• Gujarati News
  • Utility
  • Automobile
  • જોતા જ રહી જશો એવો છે અંદરનો નજારો, આટલી સુંદર છે આ કાર । Mercedes Benz Marco Polo Is A Fully Family Van

જોતા જ રહી જશો એવો છે અંદરનો નજારો, આટલી સુંદર છે આ કાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ વિશ્વમાં અનેક પ્રકારની કાર બનાવવામાં આવે છે. જેમાની કેટલીક ફેમેલી કાર હોય છે તો કેટલીક ઓફ રોડ માટે બનાવવામાં આવી હોય છે. કેટલીક કાર્સ આરામદાયક અને વૈભવતાથી ભરેલી હોય છે. આજકાલ જેટલી પણ કાર લોન્ચ કરવામાં આવે છે. તેમાં ઇન્ટિરિયરમાં ખાસ ધ્યાન આપવામાં આવે છે. જેટલી મહેનત કારના એક્સ્ટિરિયર પર કરવામાં આવે છે, તેટલી જ મહેનત ઇન્ટિરિયરમાં કરવામાં આવે છે. ખાસ કરીને વૈભવી કાર બનાવતી કંપનીઓ તેના ઇન્ટિરિયર માટે પણ એટલી જ જાણીતી હોય છે. વાત મર્સીડિઝ બેન્ઝની કરવામાં આવે તો ભારતમાં મર્સીડિઝ બેન્ઝ પોતાની અનેક વૈભવી કાર વેચે છે, પરંતુ કેટલીક કાર અને વાન એવી છે કે જેને હજુ સુધી ભારતમાં લોન્ચ કરવામાં આવી નથી. આવી જ એક વાન માર્કો પોલો છે.

 

આ કાર જેટલી સુંદર બહારથી છે તેટલી જ અંદરથી પણ છે. આ કારના ઇન્ટિરિયરને ખાસ તૈયાર કરવામાં આવ્યું છે. આ વાનનો ઉપયોગ તમે મલ્ટિ પર્પઝ એટલે કે એક કરતા અનેક રીતે કરી શકો છો. આ કાર એક ફેમેલી માટે બેસ્ટ કાર છે. જો તમે કોઇ લોંગ ડ્રાઇવ પર પરિવાર સાથે જઇ રહ્યાં છો તો તેની સીટને ફોલ્ડ કરીને તમે આરામથી મુસાફરી કરી શકો છો. આરામ કરી શકો છો. આ કારમાં 2.2 લિટર 4 સિલિન્ડર ટર્બો ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 163 એચપી પાવર અને 380 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે. આ કારમાં 7 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે.

 

આવી છે આ વાનની સુવિધા


- આ વાનમાં થ્રી સીટર બેંચ સીટ આપવામાં આવી છે. જેનો ઉપયોગ સિટિંગ અને સ્લીપિંગ માટે કરી શકાય છે. તેને ફોલ્ડ કરવામાં આવે તો સ્ટોરેજ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે.
- આ કારમાં વિન્ડો ડ્રેસિંગ સિસ્ટમ આપવામાં આવી છે, જેનો ઉપયોગ પ્રાઇવસી માટે કરી શકાય છે.
- આ કારમાં પોપ-અપ રૂફ અને બેડ આપવામાં આવ્યા છે.
- કારમાં એવુ ઇન્ટિરિયર આપવામાં આવ્યું છે કે તેને તમે લૉંગ રૂમમાં કન્વર્ટ કરી શકો છો.
- આ ઉપરાંત ટેબલ પેકેજ આપ્યું છે. જેનો ઉપયોગ તમે રિલેક્સ રહેવા અને પરિવાર સાથે ક્યાંક બહાર જવા માટે કરી શકો છો.

 

વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...