ઓફર / મારૂતિ સુઝુકીએ ફ્રી સર્વિસ કેમ્પની જાહેરાત કરી, 30 એપ્રિલ સુધી મળશે લાભ

Divyabhaskar.com

Apr 20, 2019, 11:10 AM IST
ફાઈલ તસવીર
ફાઈલ તસવીર
X
ફાઈલ તસવીરફાઈલ તસવીર

 • દેશભરમાં મારૂતિનાં 2200 જેટલાં સર્વિસ સેન્ટર આવેલા છે 
 • કોઈપણ સર્વિસ સેન્ટર ઉપરથી ગ્રાહકો પોતાની કાર સર્વિસ કરાવી શકશે
 • આ કેમ્પમાં ખાસ કરીને એસી અને ઈલેક્ટ્રિકલ્સની ચકાસણી ઉપર ભાર મૂકાશે

ઓટો ડેસ્ક. કાર ઉત્પાદક કંપની મારૂતિ સુઝુકીએ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ગ્રાહકો માટે ફ્રી સર્વિસ કેમ્પની જાહેરાત કરી છે. આ કેમ્પ 30મી એપ્રિલ સુધી ચાલવાનો છે. ઓફર હેઠળ કારની ફ્રી સર્વિસ, ચેકઅપ તથા અન્ય સુવિધાઓ મળવાની સાથે કારને ઉનાળા માટે સજ્જ કરી શકાશે. કંપની દ્વારા કેમ્પ દરમિયાન એસી, ઓઈલ, કૂલેન્ટ્સ, ઈલેક્ટ્રિકલ્સ અને ટાયરની ચકાસણી કરવામાં આવશે.

સમર રેડી વ્હીકલ હેલ્થ ચેક સર્વિસ કેમ્પ

1.કંપનીએ આ કેમ્પને 'સમર રેડી વ્હીકલ હેલ્થ ચેક સર્વિસ કેમ્પ' એવું નામ આપ્યું છે. જે અંતર્ગત મારૂતિના કોઈપણ સર્વિસ સેન્ટર ઉપરથી ગ્રાહકો પોતાની કાર સર્વિસ કરાવી શકશે. હાલ દેશભરમાં મારૂતિનાં 2200 જેટલાં સર્વિસ સેન્ટર આવેલા છે. કંપનીના ટેક્નિશિયન આ સમયગાળામાં કારનાં સંભવિત ફોલ્ટને ચેક કરશે. ખાસ કરીને આગામી ઉનાળુ સિઝનને લઈને એસીના પર્ફોર્મન્સ ઉપર વધુ ભાર મુકવામાં આવશે.
2.મારૂતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડનાં એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર(સર્વિસ) પાર્થો બેનર્જીએ જણાવ્યું કે, મારૂતિ સુઝુકીમાં અમે દિવસ દીઠ 50,000 કરતાં વધુ વ્હીકલ્સની સર્વિસ કરીએ છીએ. હવે ગરમીની સિઝન શરૂ થઈ છે ત્યારે કારમાં ખાસ એરકન્ડિશન તથા અન્ય ઈલેક્ટ્રિકલ સિસ્ટમ જેવી સુવિધાઓની જરૂરિયાત વધી જતી હોય છે. આવા સંજોગોમાં અમે ગ્રાહકોને સંતોષકારક ડ્રાઈવિંગનો અનુભવ પુરો પાડવા માંગીએ છીએ.
3.મળતી જાકારી મુજબ ફ્રી સમર કેમ્પ સિવાય મારૂતિ સુઝુકી ભારતમાં તેની પ્રોડક્ટસને અપડેટેડ એ્જિન સાથે પ્રસ્તુત કરવાની તૈયારી કરી રહી છે. મારૂતિએ હાલમાંજ તેની સિઆઝને નવા 1.5 લીટરના ડીઝલ એન્જિન સાથે પ્રસ્તુત કરી છે. ત્યારબાદ હવે કંપની તેની પ્રીમિયમ કાર બલેનોમાં પણ 1.2 લીટરનું પેટ્રોલ એન્જિન લાવવાની તૈયારી કરી રહી છે. 
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી