ઈ-કાર / એમજી મોટર્સ આ વર્ષે લાવશે ઈલેક્ટ્રિક એસયુવી, સિંગલ ચાર્જિંગમાં 250 કિમી ચાલશે

Divyabhaskar.com

Mar 13, 2019, 04:19 PM IST
MG Motor Indian launch electric SUV Hector in this Year
X
MG Motor Indian launch electric SUV Hector in this Year

  • વિદેશમાં પ્રચલિત ઓટીએ સિસ્ટમથી સજ્જ છે આ એસયુવી 
  • આ કારને કંપની બે મોડલમાં ભારતમાં લોન્ચ કરશે
  • દેશનાં કેટલાંક પસંદગીના શહેરોમાં જ આ કાર ઉપલબ્ધ થશે

ઓટો ડેસ્ક.એમજી મોટર્સ ઈન્ડિયા તેની પહેલી ઈલેક્ટ્રિક એસયુવી કાર આ વર્ષે ભારતમાં લોન્ચ કરશે. આ કાર વિદેશમાં પ્રચલિત એવર ધ ઈયર( ઓટીએ) સિસ્ટમથી સજ્જ હશે. જેને કંપની આ વર્ષે ઓક્ટોબરથી-ડિસેમ્બરમાં ગાળામાં ઉતારશે તેવું કંપનીના ચીફ કોમર્સિયલ ઓફિસર ગૌરવ ગુપ્તાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

કંપની ભારતમાં દર વર્ષે એક નવું મોડલ લાવશે

1.ગૌરવ ગુપ્તાએ વધુમાં ઉમેર્યું હતું કે, કંપનીની આ પ્યોર ઈલેક્ટ્રિક એસયુવી હશે. જે સિંગલ ચાર્જિંગમાં 250 કિમી સુધી ચાલવાની ક્ષમતા ધરાવશે. આ ઈલેક્ટ્રિક મોડલને દેશનાં પસંદગીના શહેરોમાં જ ઉતારવામાં આવશે. 
2.કંપની ભારતમાં તેના બે મોડલ લોન્ચ કરવાની છે. જેમાં પહેલી Hector SUV હશે. ત્યારબાદ 9 મહિના પછી ફૂલ્લી ઈલેક્ટ્રીક એસયુવી લોન્ચ કરવામાં આવશે. વધુમાં કંપનીએ એવું પણ નક્કી કર્યું છે કે તે હવે પછી ભારતમાં દર વર્ષે એક નવું મોડલ માર્કેટમાં લાવશે.  
3.ઓમજી મોટર્સની આ ઈલેક્ટ્રિક એસયુવીમાં સામેલ એવર ધ ઈયર(OTA) કંપનીની  કારમાં પ્રથમ વખત પ્રયોગ કરવામાં આવશે. આ સિસ્ટમ હાલ વિદેશમાં પ્રચલિત છે. ભારતમાં હજી સુધી તેનું ચલણ નથી જોવા મળ્યું. આ ટેક્નોલોજી વાહન નિર્માતા કંપનીને ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરવામાં મદદરૂપ થાય છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી