• Gujarati News
  • Utility
  • Automobile
  • 10 દિવસમાં 14 હજાર લોકોએ બુક કરાવી આ કાર, મળી રહ્યાં છે આ 7 ફીચર્સ । New 2018 Hyundai Creta Cross 14000 Booking Within 10 Days Of Launch

10 દિવસમાં 14 હજાર લોકોએ બુક કરાવી આ કાર, મળી રહ્યાં છે આ 7 ફીચર્સ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ દેશની બીજા નંબરની સૌથી મોટી કાર નિર્માતા કંપની હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ તાજેતરમાં જ પોતાની સફળ એસયુવી ક્રેટાના અપગ્રેટેડ વર્ઝનને લોન્ચ કર્યું છે. લોન્ચિંગની સાથે જ આ કારે ધૂમ મચાવી છે. લોન્ચ થયાના 10 દિવસની અંદર નવી ક્રેટા પોતાના માઇલસ્ટોનને તોડવા જઇ રહી છે. ક્રેટાએ 10 દિવસમાં જ 14366 બુકિંગ નોંધાવી છે. ઉપરાંત નવી 2018 ક્રેટા માટે 70 હજાર લોકોએ પૂછપરછ કરી છે. 

 

કંપનીએ શું કહ્યું


હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાના એમડી અને સીઇઓ વાય.કે.કૂએ કહ્યું કે અમે નવી 2018 ક્રેટાને મળેલા શાનદાર રિસ્પોન્સ માટે કસ્ટમર્સનો આભાર માન્યો છે. મોર્ડન પ્રીમિયમ બ્રાન્ડ હોવાના કારણે અમે નવી ક્રેટાના રૂપમાં શાનદાર અનુભવ આપવાનો પ્રયાસ કર્યો છે. તેમાં અનેક નવા અને બેસ્ટ ઇન સેગમેન્ટ ફીચર્સ આપ્યા છે.

 

નવી ક્રેટામાં નવા ફીચર્સ


નવી ક્રેટામાં અનેક નવા ફીચર્સને સામેલ કરવામાં આવ્યા છે. કંપનીએ ક્રેટા ફેસલિફ્ટની કિંમત 9.53 લાખથી 10.5 લાખ રૂપિયા(એક્સ શોરૂમ દિલ્હી) રાખવામાં આવી છે. નવી ક્રેટાને પહેલા કરતા વધારે સ્ટાઇલિશ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કંપનીએ આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે કયા કયા નવા ફીચર્સ છે જે આ વખતે ક્રેટામાં આપવામાં આવશે. 

 

એલઇડી ડીઆરએલ


ક્રેટાના ફેસલિફ્ટ વર્ઝનમાં તમને ફ્રન્ટ ફોગ લેમ્પની આસપાસ LED DRL લેમ્પ આપવામાં આવ્યા છે. DRLથી કોઇપણ પર વ્હીકલની વિઝેબિલિટીને દિવસે પણ વધારી શકાય છે અને અનેક દેશોમાં આ કમ્પલ્સરી ફીચર પણ છે.

 

વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...