આ છે મારુતિની નવી સ્વિફ્ટ, 8 સેકન્ડમાં પકડે છે 100 કિ.મી.ની સ્પીડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ ભારતની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ પોતાની હોટ સેલિંગ હેચબેક કાર સ્વિફ્ટના સ્પોર્ટ્સ વર્ઝનને જાપાન અને યુરોપમાં લોન્ચ કર્યું છે. જ્યાં તેની કિંમત 15.09 લાખ રૂપિયા છે. જે રેગ્યુલર ટોપ સ્પેસ વેરિએન્ટ કરતા 1 લાખ રૂપિયા મોંઘુ છે. સ્વિફ્ટને ભારતમાં જ્યારથી   લોન્ચ કરવામાં આવી છે, ત્યારથી તે ભારતમાં ટોપ થ્રી બેસ્ટ સેલિંગ કાર્સમાં સ્થાન પામે છે. તાજેતરમાં જ મારુતિએ સ્વિફ્ટના નેક્સ્ટ જનરેશન વેરિએન્ટને લોન્ચ કર્યું હતું. જેને પણ સારી એવી પોપ્યુલારિટી મળી છે. જેને જોઇને લાગી રહ્યું છે કે મારુતિ પોતાની આ કારના સ્પોર્ટ્સ વર્ઝનને ટૂંક સમયમાં ભારતમાં પણ લોન્ચ કરી શકે છે. તેમજ ભારતમાં આ કારની કિંમત 10 લાખ રૂપિયાની આસપાસ હોઇ શકે છે. 

 

કારના સ્પેસિફિકેશન


- સુઝુકી સ્વિફ્ટ સ્પોર્ટ્સ માત્ર એગ્રેસિવ લુક જ નથી ધરાવતી પણ તેમાં પાવરફુલ એન્જિન પણ આપવામાં આવ્યું છે. 
- સ્વિફ્ટ સ્પોર્ટ્સમાં 1.4 લિટર બૂસ્ટરજેટ ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે જે 140 પીએસ પાવર અને 230 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે. 
- આ કારમાં 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને ફ્રન્ટ વ્હીલ ડ્રાઇવ છે.
- આ કાર 8.1 સેકન્ડમાં 100 કિ.મી. પ્રતિકલાકની સ્પીડ પકડી શકે છે.
- આ કાર પોલો જીટી ટીએસઆઇ કરતા 2.51 સેકન્ડ વધારે ફાસ્ટ છે.

 

બલેનો થઇ હતી ફેઇલ શું સ્વિફ્ટ થશે હીટ?


- મારુતિ સુઝુકીએ સૌપ્રથમ પરફોર્મન્સ ઓરિએન્ટેડ એન્જિન બલેનો આરએસમાં આપ્યું હતું. જોકે રેગ્યુલર બેલનોની સરખામણીએ આરએસ હોટ સેલિંગ સાબિત થઇ નથી.
- બલેનો આરએસમાં 1.0 લિટર બૂસ્ટરજેટ ડીઆઇટીસી એન્જિન આપવામાં આવ્યું છે. જે 102 પીએસ પાવર જનરેટ કરે છે. 
- બીજી તરફ સ્વિફ્ટ સ્પોર્ટ પ્રોપર હોટ હેચ છે. માત્ર પરફોર્મન્સ જ નહીં પરંતુ લુકના મામલે પણ શાનદાર છે. 
-  સ્વિફ્ટ સ્પોર્ટમાં મોનરે સસ્પેન્શન, સ્પોર્ટ્સ સીટ્સ, બિગર બ્રેક અને 1.4 લિટર બૂસ્ટરજેટ એન્જિન છે. 
-  ફ્રન્ટમાં રિવર્ક્ડ કરવામાં આવ્યું છે. જેમાં ગ્રીલ અને ડ્યૂઅલ ટોન રિયર બમ્પરને રિડિઝાઇન કરવામાં આવી છે.
- આ કારમાં ટ્વિન એક્ઝોસ્ટ આઉટલેટ્સ આપવામાં આવ્યું છે. 
- આ કારમાં 17 ઇંચ એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. તેમજ એક્સક્લુસિવ કલર શેડ્સ પણ ઓફર કરવામાં આવી રહ્યાં છે. 

 

આગળની સ્લાઇડ્સમાં વાંચો આ કાર્સ સાથે થશે સીધી ટક્કર