ન્યૂ લોન્ચ / મર્સિડિઝ બેન્ઝ એએમજી સી-43 લોન્ચ, માત્ર 4 સેકંડમાં 100 કિમીની પીકઅપ

Divyabhaskar.com

Mar 15, 2019, 11:50 AM IST
Mercedes benz c43 amg launch, price start from 75 lakh
X
Mercedes benz c43 amg launch, price start from 75 lakh

 • એક્સ શોરૂમ કિંમત રૂપિયા 75 લાખથી શરુ
 • આ કારની ડિઝાઈન પણ સ્ટાન્ડર્ડ સી-ક્લાસ કૂપે જેવી જ છે
 • 68 હજાર રૂપિયામાં કંપની 2 વર્ષનું મેઈન્ટેનન્સ પેકેજ આપશે

ઓટો ડેસ્ક. મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયાએ તેની નવી મર્સિડિઝ એએણજી સી-43 કૂપેને લોન્ચ કરી છે. આ કારની એક્સ શોરૂમ કિંમત રૂપિયા 75 લાખ રાખવામાં આવી છે. કંપની આ લક્ઝરી કારની સાથે બે વર્ષનું મેઈન્ટેનન્સ પેકેજ આપી રહી છે. જોકે તેના માટે કસ્ટમરે 68 હજાર રૂપિયા વધારાના ચૂકવવાના રહેશે. મર્સિડિઝની ભારતમાં રજૂ થયેલી આ પહેલી AMG 43 સીરિઝ છે.

250 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પિડ

1.કંપનીએ આ કારની ડિઝાઈનમાં કોઈ ખાસ ફેરફાર નથી કર્યા પણ કેટલાંક યૂનિક વિઝ્યૂઅલ ફેરફાર જોવા મળશે. Mercedes-AMG C43 Coupe ભારતમાં કમ્પ્લિટ બિલ્ટ યૂનિટ(CBU)નાં માપદંડો સાથે વેચાશે. માર્કેટમાં તેની સ્પર્ધા BMW M2 Competition અને Audi RS5 સાથે થવાની છે.  
2.કારની ગ્રિલને મૈટ ઈરિડિયમ સિલ્વર કલરમાં પેન્ટ કરવામાં આવી છે. કારના એક્ઝોસ્ટમાં ક્રોમનો વધારે ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારમાં લાંબુ બોનેટ અને નાનું સ્પોઈલર આપવામાં આવ્યું છે જે સ્પોર્ટસ કારમાં જોવા મળતું હોય છે. 
3.કારનું ઈન્ટિરિયર સી-ક્લાસની જેવું જ છે. તેમાં લેધર ફિનિશ કંસોલ, હેવી સ્પોર્ટસ સીટ્સ અને એએમજી સ્ટીયરિંગ વ્હિલ આપવામાં આવ્યું છે.
4.AMG C43 Coupe માં 3.0 લીટરનું ટ્વિન ટર્બોચાર્જડ V6 એન્જિન છે. જે 6100rpm પર 385bhp નો પાવર અને 2,500-5,000rpm ની વચ્ચે 520Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેમાં ટ્રાન્સમિશન માટે 9 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવ્યું છે અને તેમાં ઓલ વ્હિલ ડ્રાઈવ પણ આપોલું છે. ઓલ વ્હિલ ડ્રાઈવ સિસ્ટમ 31 ટકા પાવર ફ્રન્ટમાં અને 69 ટકા પાવર રિયરમાં આપે છે. 
5.એન્જિનની તાકાતનો અંદાજ એ વાત ઉપરથી લગાવી શકાય કે, માત્ર 4.7 સેકન્ડમાં આ કાર 0થી 100 કિમી સુધીની સ્પીડ સુધી પહોંચી શકે છે. અને કારની ટોપ સ્પીડ 250 કિમી પ્રતિ કલાકની છે. 
6.કંપનીએ Mercedes-AMG C43 Coupe માં 18-ઈંચ AMG 5 નું સ્પોક લાઈટ એલોય વ્હિલ આપ્યા છે. જે આ કારમાં થ્રી સ્પોક ફ્લેટ બૉટમ સ્ટીયરિંગ વ્હિલ્સ પણ છે. જેમાં ઈન્ફોટેઈનમેન્ટ ડિસ્પ્લે માટે ટચ કન્ટ્રોલ પણ આપ્યા છે. નવી AMG C- ક્લાસ કૂપમાં 12.3 ઈંચ ટચસ્ક્રિન સાથેની ઈન્ફોટેઈનમેન્ટ ડિસ્પ્લે આપવામાં આવી છે.
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી