• Gujarati News
  • Utility
  • Automobile
  • મારુતિની 7 સીટર કાર પર મળી રહ્યું છે 46 હજારનું ડિસ્કાઉન્ટ । May Car Discount Offer On Ertiga, Maruti Also Launch Limited Edition Of This Car

May Offers: મારુતિની 7 સીટર કાર પર મળી રહ્યું છે 46 હજારનું ડિસ્કાઉન્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ ભારતની સૌથી વધુ સેલિંગ ધરાવતી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ પોતાની 7 સીટર કાર એર્ટિગાની નવી સ્પેશિયલ એડિશનને લોન્ચ કરી છે. આ કારના ઇન્ટિરિયર અને એક્સ્ટિરિયરમાં થોડોક બદલાવ કરીને તેને પ્રીમિયમ લુક આપવામાં આવ્યો છે. સાથે જ કારમાં સ્માર્ટ ટેક્નોલોજી અને ફીચર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારમાં કંપનીએ ક્રોમ અને એલોય વ્હીલની સાથે ઇન્ટિરિયરમાં મહરૂમ બ્લેક કલર કોમ્બિનેશનનું ફિનિશિંગ આપ્યું છે. કંપનીએ આ લિમિટેડ એડિશનને વી વેરિએન્ટમાં લોન્ચ કરી છે. જેમાં પેટ્રોલ વેરિએન્ટની એક્સશોરૂમ કિંમત 7.80 લાખ અને ડીઝલ વેરિએન્ટની કિંમ. 9.91 લાખ રૂપિયા છે. વિવિધ કંપની દ્વારા મે માસમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. મારુતિ પણ પોતાની કેટલીક કાર્સમાં આ ડિસ્કાઉન્ટ આપી રહી છે. જેમાં એર્ટિગા પણ સામેલ છે. એર્ટિગા પર તમને 46 હજાર રૂપિયા સુધીની ડિસ્કાઉન્ટ મળી શકે છે. 

 

આ છે ઓફર


- મારુતિ એર્ટિગા પર જે ઓફર મળી રહી છે, તેને કંપનીએ અલગ-અલગ ભાગમાં ડિવાઇડ કરી છે. આ ઓફરને જોડીને કુલ ડિસ્કાઉન્ટ 46 હજાર રૂપિયા થાય છે.
-  જેમાં 5 હજાર રૂપિયાની કેશ ઓફર, 5 હજાર રૂપિયાની MGA એક્સેસરિઝ ઓફર આપવામાં આવી રહી છે. આ સાથે 28 હજાર રૂપિયાની એક્સચેન્જ ઓફર મળી રહી છે. 
-  એક્સચેન્જ ઓફર બે ભાગમાં છે. ઇ બોનસ એક્સચેન્જમાં 28 હજાર રૂપિયા અને બોનસ એક્સચેન્જમાં 18 હજાર રૂપિયાનો બેનિફિટ મળશે.
- તમને જણાવી દઇએ કે કાર 7 વર્ષ અથવા તેનાથી ઓછી જૂની છે તો તેના એક્સચેન્જને ઇ બોનસ કહેવામાં આવે છે. તેમજ 7 વર્ષથી વધારે જૂની છે તો તેના એક્સચેન્જને બોનસ કહેવામાં આવે છે.  
- આમ બધુ થઇને કુલ 38 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. તેમજ અન્ય 8 હજાર રૂપિયાની છૂટ એમ્પ્લોય પ્રોફાઇલ પ્રમાણે આપવામાં આવે છે. 

 

એમ્પ્લોય પ્રોફાઇલ ઓફર


- કોર્પોરેટ ઓફર હેઠળ 3 કેટેગરીમાં 2100 રૂપિયા સુધીની છૂટ મળશે. (કોર્પોરેટ : ACE 2100 રૂ., ROYAL 1500 રૂ., CORAL 1000 રૂ.)
- સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્નમેન્ટ એમ્પ્લોય તથા બેન્ક એમ્પ્લોયને 3100 રૂપિયાનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ.
- LIC-ઇન્ડિયન રેલવે એમ્પલોયને 5100 રૂપિયા અને પોલિસ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા કર્મચારીઓને 8000 રૂપિયા ઓછા આપવા મળશે. 
- જે પ્રમાણે ઉપરના 38 હજારની છૂટ અને એમ્પ્લોય પ્રોફાઇલના 8 હજાર મળીને કુલ 46 હજાર રૂપિયા થઇ જશે. 


આગળની સ્લાઇડ્સમાં વાંચો નવી એર્ટિગા લિમિટેડ એડિશનમાં શું છે નવું