રાન્ડની નવી પ્રોડક્ટ્સમાની એક છે, જેને કંપની આગામી કેટલાક વર્ષોમાં રજૂ કરવાની યોજના બનાવી રહી છે. Kicks હાલ ગ્લોબલ માર્કેટમાં વેચાઇ જ રહી છે અને તેને વી પ્લેટફોર્મ પર ડેવલપ કરવામાં આવી છે. જોકે, આ મોડલનું ભારતીય વર્ઝન BO પ્લેટફોર્મ પર હશે. આ પ્લેટફોર્મ પર રેનો ડસ્ટર અને કેપ્ચર ઉપરાંત નિસાન ટનેરોને પણ ડેવલપ કરવામાં આવી છે.

ઇન્ટરનેશનલ મોડલથી કેટલી હશે અલગ
આ જ કારણથી નિસાન Kicksનું ભારતીય વર્ઝનના વ્હીલબેઝ ઇન્ટરનેશનલ મોડલની તુલનામાં વધારે લાંબુ હોઇ શકે છે. આ ઉપરાંત, તેની કેબિન સ્પેસ અને બૂટ કેપેસિટીમાં પણ સુધારો કરવામાં આવશે. જોકે, કારની ડિઝાઇન નિસાનની ગ્લોબલ ડિઝાઇન પ્રમાણે હશે, જ્યાં ફ્રન્ટ ગ્રિલ વી-મોશન જેવું દેખાશે. આ કારમાં એલઇડી હેડલેમ્પ અને બૂમરેંગ શેપ ટેલલાઇટ્સ પણ હોઇ શકે છે.

ટેક્નિકલ સ્પેસિફિકેશન
નિસાન Kicks કંપની તરફથી રજૂ કરવામાં આવનારી પ્રીમિયમ કાર રહેશે જેને ટરેનોથી ઉપર રાખવામાં આવશે. આ કારમાં 1.5 લિટર ડીઝલ એન્જિન આપવામાં આવશે, જે રેનો કેપ્ચરમાં પણ છે. આ એન્જિન 108 બીએચપી પાવર અને 240 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે તેમાં 1.5 લિટર પેટ્રોલ એન્જિન પણ આપવામાં આવી શકે છે. કારમાં 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન છે. હવે એ જોવાનું રહ્યું કે શું નિસાન તેમાં ઓટોમેટિક વર્ઝનને પણ લોન્ચ કરશે કે નહીં.

કઇ કાર સાથે થશે મુકાબલો
નિસાન Kicksનો મુકાબલો ભારતમાં જીપ કમ્પાસ અને હ્યુન્ડાઇ ક્રેટા સાથે થશે. નિસાન Kicks શહેરી વિસ્તારો અને યુવાનોને ધ્યાનમાં રાખીને લોન્ચ કરવામાં આવશે.

X
nissan will launch Kicks soon, sketches released for india
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App