ડિમાન્ડ / હોન્ડા સિવિક 10th જનરેશનમાં બુકિંગ બાદ એક મહિનાનો ડિલિવરી વેઈટિંગ પિરિયડ

Divyabhaskar.com

Mar 13, 2019, 04:34 PM IST
New Honda Civic 10th gen get 1100 bookings in Two month
X
New Honda Civic 10th gen get 1100 bookings in Two month

 • નવી હોન્ડા સિવિકને લોન્ચ થતાની સાથે જ 1100 કરતા વધુ યુનિટનું બુકિંગ મળ્યું
 • હોન્ડા સિવિકને ટક્કર આપતી ત્રણ કારના બે મહિનામાં માત્ર 825 યુનિટ વેચાયા

ઓટો ડેસ્ક. હોન્ડાની 10th નરેશન હોન્ડા સિવિક ભારતમાં લોન્ચ થઈ ચૂકી છે. તેની સાથે ગણતરીના દિવસો પહેલાં જ તેનું પ્રિ-બુકિંગ શરૂ કરી દેવાયું હતું. ત્યારે કંપનીને અત્યાર સુધીમાં 1100 ઓર્ડર મળી ગયા છે. કંપનીએ આ કારની એક્સ શો રૂમ કિંમત રૂપિયા 17.7 લાખથી લઈને 22.3 લાખની વચ્ચે રાખી છે. ડીલરોનું માનીએ તો નવી સિવિક માટે ગ્રાહકોને 15 દિવસથી લઈને એક મહિના સુધીનો વેઈટિંગ પિરિયડ આપવામાં આવી રહ્યો છે. જેમાં ગ્રાહકો દ્વારા કારનાં વેરિઅન્ટ, કલર અને એન્જિનની ડિમાન્ડ પ્રમાણે વેઈટિંગ પિરિયડમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. 

આ કારની સમગ્ર ભારતમાં કિંમત એક સરખી

1.હેન્ડાના સૂત્રના જણાવ્યા મુજબ કંપનીને 20 દિવસમાં જેટલું બુકિંગ મળ્યું છે તે આ સેગમેન્ટના છેલ્લા બે મહિનાના વેચાણ બરાબર છે. 10મી એડિશન હોન્ડા સિવિકની ટક્કર હ્યૂન્ડાઈ એલાન્ટ્રા, સ્કોડા ઓક્ટિવિયા અને ટોયોટા કોરોલા અલ્ટિસ સાથે થવાની છે. આ તમામ કારને છેલ્લા બે મહિનામાં મળેલા રિસ્પોન્સ નીચે મુજબ છે.
2.છેલ્લા બે મહિનામાં વેચાયેલી આ સેગમેન્ટની કારના વેચાણ ઉપર નજર કરીએ તો ત્રણ કાર મળીને 825 યુનિટ વેચાયી હતી. આ ત્રણ કારના આંકડા નવી હોન્ડા સિવિકની બુકિંગ કરતા પણ ઓછા છે. જેનાથી એ જાણી શકાય કે, નવી હોન્ડા સિવિકની ડિમાન્ડ અને લોકપ્રિયતા કેટલી છે.
3.કંપનીએ નવી હોન્ડા સિવિકને પેટ્રોલ અને ડિઝલ એમ બન્ને એન્જિન ઓપ્શનમાં ઉતારી છે. સિવિક પેટ્રોલમાં 1.4 લીટરનું 4 સિલિન્ડર આઈવી ટેક એન્જિન આપ્યું છે. જે 141 પીએસ પાવર અને 174 એનએમનો ટોર્ક જનરેટ કરવા માટે સક્ષમ છે. પેટ્રોલ એન્જિન સાથે સીવીટી ગિયરબોક્સ આપ્યા છે.
4.સિવિક ડિઝલમાં સીઆર-વી વાળા 1.6 લીટર, 4 સિલિન્ડર આઈવી ટેક એન્જિન આપ્યું છે. જે 120 પીએસ પાવર અને 300 એનએમનો ટોર્ક જનરેટ કરવા સક્ષમ છે. ડિઝલ વેરિઅન્ટમાં 6 સ્પીડ મેન્યૂઅલ ગિયરબોક્સ મળશે. હોન્ડાનો દાવો છે કે, પેટ્રોલ અને ડિઝલ વેરિઅન્ટમાં ક્રમશઃ 16.5 કિમી પ્રતિ લિટરની અને 26.8 પ્રતિ લિટરની એવરેજ આપે છે. નવી સિવિક વી, વીએક્સ અને જેડએક્સ સહિત કૂલ ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી