મારુતિ સુઝુકીએ ભારતમાં શોકેસ કરી પહેલી ઇલેક્ટ્રિક કાર, 2020માં થશે લોન્ચ

ગુજરાત પ્લાન્ટમાં કરાશે lithium-ion બેટરીનું પ્રોડક્શન

divyabhaskar.com | Updated - Sep 08, 2018, 11:20 AM
maruti suzuki showcased wagonr based electric car in india

ઓટો ડેસ્કઃ ભારતમાં સૌથી વધુ સેલિંગ ધરાવતી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ પોતાના ઇલેક્ટ્રિક વ્હીલક્સ પ્લાનનો ખુલાસો કર્યો છે. સુઝુકી મોટર કોર્પ.ના ચેરમેન ઓસામૂ સુઝુકીએ કહ્યું કે કંપની આગામી મહિનાથી ભારતમાં 50 ઇલેક્ટ્રિક વ્હીકલ્સનું ટેસ્ટિંગ શરૂ કરશે. તેમણે આ વાત ગ્લોબલ મોબિલિટી સમિટ ‘MOVE’માં કહીં. આ તકે તેમણે સુઝુકીને પોતાની ઇલેક્ટ્રિક કારને શોકેસ પણ કરી.

સુઝુકીએ કહ્યું કે કંપનીએ ટોયોટા મોટર કોર્પ. સાથે હાથ મિલાવીને વર્ષ 2020 સુધીમાં ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ લોન્ચ કરવાનો નિર્ણય કર્યો છે. કંપની પોતાના ગુજરાત પ્લાન્ટમાં 2020થી ઇલેક્ટ્રિક વ્હીકલ્સમાં યૂઝ થનારી lithium-ion બેટરીનું પ્રોડક્શન શરૂ કરશે.

શું કહેવું છે કંપનીનું
ઓસામૂ સુઝુકીએ કહ્યું કે અમે આજે આ જાહેરાત કરતા ખુશી અનુભવી રહ્યાં છીએ કે ભારતમાં આવતા મહિનાથી 50 ઇલેક્ટ્રિક વ્હીકલ પ્રોટોટાઇપનું રોડ રનિંગ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવશે. જેથી ભારતીય ક્લાઇમેટ અને ટ્રાફિક કન્ડિશન પ્રમાણે ભારતીય કસ્ટમર્સ માટે સુરક્ષિત અને સરળતાથી યૂઝ થઇ શકે તેવા ઇલેક્ટ્રિક વ્હીકલ્સને ડેવલપ કરી શકાય.

ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર
સુઝુકીએ એ પણ કહ્યું કે ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સનો ઉપયોગ વધારવા માટે પુરતી માત્રામાં ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપની જરૂર છે. આ સંબંધમાં અમે ભારત સરકાર સાથે કામ કરવા તૈયાર છીએ.

વેગનઆરના પ્લેટફોર્મવાળી કાર પર થશે ટેસ્ટિંગ
ભારતમાં ઇલેક્ટ્રિક કાર માટે મારુતિ સુઝુકી 2018 વેગનઆરને ટેસ્ટ તરીકે યૂઝ કરી શકે છે અને ભારતમાં લોન્ચ થનારી તે પહેલી ઇલેક્ટ્રિક કાર પણ થઇ શકે છે. વેગનઆર લાંબા સમયથી ભારતમાં છે અને તેને નવા વર્ઝન સાથે રિપ્લેસ કરવામાં આવશે. તેમાં કોઇ શંકા નથી કે પહેલું વર્ઝન પેટ્રોલ એન્જિન સાથે આવશે.

X
maruti suzuki showcased wagonr based electric car in india
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App