ઓટો ડેસ્કઃ ભારતની સૌથી મોટા કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ પોતાની કાર્સની સેફ્ટી પર ખાસ ફોકસ કરી રહી છે. લોકોની સુરક્ષા માટે કંપની કાર્સમાં અનેક એડવાન્સ સેફ્ટી ફીચર્સ આપી રહી છે. આજકાલ એબીએસ સિસ્ટમ લગભગ દરેક કાર્સમાં જોવા મળે છે. ત્યારે મારુતિ થોડીક એડવાન્સ થઇને કાર્સમાં સારા સેફ્ટી ફીચર્સ આપવા અંગે વીચારી રહી છે. તેથી મારુતિએ પોતાની કેટલીક કાર્સમાં એડિશનલ સેફ્ટી ફીચર ઓફર કર્યા છે. આવું જ એક સેફ્ટી ફીચર ટીપીએમએસ છે. ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ એક મહત્વની સેફ્ટી ડિવાઇસ છે.
આ ટીપીએમએમસ સિસ્ટમ મારુતિ સ્વિફ્ટ, ડિઝાયર, વિટારા બ્રેઝા સહિત ટોપ સેલિંગ કાર્સમાં ઓફર કરવામાં આવી રહી છે. આ ઓપ્શનલ એક્સેસરિઝ કિટ હશે, જે મારુતિના દરેક મોડલ્સ પર મળશે, જેને દરેક મારુતિ ડિલર્સ આપી રહ્યાં છે. મારુતિ સુઝુકીની સૌથી વધુ ડિમાન્ડવાળી કાર્સ નવી સ્વિફ્ટ, ડિઝાયર અને બ્રેઝા જેવી કાર્સમાં આ નવું સેફ્ટી ફીચર જોવા મળશે. આ ફીચર્સને આઇક્રિએટ કસ્ટમાઇઝેશન ઓપ્શન હેઠળ તમારી મરજી પ્રમાણે કસ્ટમાઇઝ કરાવી શકાય છે. જો તમે તમારી કારમાં આ સેફ્ટી ફીચર્સ ઇચ્છો છો તો આ ફીચર્સ આપવામાં આવશે અને તેના માટે તમારે 12,990 રૂપિયા એક્સ્ટ્રા આપવા પડશે.
શું છે ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ
નામ પ્રમાણે TPMS સતત કારના દરેક વ્હીલના પ્રેશરને માપવાનું અને મોનિટરિંગ કરવાનું કામ કરે છે અને એ પ્રકારના ઇનપુટ ડ્રાઇવરને પહોંચાડે છે. લો ટાયર પ્રેશરના કારણે ટાયર ફાટવાની સંભાવના રહે છે, તેવામાં કાર હાઇ સ્પીડમાં હોય અને લો પ્રેશરના કારણે ટાયર ફાટે તો ગંભીર અકસ્માત થવાની શક્યતા રહે છે. મોટાભાગના કિસ્સામાં ટાયર ફાટવાના કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તેથી TPMSને ગ્રેટ સેફ્ટી ફીચર્સ માનવામાં આવે છે. મારુતિ આ ફીચર્સ થકી પોતાના ગ્રાહકોની સુરક્ષામાં વધારો કરવા ઇચ્છે છે.
કેવી રીતે કામ કરે છે TPMS વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.