ઓટો ડેસ્કઃ ભારતની મોસ્ટ સેલિંગ કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી આ દિવાળીએ નવા કાર લોન્ચ કરવાની તૈયારીમાં છે. મીડિયા અહેવાલ અનુસાર મારુતિ પોતાની સૌથી લોકપ્રિય કાર WagonR ના નવા મોડલને લોન્ચ કરી શકે છે. નવી વેગનઆરનું અનેકવાર ભારતીય રસ્તાઓ પર ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. કંપની અનુસાર દેશમાં 20 લાખી વધારે પરિવાર આ કારનો ઉપયોગ કરી રહી છે.
આવી હશે નવી વેગનઆર
નવી મારુતિ સુઝુકી WagonRમાં જૂની Tall Boy ડિઝાઇન હશે. જે જાપાનમાં લોન્ચ કરવામાં આવેલી વેગનઆર કરતા થોડીક અલગ હશે. તેનું બોનેટ જૂના મોડલ કરતા વધારે મોટું હશે. તેમાં 5 સ્પીડ ગિયરબોક્સ હશે, જે મેન્યુઅલ અને ઓટો મોડ સાથે આવશે. તેનું ડેશબોર્ડ નવું હશે, જે ઇન્ફોટેઇનમેન્ટ સાથે આવશે. સેફ્ટી માટે તેમાં એબીએસ પણ આપવામાં આવશે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ કારની સીધી લડાઇ નવી સેન્ટ્રો સાથે થઇ શકે છે.
ઓછી કિંમતવાળી દમદાર કાર
ભારતીય માર્કેટમાં WagonRની એક્સ-શોરૂમ કિંમત 4.15 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જે પેટ્રોલ અને સીએનજી વેરિએન્ટમાં આવે છે. આ બન્ને વેરિએન્ટના બે મોડલ LXI અને VXI આવે છે. જેમાં ઓપ્શન મોડલ પણ મળી જાય છે. આ કારને 1993માં લોન્ચ કરવામાં આવી હતી. ત્યારબાદ આ મોડલ આજ સુધી કંપની તરફથી બંધ કરવામાં આવ્યું નથી. સમય સાથે આ કારમાં કંપની તરફથી ચેન્જિસ અને નવો લુક આપીને તેને વધારે હાઇટેક બનાવવામાં આવી છે.
વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.