• Gujarati News
  • Utility
  • Automobile
  • મારુતિની આ કારના ઇન્ટિરિયરથી નહીં હટે જનર । Maruti Suzukis Budget Car Baleno Gets Stylish Interior

મારુતિની આ કારના ઇન્ટિરિયરથી નહીં હટે જનર, 27kmથી વધુની છે એવરેજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ મારુતિની બલેનો (Baleno) એવી પ્રીમિયમ હેચબેક છે, જેનું ઇન્ટિરિયર ઘણું જ સ્ટાઇલિશ છે. કંપનીએ તેનું ઇન્ટિરિયર એવી રીતે ડિઝાઇન કર્યું છે, જેના પરથી નજર હટાવવી મુશ્કેલ છે. તેમજ કારનું એક્સ્ટિરિયર અને મોડલ પણ જોરદાર છે. આ જ કારણ છે કે આ કાર લોન્ચિંગ થઇ ત્યારથી જ લોકોને તે ઘણી પસંદ આવી રહી છે અને તેને ખરીદવા માટે વેઇટિંગ કરવું પડે છે. સાથે જ બલેનો હ્યુન્ડાઇ, હોન્ડા ટાટાની અનેક કાર્સને સીધી ટક્કર આપી રહી છે. 

 

દમદાર એન્જિન


- મારુતિની આ કારને નેક્સાએ ડિઝાઇન કરી છે. આ કંપની મારુતિની દરેક પ્રીમિયમ કેટેગરીની કાર ડિઝાઇન કરે છે. 
- બલેનોના પેટ્રોલ અને ડીઝલ બન્ને વેરિએન્ટને લોન્ચ કરવામાં આવ્યા છે. પેટ્રોલમાં 1197cc અને ડીઝલમાં 1248ccનું એન્જિન આપવામાં આવ્યુ છે. 
- કંપનીનો દાવો છે કે પેટ્રોલ એન્જિન 21.4kmpl અને ડીઝલ એન્જિન 27.39kmplની એવરેજ આપે છે.
- બન્ને વેરિએન્ટમાં 37 લિટરની ફ્યૂઅલ ટેન્ક આપવામાં આવી છે. તેમજ આ કારના એન્જિમાં 4 સિલિન્ડર છે.
- બલેનોની દિલ્હી એક્સ-શોરૂમ કિંમત 5.3 લાખ રૂપિયાથી શરૂ થાય છે. બલેનોમાં પેટ્રોલ અને ડીઝલના કુલ 11 વેરિએન્ટ આપવામાં આવ્યા છે.

 

સ્ટાઇલિશ ઇન્ટીરિયર


- આ કારમાં ફુલ લેગ સ્પેસ મળે છે. સાથે જ ઇન્ટિરિયરમાં લેધર ફિનિશિંગ આપવામાં આવ્યું છે. 
-  કારમાં 7 ઇન્ચની ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. જે એપલની કાર પ્લે ટેક્નોલોજી સાથે આવે છે.
- કારમાં એડ્જેસ્ટેબલ સ્ટીયરિંગ, ઓટો એસી, ઓટો ડ્રાઇવ મોડ, પાવર વિન્ડો, સેન્ટ્ર લોકિંગ, ન્યૂ ડિજિટલ સ્પીડોમીટર આપવામાં આવે છે.
- બલેનોમાં મેન્યુઅલ ગિયરબોક્સ સાથે એએમટી મોડલમાં પણ લોન્ચ કરવામાં આવી છે. જે ઓટો ગિયર શિફ્ટ કરે છે.

 

કાર અંગે વધુ જાણવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....