Divya Bhaskar

Home » Automobile » કારમાં બાળકોને ‘Safe’ રાખશે વિશ્વની પહેલી એરબેગવાળી આ સીટ, જાણો ખાસિયત । Maxi-Cosi launched World's First Child Car Seats With Airbag

કારમાં બાળકોને ‘Safe’ રાખશે વિશ્વની પહેલી એરબેગવાળી આ સીટ, જાણો ખાસિયત

Divyabhaskar.com | Updated - Apr 16, 2018, 09:36 PM

મેક્સી-કોસીએ વિશ્વની પહેલી ચાઇલ્ડ કાર સીટને લોન્ચ કરી છે. જેમાં ઇનબિલ્ડ એરબેગ્સ છે.

  • કારમાં બાળકોને ‘Safe’ રાખશે વિશ્વની પહેલી એરબેગવાળી આ સીટ, જાણો ખાસિયત  । Maxi-Cosi launched World's First Child Car Seats With Airbag
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ઓટો ડેસ્કઃ કાર સેફ્ટી અને કાર પેસેન્જરની સેફ્ટી માટે મેન્યુફેક્ચરર્સ તરફથી વધુ ટેક્નોલોજી અને ઇનોવેશન કરવામાં આવી રહ્યાં છે. આ દિશામાં મોટું પગલું મેક્સી-કોસી તરફથી ઉઠાવવામાં આવ્યું છે, જે કાર સીટ સ્પેશિયલિસ્ટ છે. મેક્સી-કોસીએ વિશ્વની પહેલી ચાઇલ્ડ કાર સીટને લોન્ચ કરી છે. જેમાં ઇનબિલ્ડ એરબેગ્સ છે. એરબેગ્સ સાથે ચાઇલ્ડ કાર સીટને શોલ્ડર પેડ્સને કવચ સાથે આપવામાં આવી છે. જે ક્રેશ દરમિયાન બહાર આવી જાય છે. કંપનીનું કહેવું છે કે નવી સીટ ક્રેશ દરમિયાન બાળકોને સુરક્ષિત રાખવાની દિશામાં મોટા સુધારા સમાન છે. હાલ આ સીટને યુકેમાં જ ખરીદી શકાય છે.

    આટલી ઉંચાઇના બાળકો માટે છે આ સીટ


    એરબેગ ચાઇલ્ડ કાર સીટ 61થી 105cm(2 ફૂટથી 3.5 ફૂટ)ની વચ્ચેની ઉંચાઇવાળા બાળકો માટે ઉપયોગી છે. મેક્સી-કોસી એક કાર સીટ બનાવતી કંપની છે અને એરબેગ ચાઇલ્ડ સીટ કંપનીના એક્સિસ ફિક્સ એર મોડલ પોર્ટફોલિયોનો એક ભાગ છે. જે કંપનીની ફ્લેગશિપ રેન્જ છે. એરબેગ ચાઇલ્ડ સીટ કાર સીટને મોબાઇલ એરબેગ કંપની-હેલાઇટ સાથે મળીને બનાવવામાં આવી છે.

    ચાઇલ્ડ કાર સીટની ખાસિયત


    એરબેગ ચાઇલ્ડ કાર સીટમાં અનેક ફીચર્સ છે, જેમકે ઇજી ઇન્સ્ટોલેશન માટે 360 ડિગ્રી રોટેટિંગ બેસ, ISOFIX ટીથરિંગ હૂક્સ અને બે નાના એરબેગ્સ જે શોલ્ડ પેડ્સમાં લાગેલા છે. સિસ્ટમને સીટ માઉટેડ સેન્સર સાથે કનેક્ટ કરવામાં આવી છે અને ક્રેશ દરમિયાન બહાર નીકળે છે. એરબેગ્સમાં માત્ર 0.05 સેકન્ડમાં હવા ભરાઇ જાય છે.

    વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

  • કારમાં બાળકોને ‘Safe’ રાખશે વિશ્વની પહેલી એરબેગવાળી આ સીટ, જાણો ખાસિયત  । Maxi-Cosi launched World's First Child Car Seats With Airbag
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    કેટલું જોખમ ઘટી જશે
    મેક્સી-કોસીએ કહ્યું છે કે એરબેગ ચાઇલ્ડ કાર સીટ્સની તુલના જ્યારે સ્ટાન્ડર્ડ વર્ઝન સાથે કરવામાં આવી તો જાણવા મળ્યું કે બાળકોના માથા અને ગરદનના ફોર્સની ક્ષમતા 55 ટકા ઓછી થઇ ગઇ. કંપની કાર સેફ્ટી અને એરબેગ્સ માટે લાંબા સમયથી પરિક્ષણ કરી રહી છે અને તેણે વર્લ્ડ ઓફ સેફ્ટી જેમકે મોટરસાઇકલ માટે એરબેગ જેકેટ્સ જેવા અન્ય ઇનોવેશનથી આ આઇડિયા મળ્યો હતો. 

    વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

  • કારમાં બાળકોને ‘Safe’ રાખશે વિશ્વની પહેલી એરબેગવાળી આ સીટ, જાણો ખાસિયત  । Maxi-Cosi launched World's First Child Car Seats With Airbag

    કેટલી હશે કિંમત


    તેમાં કોઇ શંકા નથી કે નવા એરબેગવાળી ચાઇલ્ડ કાર સીટ્સ હજી કોન્સેપ્ટ છે જેને મેક્સી-કોસી નામની કંપનીએ બનાવી છે. એવી આશા રાખવામાં આવી રહી છે કે બીજા મેન્યુફેક્ચર્સ પણ એ દિશામાં આગળ વધશે. મેક્સી કોસી એક્સિસફિક્સ એર ચાઇલ્ડ કાર સીટની કિંમત 783 ડોલર(અંદાજે 51 હજાર રૂપિયા) છે. કંપનીએ હાલ પોતાની એરબેગ ચાઇલ્ડ કાર સીટ લાઇન અપને એક્સપાન્ડ કરવાની કોઇ જાહેરાત કરી નથી, પરંતુ કંપની આ ટેક્નોલોજીને વધુ સસ્તી કરવા અંગે કામ કરી રહી છે. 

    વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Automobile

Trending