Home » Automobile » most of people wrongly open car door know the wright way

મોટાભાગના કારનો દરવાજો ખોલતી વખતે કરે છે આ ભૂલ, જાણો શું છે સાચી રીત

Divyabhaskar.com | Updated - Apr 05, 2018, 11:42 AM

જો તમે અચાનક દરવાજો ખોલો છો ત્યારે બાઇક સવાર કે સાઇકલ સવાર કારના દરવાજે અથડાય છે

 • most of people wrongly open car door know the wright way
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  ઓટો ડેસ્કઃ ભારત હોય કે કોઇ વિદેશી દેશ આપણને અનેક એવા અકસ્માતો જોવા મળશે, જેમાં પાર્ક થયેલી કારના ડ્રાઇવરે ડોર ઓપન કરતી વખતે કરેલી ભૂલનો ભોગ કાર પાસેથી પસાર થઇ રહેલાં બાઇક રાઇડર્સ અથવા તો અન્ય નાના વાહન થાય છે. જેમાં અનેકને જીવ ગુમાવવો પણ પડે છે. આપણે આવા અનેક અકસ્માતો વિશે વાંચ્યુ હશે અથવા જોયા હશે, આવું થવા પાછળનું કારણ ખોટી રીતે ખોલવામાં આવતો કાર ડોર છે. આજે અમે અહીં એ વાતને ધ્યાનમાં રાખીને કેટલીક ટીપ્સ આપી રહ્યાં છીએ, જેને અપનાવવામાં આવે તો આપણે અન્યનો જીવ બચાવી શકીએ છીએ કે પછી એ ભૂલના કારણે થતાં અકસ્માતને ટાળી શકીએ છીએ.

  મોટાભાગના લોકો કરે છે આ ભૂલ


  ઘણીવાર કારમાંથી ઉતરતી વખતે આસપાસ કે આજુબાજુ જોયા વગર જ કારનો દરવાજો ખોલી દેવામાં આવે છે. તમે પણ આવું અનુભવ્યું હશે જ્યારે તમે કોઇ કારમાં બેઠાં હશો અથવા તો પછી તમે પણ આવું અજાણતા કે પછી ઉતાવળમાં કરી બેસતા હશો. પરંતુ રોડ સાઇડ કાર પાર્ક કર્યા બાદ ક્યારેય પણ આ રીતે દરવાજો ખોલવો ન જોઇએ. કારણ કે જ્યારે તમે રોડની નજીક કાર પાર્ક કરો છો ત્યારે બની શકે છે કે તમારી કાર પાસેથી કોઇ બાઇક સવાર અથવા સાઇકલ સવાર પસાર થતો હોય ત્યારે જો તમે અચાનક દરવાજો ખોલો છો ત્યારે બાઇક સવાર કે સાઇકલ સવાર કારના દરવાજે અથડાય છે. ઘણીવાર એવું પણ બની શકે છે કે તમે એવા સ્થળે કાર ઉભી રાખી છે જ્યાં ટ્રાફિક વધારે રહે છે અને તેવામાં તમે જો આ પ્રકારે ભૂલ કરો તો કારના ડોર સાથે અથડાનાર બાઇક સવારનો અન્ય વાહન સાથે અકસ્માત થઇ શકે છે અને તે ગંભીર ઇજાનો ભોગ બની શકે છે.

  આગળની સ્લાઇડ્સમાં વાંચો જાણો શું છે કારનો ડોર ઓપન કરવાની સાચી રીત

 • most of people wrongly open car door know the wright way
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  કાર ડોર કરતા પહેલાં હંમેશા મિરરમાં જોવું જોઇએ

  જ્યારે તમે રોડની સાઇડમાં કાર પાર્ક કરી રહ્યાં છો ત્યારે તમારે હંમેશા કારના મિરરમાં જોઇને જ દરવાજો ખોલવો જોઇએ. જો તમે ડ્રાઇવ કરીને પાર્ક કરી રહ્યા હોવ ત્યારે સૌપ્રથમ ડ્રાઇવર સાઇડના મિરર અને કારની અંદરના મિરરમાં આપણી કારની પાછળથી કોઇ આવી રહ્યું છે કે નહીં તેની ચકાસણી કરી લેવી જોઇએ અને બાદમાં જ ડોર ઓપન કરવો જોઇએ. આમ કરવાથી પણ તમે અજાણતા તમારાથી થતાં અકસ્માતને અટકાવી શકો છો. જો તમે પેસેન્જર સીટ પર બેઠાં હોવ અને દરવાજો ખોલતા હોવ તો તમારે સાઇડ વ્યૂ મિરરમાં જોઇ લેવું જોઇએ અથવા બહાર નજર ફેરવીને દરવાજો ખોલવો જોઇએ.

 • most of people wrongly open car door know the wright way

  આ હાથથી જ ખોલવો જોઇએ ડોર
   

  આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ‘ડચ રીચ’ ઘણું જાણીતું છે. જેઓ રોડ સેફ્ટી અંગે સંશોધન કરીને અમુક ખાસ વાતો લોકો સાથે શેર કરતા હોય છે, જેના કારણે અકસ્માત અને તેનાથી થતા મૃત્યુ દરને ઘટાડી શકાય. આ ડચ રીચમાં કારનો દરવાજો કેવી રીતે ખોલવો એ અંગે જણાવવામાં આવ્યું છે. જે પ્રમાણે કાર પાર્ક કર્યા બાદ સામાન્ય રીતે આપણે દરવાજાની નજીક રહેલા હાથથી જ દરવાજો ખોલીએ છીએ. પરંતુ તે સાચી રીત નથી. ખરેખર દરવાજો એ હાથથી ખોલવો જોઇએ જે ડોરથી દૂર હોય. ઉદાહરણ તરીકે. ભારતમાં ડાબી બાજુ વાહન ચલાવવામાં આવે છે અને જેથી વાહનમાં જમણી બાજુ ડ્રાઇવર સીટ આપવામાં આવે છે. આપણે જ્યારે આપણી કાર પાર્ક રોડની નજીક પાર્ક કરીએ છીએ ત્યારે જો આપણે ડ્રાઇવર સીટ બેઠા હોઇએ તો આપણે સામાન્ય રીતે જમણા હાથનો ઉપયોગ ડોર ઓપન કરવા માટે કરતા હોઇએ છીએ. જેના કારણે આપણને કારનો બ્લાઇન્ડ સ્પોટ જોવા મળતો નથી. આ સ્થિતિમાં બાઇક ચાલક સાથે અકસ્માત થવાની શક્યતા રહે છે. પરંતુ જો આપણે જમણા હાથના બદલે ડાબા હાથથી દરવાજો ઓપન કરીશું ત્યારે  આપણું શરીર વળશે અને આપણને બ્લાઇન્ડ સ્પોટ સહિતનો ભાગ જોઇ શકાશે. આ સ્થિતિમાં તમે કાર નજીકથી પસાર થઇ રહેલા સાઇકલિસ્ટ અથવા બાઇક રાઇડરને બચાવી શકો છો.  

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Automobile

Trending

વીડિયો વધુ જુઓ