Home » Automobile » નવી ટાટા ટિયાગો XZ+ ભારતમાં લોન્ચ કિંમત | New Tata Tiago will take on Hyundai Santro

લોકોને ખૂબ પસંદ આવી રહી છે આ લૉ બજેટ કાર... ગત 3 મહિનામાં 25 હજારથી વધુએ ખરીદી, ઓછી કિંમત અને અંદરથી આટલી છે લક્ઝુરિયસ; 27km ની છે માઇલેજ

Divyabhaskar.com | Updated - Dec 04, 2018, 01:34 PM

આવો હશે તેનો નવો વેરિઅન્ટ, ફીચર્સ અને કિંમત થયા લીક

  • નવી ટાટા ટિયાગો XZ+ ભારતમાં લોન્ચ કિંમત | New Tata Tiago will take on Hyundai Santro
    નવી ટાટા ટિયાગો XZ+ બે નવા કલર વેરિઅન્ટમાં લોન્ચ થશે

    ઓટો ડેસ્કઃ ટાટા પોતાની પોપ્યુલર Tiago કારનો નવો ટોપ વેરિઅન્ટ XZ+ ભારતમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. જો કે, લોન્ચિંગ પહેલા જ તેના ફીચર્સ લીક થઇ ગયા છે. નવા વેરિઅન્ટના એન્જિનમાં કોઇ બદલાવ કરવામાં નથી આવ્યો, પરંતુ તેમાં ઘણા કોસ્મેટિક ચેન્જ કરવામાં આવ્યા છે. અર્થાત્ આ વેરિઅન્ટ વધુ સ્ટાઇલિશ હશે. ઉલ્લેખનીય છે કે, ગત ઓગસ્ટમાં 9277, સપ્ટેમ્બરમાં 8377 અને ઓક્ટોબરમાં 7549 યુનિટ્સ ટિયાગોનું વેચાણ થયું હતું.

    હાલમાં કંપનીએ તેની લોન્ચિંગ ડેટ જાહેર નથી કરી, પરંતુ મીડિયામાં તેના ફીચર્સની તમામ ડિટેઇલ્સ આવી ગઇ છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં ડીઝલ વેરિઅન્ટમાં ટિયાગોનો ટોપ વેરિઅન્ટ XZ છે, જેની એક્સ-શોરૂમ કિંમત 6.04 લાખ રૂપિયા છે. જ્યારે પેટ્રોલમાં તેનો ટોપ વેરિઅન્ટ XZA છે, જેની એક્સ-શોરૂમ કિંમત 5.63 લાખ રૂપિયા છે. અહેવાલો અનુસાર, કંપની ટિયાનો સૌથી ટોપ વેરિઅન્ટ XZ Plus લોન્ચ કરવાની છે.


    Tiago XZ પ્લસના ફીચર્સ

    > કારમાં નવા બ્લેક-આઉટ પ્રોજેક્ટ હેડલેમ્પ્સ મળશે. જેમાં 15 ઇંચના ડ્યુઅલ ટોન એલોય વ્હીલ મળશે.
    > તેમાં ઇલેક્ટ્રિક ફોલ્ડિંગ ORVM, બોડી સાઇડ મોલ્ડિંગ અને ક્રોમ ગાર્નિશ આપવામાં આવ્યું છે.
    > તેને બે નવા કલર કેનિયન ઓરેન્જ અને ઓશિયન બ્લૂમાં લોન્ચ કરવામાં આવશે. રૂફ પણ ડ્યુઅલ ટોન મળશે.
    > 7-ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ એન્ડ્રોઇડ ઓટો અને વોઇસ કમાન્ડ સાથે આવશે.
    > ACની સાથે ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ ફીચર મળશે.


    Tiago XZ+ નું એન્જિન અને માઇલેજ
    તેમાં 1.2 લીટર પેટ્રોલ અને 1.5 લીટર ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે, બંને એન્જિન મેન્યુઅલી 5-ગિઅર બોક્સ સાથે આવશે. તેની સાથે કારમાં ઓટોમેટિક ગિઅરનો પણ ઓપ્શન મળશે. તેના ડીઝલ વેરિઅન્ટની માઇલેજ 27 km/l છે. તેના પેટ્રોલ વેરિઅન્ટની દિલ્હી એક્સ-શોરૂમ પ્રાઇઝ 5.7 લાખ રૂપિયા હોઇ શકે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Automobile

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ