• Gujarati News
  • Utility
  • Automobile
  • આટલી કમ્ફર્ટેબલ છે મારુતિની આ કાર, પગ લાંબા કરીને કરી શકો છો આરામ । Maruti Suzuki Maximising Space Utility Car Suzuki APV

આટલી કમ્ફર્ટેબલ છે મારુતિની આ કાર, પગ લાંબા કરીને કરી શકો છો આરામ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ ભારતની મોસ્ટ સેલિંગ કાર કંપની મારુતિ સુઝુકી મોસ્ટ વેલ્યૂએબલ ઓટોમોબાઇલ બ્રાન્ડ 2018ની યાદીમાં સામેલ થઇ ગઇ છે. BrandZ દ્વારા જે સર્વે કરવામાં આવ્યો છે, તેમાં મારુતિને 9મું સ્થાન મળ્યું છે. સુઝુકી જાપાનની કંપની છે, જેના કારણે કારના અનેક મોડલ ભારત અને જાપાનની સાથે ગ્લોબલી સેલ કરવામાં આવે છે. જોકે જાપાનમાં વેચાતા અનેક મોડલ એવા પણ છે, જેને હજુ સુધી ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા નથી. આ મોડલમાં Suzuki APV વાન પણ સામેલ છે.

 

મોસ્ટ કમ્ફર્ટેબલ કાર


- Suzuki APVને જાપાન સાથે અનેક દેશોમાં લોન્ચ કરવામાં આવી છે. પરંતુ તેને હજુ સુધી ભારતમાં લોન્ચ કરવામાં આવી નથી.
- આ કંપનીની મોસ્ટ કમ્ફર્ટેબલ કાર પણ માનવામાં આવે છે, કારણ કે તેને યુટિલિટી અને કોમ્પેક્ટ બોડી સાથે ડિઝાઇન કરવામાં આવી છે.
- કારની અંદર એટલી સ્પેસ છે કે સીટની મદદથી ફૂલ સાઇઝ બેડ પણ તૈયાર થઇ જાય છે અને ઘણી સ્પેસ પણ બચે છે.
- Suzuki APVના ઇન્ટિરિયરને પણ ખાસ બનાવવામાં આવી છે અને અનેક યુટિલિટી પોઇન્ટને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. 
- આ કારમાં 8 પેસેન્જર્સ આરામદાયક મુસાફરી કરી શકે છે. કારની કુલ લંબાઇ 13.63 ફૂટ છે.

 

Suzuki APVના ફીચર્સ


- Suzuki APVમાં 1.6 લિટરનું એન્જિન આપવામાં આવ્યું છે. જે 5 મેન્યુઅલ સ્પીડ ગીયરબોક્સ સાથે આવે છે.
- તેની ફ્યૂઅલ ટેન્ક 46 લિટરની છે. અને આ કાર 15 કિ.મી. પ્રતિ લિટરની એવરેજ આપે છે.
- ફિલિપાઇન્સમાં તેની કિંમત 808,000 ફિલિપાઇન્સ પૈસા એટલે કે 10 લાખ રૂપિયા છે.