તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

26.6 કિ.મી.ની એવરેજ આપતી વેગનઆરની લિમિટેડ એડિશન મારુતિએ કરી લોન્ચ, અંદરથી લાગે છે આટલી સ્ટાઇલિશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટિરિયર સ્ટાઇલિંગ કિટ(સીટ કવર સાથે) જે કારને પ્રીમિયમ લુક આપે છે, કુશન સેટ આપવામાં આવ્યા છે - Divya Bhaskar
ઇન્ટિરિયર સ્ટાઇલિંગ કિટ(સીટ કવર સાથે) જે કારને પ્રીમિયમ લુક આપે છે, કુશન સેટ આપવામાં આવ્યા છે

ઓટો ડેસ્કઃ ફેસ્વિટ સિઝનને ધ્યાનમાં રાખીને મારુતિ સુઝુકી દ્વારા એક પછી એક સ્પેશિયલ એડિશન લોન્ચ કરવામાં આવી રહી છે. ડિઝાયર, ઇગ્નિસ, સ્વિફ્ટ અને બલેનો જેવી કારની સ્પેશિયલ એડિશન લોન્ચ કર્યા બાદ કંપનીએ હવે સૌથી વધુ વેચાતી કાર્સમાની એક એવી વેગનઆરની લિમિટેડ એડિશન લોન્ચ કરી છે. લિમિટેડ એડિશનની કિંમત 4.18 લાખથી 5.39 લાખ રૂપિયા છે. કંપની કારના બોડી ગ્રાફિક્સ અને ઇન્ટિરિયરમાં ચેન્જ કર્યો છે. ઇન્ટિરિયર માટે કંપનીએ બે એક્સેસરિઝ કિટ આપી છે. જેની કિંમત 15490 રૂપિયા અને 25490 રૂપિયા છે. 

 

લિમિટેડ એડિશનમાં આપવામાં આવ્યા છે આટલા નવા ફીચર્સ
વેગનઆરની લિમિટેડ એડિશનમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે ડબલ ડિન મ્યૂઝિક સિસ્ટમ અને રિવર્સ પાર્કિંગ સેન્સર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કારમાં બોડી ગ્રાફિક્સ, રિયર સ્પોઇલર, ઇન્ટિરિયર સ્ટાઇલિંગ કિટ(સીટ કવર સાથે) જે કારને પ્રીમિયમ લુક આપે છે, કુશન સેટ આપવામાં આવ્યા છે. કારમાં સેન્ટર કોન્સોલ અને ડોર પેડ્સમાં Faux-woodનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્ટીયરિંગ વ્હીલ કવર અને ફેબ્રિક ફ્લોર મેટ્સ આપવામાં આવી છે.

 

એન્જિન સ્પેસિફિકેશન
વેગનઆર લિમિટેડ એડિશનમાં એન્જિન સ્પેસિફિકેશનમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા નથી. કારમાં 998ccનું પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. જે 50.0 Kw પાવર અને  90 Nm ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. કારમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. કારના VXi વેરિએન્ટમાં એજીએસ(ઓટો ગિયર શિફ્ટ) ઓપ્શન આપવામાં આવે છે, તેમજ LXi વેરિઅન્ટમાં સીએનજી ફ્યૂઅલ ઓપ્શન આપવામાં આવે છે. કંપનીની વેબસાઇટમાં જણાવ્યા પ્રમાણે કારનું પેટ્રોલ વેરિએન્ટ 20.51 કિ.મી.ની જ્યારે સીએનજી વેરિએન્ટ 26.6 કિ.મી.ની એવરેજ આપે છે.