રિપોર્ટ / મારૂતિએ અલ્ટોની કિંમતમાં સરેરાશ 23 હજાર સુધી ભાવ વધારો કર્યો, અમલ શરુ

divyabhaskar.com

Apr 12, 2019, 12:38 PM IST
Maruti raised prices of Alto by up to 23,000

  • કંપનીએ કારના તમામ મોડેલની કિંમતમાં ભાવ વધારો કર્યો
  • અલ્ટો કે-10ની દિલ્હીમાં એક્સ-શોરૂમ કિમત 365843 રૂપિયાથી વધીને 444777 થઇ ચૂકી છે

ઓટો ડેસ્ક. મારૂતિ સુઝુકીએ સ્મોલ હચબેક કાર અલ્ટો કે-10ને અપગ્રેડ કરવામાં આવી છે. અપગ્રેડ કરવામાં આવ્યા બાદ આ કારના તમામ મોડેલની કિંમતમાં સરેરાશ 23000 સુધીનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમત ગુરૂવારથી જ અમલી થઇ ચૂકી છે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, અલ્ટો કે-10માં એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (એબીએસ) ડ્રાઇવર એર બેગ, સીટ બેલ્ટ રિમાઇન્ડર, રિવર્સ પાર્કિંગ સિસ્ટમ તેમજ સ્પીડ એલર્ટ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. દિલ્હી-એનસીઆરમાં નવી એક્સ-શોરૂમ કિમત 365843 રૂપિયાથી વધીને 444777 થઇ ચૂકી છે. દેશના અન્ય હિસ્સામાં શો-રૂમ કિંમત 454777 રૂપિયા થઇ ચૂકી છે. ઉદ્યોગના સુત્રોના જણાવ્યા મુજબ દિલ્હીમાં કિંમત 15000-23000 સુધી વધી છે.

X
Maruti raised prices of Alto by up to 23,000
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી