Divya Bhaskar

Home » Automobile » maruti suzuki will not launch this 3 cars including wagonr 7 seater

મારુતિ સુઝુકી ભારતમાં નહીં લોન્ચ કરે સેવન સીટર વેગનઆર સહિતની ત્રણ કાર

Divyabhaskar.com | Updated - Aug 25, 2018, 11:05 AM

જિમ્નીને ભારતમાં જોઇએ તેવું માર્કેટ નહીં મળે તેવું માનવું છે કંપનીનું

  • maruti suzuki will not launch this 3 cars including wagonr 7 seater

    ઓટો ડેસ્કઃ ભારતની સૌથી વધુ કાર સેલિંગ ધરાવતી કંપની મારુતિ સુઝુકીની ત્રણ કારની આતુરતાથી રાહ જોવાઇ રહી છે, પરંતુ માહિતી પ્રમાણે કંપની પોતાની આ ત્રણેય કારને આવનારા સમયમાં ભારતમાં લોન્ચ કરવાની નથી. જેમાં 7 સીટર વેગનઆર, સ્વિફ્ટ સ્પોર્ટ અને સુઝુકી જિમ્ની. આ માટે કંપનીએ કારણો પણ રજૂ કર્યા છે કે શા માટે કંપની તરફથી આ કારને લોન્ચ નહીં કરાય.

    શા માટે નહીં લોન્ચ કરાય વેગનઆર 7 સીટર
    મારુતિ સુઝુકીના એન્જિનિયરિંગ હેડ સીવી રામને ઇન્ડિયા ઓટો બ્લોગ વેબસાઇટને જણાવ્યા પ્રમાણે 5 લાખથી નીચેના સેગમેન્ટમાં મારુતિની બે કાર પહેલાંથી જ સારું સેલિંગ ધરાવે છે. જેમાં ઓમની અને ઇકો છે. જો 7 સીટર વેગનઆરને પણ આ સેગમેન્ટમાં લોન્ચ કરવામાં આવે તો મારુતિની એક જ સેગમેન્ટમાં ત્રણ કાર થઇ જશે. તેવામાં મારુતિ સુઝુકીનું માનવું છે કે 7 સીટ વેગનઆરને લોન્ચ કરવી યોગ્ય નથી.

    નહીં લોન્ચ કરાય સ્વિફ્ટ સ્પોર્ટ અને જિમ્ની
    મારુતિ સુઝુકી હંમેશા એક સિક્યોરિટી જોઇને પોતાની કાર્સને લોન્ચ કરે છે. જે પ્રકારે ભારતમાં ઓફ-રોડિંગ ગાડીનું જોઇએ તેટલું માર્કેટ નથી કારણ કે તેને પંસદ કરનારાઓની સંખ્યા ઘણી ઓછી છે. તેવામાં જિમ્નીને ભારતમાં જોઇએ તેવું માર્કેટ નહીં મળે. બીજી તરફ સ્વિફ્ટ સ્પોર્ટને લઇને એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં આ કારને પણ લોન્ચ કરવામાં નહીં આવે તેનું કારણ એ છે કે આ કાર ઘણી મોંઘી છે. બીજું કારણ એ પણ છે કે પરફોર્મન્સ કાર માર્કેટમાં VW Polo GT, Fiat Punto Abarth અને Baleno RSનું સેલિંગ પણ ઘણું ઓછું છે. જે જણાવે છે કે આ પ્રકારની કાર માત્ર શોખીન લોકો જ ખરીદે છે. આજે પણ ભારતમાં એફોર્ડેબલ અને પોસાય તેવી કારને વધુ ખરીદવામાં આવે છે. તેથી કંપની તરફથી જિમ્ની અને સ્વિફ્ટ સ્પોર્ટને ભારતમાં વેચવામાં નહીં આવે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Automobile

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending