• Home
  • Automobile
  • નવી મારુતિ અર્ટિગા 2018 લોન્ચ કિંમત | New Ertiga launch 2018 India Price

મારુતિએ લોન્ચ કરી નવી અર્ટિગા, વધુ એવરેજનો દાવો, કિંમત 7.44 લાખથી શરૂ

પેટ્રોલ-ડીઝલ એન્જિન મળશે, રૂફ એસી અને ટચ ઇન્ફોટેનમેન્ટ સહિતના અઢળક ફીચર્સ

divyabhaskar.com | Updated - Nov 21, 2018, 02:53 PM
મારુતિ અર્ટિગાની સીધી ટક્કર ઇનોવા ક્રિસ્ટા અને મહિન્દ્રા મરાઝો સાથે છે
મારુતિ અર્ટિગાની સીધી ટક્કર ઇનોવા ક્રિસ્ટા અને મહિન્દ્રા મરાઝો સાથે છે

ઓટો ડેસ્કઃ આજે મારુતિ સુઝુકીએ નવી અર્ટિગા 2018 ભારતમાં લોન્ચ કરી. મલ્ટી પર્પઝ વ્હીકલ (MPV) સેગમેન્ટમાં મારુતિ અર્ટિગા સૌથી સસ્તી અને દમદાર કાર છે. પેટ્રોલ અને ડીઝલ એમ બંને વેરિઅન્ટમાં લોન્ચ થયેલી નવી અર્ટિગાના એન્ટ્રી લેવલ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 7.44 લાખ રૂપિયા છે. જ્યારે Maruti Suzuki Ertiga 2018ના ટોપ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 10.9 લાખ રૂપિયા છે. પેટ્રોલમાં મેન્યુઅલ અને ઓટોમેટિક એમ બંને ગીયરબોક્સ વેરિઅન્ટ કંપનીએ લોન્ચ કર્યા છે, જ્યારે ડીઝલમાં માત્ર 5-ગીયરબોક્સ મેન્યુઅલ વેરિઅન્ટ મળશે.

Maruti Ertiga 2018 પેટ્રોલ વેરિઅન્ટની કિંમતો
LXi MT – Rs 7.44 lakhs
VXi MT – Rs 8.16 lakhs
ZXi MT – Rs 8.99 lakhs
ZXi+ MT – Rs 9.5 lakhs

Maruti Ertiga 2018 પેટ્રોલ ઓટોમેટિક ટ્રાન્સમિશનની કિંમતો
VXi AT – Rs Rs 9.18 lakhs
ZXi AT – Rs 9.95 lakhs

Maruti Ertiga ડીઝલ વેરિઅન્ટની કિંમતો
LDi MT – Rs 8.84 lakhs
VDi MT – Rs 9.56 lakhs
ZDi MT – Rs 10.39 lakhs
ZDi+ MT – Rs 10.9 lakhs

નવી મારુતિ અર્ટિગાની એવરેજ
કંપનીએ નવી અર્ટિગાની પહેલી બેચ ડીલર્સને ત્યાં મોકલાવી દીધી છે. અહેવાલો અનુસાર, લોન્ચ પહેલા જ નવી અર્ટિગાને 10000થી વધુ કસ્ટમર્સે બુક કરાવી દીધી છે. દાવા અનુસાર, નવી અર્ટિગાના મેન્યુઅલ પેટ્રોલ વેરિઅન્ટમાં 19.34 કિમી/લીટરની એવરેજ મળશે. જ્યારે પેટ્રોલ ઓટોમેટિક વેરિઅન્ટમાં 18.69 કિમી/લીટરની એવરેજ મળશે. જ્યારે ડીઝલ વેરિઅન્ટમાં 25.47 કિમી/લીટરની એવરેજ મળશે. નવી મારુતિ સુઝુકી અર્ટિગા હાલમાં સીએનજી ઓપ્શન નહીં મળે, પરંતુ ટૂંક જ સમયમાં સીએનજી વેરિઅન્ટ પણ કંપની લોન્ચ કરશે.

ઇનોવા ક્રિસ્ટા જેવો લૂક
ગાડીવાડીના અહેવાલ અનુસાર, કંપનીએ ઇન્ડોનેશિયા ઇન્ટરનેશનલ મોટર શો 2018માં સૌથી પહેલીવાર નવી અર્ટિગા લોન્ચ કરી હતી. નવી અર્ટિગા લૂકના મામલે જૂના મોડલ કરતાં આકર્ષક જણાય છે. તેનો લૂક ઇનોવા ક્રિસ્ટાને મળતો આવે છે. કંપનીએ અર્ટિગાને હોન્ડાની BR-V અને મહિન્દ્રાની Marazzoની સામે લોન્ચ કરી છે. કંપનીએ નવી અર્ટિગાનું બુકિંગ શરૂ કરી દીધું છે. કંપનીની ઓફિશિયલ વેબસાઇટ અથવા ડીલર દ્વારા નવી અર્ટિગા બુક કરાવી શકાશે. નવી અર્ટિગામાં ડ્યુઅલ એરબેગ્સ પ્રોટેક્શન મળશે.

જૂના મોડલ કરતાં સાઇઝમાં મોટી
નવી અર્ટિગા 2018ની સાઇઝ જૂના મોડલની સરખામણીમાં મોટી છે. એન્જિન પણ અગાઉ કરતાં વધુ પાવરફુલ છે. અર્ટિગાની સેકન્ડ જનરેશન કારને HEARTECT પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. આ પ્લેટફોર્મ પર જ કંપનીએ સ્વિફ્ટ, સ્વિફ્ટ ડિઝાયર, બલેનો અને ઇગ્નિસને તૈયાર કરવામાં આવી હતી. નવી અર્ટિગામાં નવું હેક્સાગોન ગ્રિલ પર ક્રોમનો લૂક આપવાની સાથોસાથ એંગ્યૂલર હેડલેમ્પની સાથે પ્રોજેક્ટર લેન્સ આપવામાં આવ્યો છે.

નવી અર્ટિગાના ફીચર્સ
ફીચર્સના મામલમાં કારના ફ્રન્ટ બમ્પર પર સી-શેપવાળા ફોગ લેમ્પ આપવામાં આવ્યા છે. નવું બોનેટ ખાસ કર્વને કારણે વધારે પાવરફુલ દેખાય છે. તેના રિયરમાં ટેલ લાઇટ એલ-શેપમાં આપવામાં આવી છે, તેમાં LED લાઇટ છે. નવી અર્ટિગા જૂના મોડલ કરતાં અંદાજે 90mm લાંબી, 40mm પહોળી અને 5mm ઊંચી છે. તેનો વ્હીલ બેઝ 2740mm છે.

આગળ જુઓ નવી અર્ટિગાના વધુ ફોટોગ્રાફ્સ

MPV સેગમેન્ટમાં અર્ટિગા સૌથી સસ્તી કાર છે
MPV સેગમેન્ટમાં અર્ટિગા સૌથી સસ્તી કાર છે
અર્ટિગાનો રિઅર વ્યૂ
અર્ટિગાનો રિઅર વ્યૂ
અર્ટિગામાં પહેલીવાર ટચ ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ મળશે. કેબિનમાં ત્રણ રૂફ એસી વેન્ટ પણ છે
અર્ટિગામાં પહેલીવાર ટચ ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ મળશે. કેબિનમાં ત્રણ રૂફ એસી વેન્ટ પણ છે
નવી અર્ટિગાનો રૂફ કટ વ્યૂ
નવી અર્ટિગાનો રૂફ કટ વ્યૂ
X
મારુતિ અર્ટિગાની સીધી ટક્કર ઇનોવા ક્રિસ્ટા અને મહિન્દ્રા મરાઝો સાથે છેમારુતિ અર્ટિગાની સીધી ટક્કર ઇનોવા ક્રિસ્ટા અને મહિન્દ્રા મરાઝો સાથે છે
MPV સેગમેન્ટમાં અર્ટિગા સૌથી સસ્તી કાર છેMPV સેગમેન્ટમાં અર્ટિગા સૌથી સસ્તી કાર છે
અર્ટિગાનો રિઅર વ્યૂઅર્ટિગાનો રિઅર વ્યૂ
અર્ટિગામાં પહેલીવાર ટચ ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ મળશે. કેબિનમાં ત્રણ રૂફ એસી વેન્ટ પણ છેઅર્ટિગામાં પહેલીવાર ટચ ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ મળશે. કેબિનમાં ત્રણ રૂફ એસી વેન્ટ પણ છે
નવી અર્ટિગાનો રૂફ કટ વ્યૂનવી અર્ટિગાનો રૂફ કટ વ્યૂ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App