ઓટો ડેસ્કઃ ફોર્ડ ઇન્ડિયાએ પોતાની કોમ્પેક્ટ એસયુવી ઇકોસ્પોર્ટના બે નવા વેરિએન્ટ એસ અને સિગ્નેચરને ભારતમાં લોન્ચ કર્યા છે. આ બન્ને વેરિએન્ટમાં પેટ્રોલ અને ડીઝલ એન્જિન આપવામાં આવ્યા છે. ઇકોસ્પોર્ટ એસના પેટ્રોલ વેરિએન્ટની કિંમત 11.37 લાખ રૂપિયા અને ડીઝલ વેરિએન્ટની કિંમત 11.89 લાખ રૂપિયા છે. બીજી તરફ ઇકોસ્પોર્ટ સિગ્નેચરના પેટ્રોલ વેરિએન્ટની એક્સ શોરૂમ કિંમત 10.4 લાખ રૂપિયા અને ડીઝલ વેરિએન્ટની કિંમત 10.99 લાખ રૂપિયા છે. ઇકોસ્પોર્ટના બન્ને વેરિએન્ટમાં સનરૂફ આપવામાં આવ્યું છે. કંપનીએ તેને ફનરૂફ નામ આપ્યું છે.
ફીચર્સ
ફોર્ડ ડોર સોફ્ટ આર્મરેસ્ટ, ફ્રન્ટ મેપ લેમ્પ્સ, ફ્યુઅલ કોમ્પ્યુટર(આઉટ સાઇડ ટેમ્પ્રેચર ડિસપ્લે), ગ્લવ બોક્સ ઇલ્યુમિનેશન, થિયેટર ડિમિંગ કેબિન લાઇટ્સ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, ઓડિયો કન્ટ્રોલ સ્ટીયરિંગ વ્હીલ્સ, ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ, બ્લેક આઉટ બી પીલર સ્ટ્રિપ્સ, બ્લેક પેઇન્ટેડ રૂફ, બોડી કલર એક્સ્ટિરિયિર ડોર હેન્ડલ્સ અને આઉટસાઇડ મિરર, બોડી કલર બમ્પર્સ, ડ્યૂઅલ રિવર્સિંગ લેમ્પ અને હાઇ માઉન્ટેડ સ્ટોપ લેમ્પ, ફોગ લેમ્પ બેઝલ, એચઆઇડી હેડલેમ્પ્સ, એલઇડી ડે ટાઇમ રનિંગ લેમ્પ્સ, રોકર બમ્પર ક્લેડિંગ, રૂફ રેઇલ્સ, ડ્રાઇવર ફૂટરેસ્ટ, ડ્રાઇવર સીટ હાઇટ એડજેસ્ટ, રિયર વ્યૂ કેમેરા, રિયર સીટ સેન્ટર આર્મરેસ્ટ અને કપ હોલ્ડર, રિયર પેકેજ ટ્રે, રેઇન સેન્સિંગ વાઇપર્સ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
આગળની સ્લાઇડ્સમાં વાંચો સેફ્ટી ફીચર્સ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.