સુપર કાર / ન્યૂ જનરેશન 2019 પૉર્શ 911 કરેરા ભારતમાં લોન્ચ, પ્રારંભિક કિંમત રૂપિયા 1.82 કરોડ

Divyabhaskar.com

Apr 11, 2019, 03:27 PM IST
New Generation 2019 Porsche 911 Carrera Launch in India
X
New Generation 2019 Porsche 911 Carrera Launch in India

  • આ કારમાં 3.0 લીટરનું એન્જિન લાગેલું છે
  • તેમાં 7 સ્પીડ મેન્યૂઅલ ગિયર સાથે 8 સ્પીડ ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ગિયરબોક્સ પણ મળશે
  • નવી પોર્શ 911 કરેરાની ટક્કર ઓડી R8 અને મર્સિડિઝ AMG GT સાથે થવાની છે

ઓટો ડેસ્ક.પોર્શ ઈન્ડિયાએ 2019 પોર્શ 911 લોન્ચ કરી છે. ભારતમાં તેના કરેરા એસ મોડલની કિંમત રૂપિયા 1.82 કરોડ રાખવામાં આવી છે. જે કરેરા એસ કેબ્રિઓલેમાં 1.99 કરોડ સુધી પહોંચી શકે છે. આ કંપનીની સ્પોર્ટસ કારની 8મી જનરેશન છે. કંપનીએ તેને પ્રથમ વખત 2018 LA ઓટો શો દરમિયાન શોકેસ કરી હતી. કંપનીએ કારની સ્ટાઈલ અને ડિઝાઈનને લગભગ સરખી જ રાખી છે. કારના ઈન્ટિરિયરમાં ફેરફાર કર્યો છે. સાથે તેના એન્જિન અને ફ્રેમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. 

કરેરા 4S માત્ર 3.7 સેકંડમાં જ 0-100 કિમીની સ્પીડ પકડે છે

1.ન્યૂ જનરેશન પોર્શ 911ને 6 સિલિન્ડર પેટ્રોલ એન્જિન સાથે ઉતારવામાં આવી છે અને નવા ફ્યૂઅલ સિસ્ટમ સાથે આવે છે. કારમાં 3.0 લીટરનું એન્જિન વધુ દમદાર છે અને 7 સ્પીડ મેન્યૂઅલ સાથે 8 સ્પિડી ડ્યૂઅલ-ક્લચ ગિયરબોક્સ સાથે આવે છે. 
2.પોર્શે 911 કરેરાને બે વેરિઅ્ટમાં જે એન્જિન લગાવ્યા છે તે 444 bhpvનો પાવર જનરેટ કરે છે. જે જૂના મોડલની સરખામણીએ 30 bhp વધુ છે. 8 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે કરેરા 4S માત્ર 3.7 સેકંડમાં જ 0થી 100 કિમી/કલાકની ઝડપ પકડી લે છે. 4 વ્હિલ ડ્રાઈવ કરેરા 4Sની આ સ્પીડ માત્ર 3.6 સેકંડમાં જ પકડી લે છે. પોર્શ 911 કરેરા સાથે વિકલ્પ રૂપે સ્પોર્ટ ક્રોનો પેકેજ આપ્યું છે. કરેરા એસની ટોપ સ્પીડ 307 કિમી પ્રતિ કલાકની છે. તો કરેરા 4Sની ટોપ સ્પીડ 305 કિમી પ્રતિ કલાકની છે. 
3.2019 પોર્શ 911 કરેરાની કેબિનમાં ઘણો ફેરફાર કર્યો છે. જેમાં કારના ડેશબોર્ડની ડિઝાઈન અત્યંત આકર્ષક લાગે છે. કારમાં મલ્ટીફંક્શનલ સ્ટીયરિંગ વ્હીલ પણ નવું છે. અને કેબિનમાં આપેલા ઈન્સ્ટ્રુમેન્ટ કંસોલ પણ નવા છે. જે બંને તરફ એનેલોગ રેવ કાઉન્ટર ડિજિટલ પોડ્સની સાથે આવે છે. કારનાં ડેશબોર્ડ પર 10.9 ઈંચની ટચસ્ક્રિન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપેલી છે. જે બંને વેરિઅ્ટમાં સામાન્યરીતે પોર્શ કોમ્યુનિકેશન મેનેજમેન્ટ સાથે આવે છે. નવી પોર્શ 911 કરેરાની ટક્કર ઓડી R8 અને મર્સિડિઝ AMG GT જેવી સુપર કાર માર્કેટમાં ઉપલબ્ધ છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી