નવું Royal Enfield બુલેટ ચલાવનારા કરે છે 4 ભૂલ, બચવું જોઇએ તેનાથી

new Royal Enfield riders doing common mistake during modification

divyabhaskar.com

Aug 25, 2018, 11:24 AM IST

ઓટો ડેસ્કઃ ભારતમાં રોયલ એનફિલ્ડ એક એવી બાઇક બ્રાન્ડ છે, જેના વિશે દરેક વ્યક્તિ જાણે છે. મોટાભાગે Royal Enfieldને રેટ્રો લુક અને એન્જિનના અવાજના કારણે વધારે ખરીદવામાં આવે છે. Royal Enfieldના બુલેટને શોરૂમ બહાર સરળતાથી મોડિફાઇ કરી શકાય છે. નવી Royal Enfield ખરીદનારા અનેક લોકો બાઇકને મોડિફાઇ કરાવે છે, જોકે એ સમયે તેઓ અનેક ભૂલો કરી બેસે છે. કેટલુક મોડિફિકેશન એવું હોય છે, જેના કારણે તમારી બાઇક જપ્ત પણ થઇ શકે છે. આજે અમે અહીં એવા જ મોડિફિકેશન અંગે જણાવી રહ્યાં છીએ, જેને ન કરાવવું જોઇએ.

સસ્તા અને ડિઝાઇનર એક્ઝોસ્ટ
રોયલ એનફિલ્ડ ચલાવનારા પરંપરાગત રીતે તેના એન્જિનને પસંદ કરે છે, પરંતુ કેટલાક લોકો તેમાં સ્ટોક એક્ઝોસ્ટને સસ્તા વૈકલ્પિક સાઇલેન્સર સાથે રિપ્લેસ કરાવી દે છે, જે ગુસ્સો અપાવે તેવો અવાજ ઉત્પન્ન કરે છે. મોટાભાગે સસ્તા બાઇક એક્ઝોસ પ્રી ફ્લોવાળા અને કેટેલિટિક કન્વર્ટરવાળા હોય છે. જોકે તમારી બાઇકમાંતી નિકળતા ખતરનાક એમિશનથી પર્યાવરણને નુક્સાન પહોંચે છે. ફ્રી ફ્લો એક્ઝોસ લગાવવાથી નુક્સાન થાય છે. વધારે અવાજ અને એમિશનમાં વધારાના કારણે આરટીઓ અથવા પોલીસ દ્વારા તમારી બાઇક જપ્ત કરવામાં આવી શકે છે.

સસ્તા અને ઓછી ક્વાલિટીવાળા એલોય
આ સૌથી વધુ ખતરનાક અને વધારે પ્રચલિત મોડિફિકેશન છે. ઓછી ક્વાલિટીવાળા એલોયને માત્ર બાઇકના લુકને બદલવા માટે લગાવવામાં આવે છે, પરંતુ બાઇક ચલાવનારા માટે તે ઘણા જોખમી છે. બુલેટ જેવી ભારી બાઇક માટે તે વધારે નુક્સાનકારક સાબિત થઇ શકે છે. ખરાબ ક્વાલિટીવાળા એલોયથી રિમ તૂટી શકે છે. એર લીક થઇ શકે છે અને ઇન્સ્યોરન્સ અથવા વોરન્ટી ખતમ થવાનું જોખમ રહે છે. એવા અનેક ઉદાહરણ જોવા મળ્યા છે કે ખરાબ એલોયના કારણે ટાયર ફાટી જાય છે. જો તમે નવા એલોય લગાવવા માગો છો તો તમારે સર્ટિફાઇડ ઓઇએમ રિમ જ લગાવવા જોઇએ.

વધારે પાવરફુલ હોર્ન
નવુ બુલેટ ખરીદનારા અનેક લોકો વધારે અવાજવાળા હોર્ન લગાવે છે, પરંતુ તેઓ ભૂલી જાય છે કે ભારતના વ્હીકલ એક્ટ અનુસાર વધારે અવાજવાળા હોર્ન લગાવવા ગેરકાયદે છે. જો તમે આ પ્રકારના હોર્ન લગાવો છો તો તમને પોલીસ પકડી શકે છે અને દંડ ફટકારી શકે છે. આ ઉપરાંત પાવરફુલ હોર્ન લગાવવાથી વાયરિંગમાં છેડછાડ કરવી પડે છે, જેનાથી બાઇકમાં આગ લાગવાનું જોખમ રહે છે.

ખરાબ ડિઝાઇનવાળા ક્રેશ અથવા લેગ ગાર્ડ
ક્રેશ ગાર્ડ તમારી બાઇકની સેફ્ટી માટે મહત્વના છે, તેનાથી બાઇક અને બાઇક ચલાવનારા બન્ને સુરક્ષિત રહી શકે છે, પરંતુ તમે ખરાબ ક્વાલિટી અથવા ખરાબ ડિઝાઇનવાળા લેગ ગાર્ડ્સ લગાવો છો તો ક્રેશ દરમિયાન તે અસરકારક રહેતા નથી. ક્રેશ દરમિયાન ઓછી ક્વાલિટીના કારણે લેગ ગાર્ડ બેન્ડ થઇ શકે છે. તેથી સારી ક્વાલિટીવાળા ક્રેશ ગાર્ડ લગાવો અથવા રોયલ એનફિલ્ડના સર્ટિફાઇડ ક્રેશ ગાર્ડ લગાવવા જોઇએ.

X
new Royal Enfield riders doing common mistake during modification

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી