• Gujarati News
  • Utility
  • Automobile
  • મારુતિએ લોન્ચ કરી બ્રેઝા AMT, કિંમત 8.54 લાખ । Maruti Launched Vitara Brezza AMT In India

મારુતિએ લોન્ચ કરી બ્રેઝા AMT, કિંમત 8.54 લાખ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ ભારતની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ પોતાની સફળ એસયુવી વિટારા બ્રેઝાના એએમટી વેરિએન્ટને લોન્ચ કરી દીધું છે. આ કારની કિંમત 8.54 લાખથી 10.49 લાખ રૂપિયા સુધીની રાખી છે. એએમટી ઓપ્શન બ્રેઝાના ચાર વેરિએન્ટમાં આપવામાં આવશે. જેમાં VDi, ZDi, ZDi+ અને ZDi+ ડ્યૂઅલ ટોન છે. કારના ઇન્ટિરિયર અને એક્સ્ટિરિયરમાં બદલાવ કરવામાં આવ્યો છે. તેમજ ઓટુમ્ન ઓરેન્જ કલર ઓપ્શન પણ ઉમેરવામાં આવ્યું છે. આ કારની સીધી લડાઇ ટાટાની સફળ એસયુવી ટાટા નેક્સઑન સાથે થશે. ટાટાએ પણ નેક્સઑનના એએમટી વર્ઝનને થોડા સમય પહેલા જ લોન્ચ કર્યું છે. 

 

ગેમ ચેન્જર ગણાય છે બ્રેઝા


સેલિંગના મામલે મારુતિ સુઝુકી વિટારા બ્રેઝાને લોન્ચ કરી ત્યારથી અત્યારસુધીમાં તેના 2.75 લાખ યુનિટનું વેચાણ કંપની દ્વારા કરવામાં આવ્યું છે. તેમજ 2017-18માં 1.48 લાખ યુનિટનું વેચાણ કંપનીએ કર્યું છે. દર મહિને મારુતિ બ્રેઝાના 12 હજાર કરતા વધારે મોડલનું વેચાણ કરે છે. આ કારના એએમટી વેરિએન્ટને લોન્ચ કરી કરતી વખતે એમએસઆઇએલના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર આરએસ કલાસીનું કહેવું છે કે બ્રેઝા ભારતના એસયુવી માર્કેટ માટે ગેમ ચેન્જર સાબિત થઇ છે. અમારી કાર યુવાનોની આશા અને અપેક્ષામાં ખરી ઉતરવામાં સફળ થઇ છે. હવે તેના નવા મોડલમાં એએમટી ઓપ્શન પણ આપી રહ્યાં છીએ જે કારના સેલિંગમાં વધારો કરશે. 

 

નવી બ્રેઝાની કિંમત 


નવી બ્રેઝામાં સેફ્ટી અને એક્સ્ટિરિયરમાં ફેરફાર કરવામાં આવતા કારની કિંમતમાં પણ થોડોક વધારો કરવામાં આવ્યો છે. નવી વિટારા બ્રેઝાની કિંમત 8.54 લાખથી 10.49 લાખ રૂપિયા રાખવામાં આવી છે. વેરિએન્ટ પ્રમાણે આ કારની કિંમત અંગે જણીએ તો VDi AGSની 8.54 લાખ રૂ., ZDi AGSની 9.31 લાખ રૂ., ZDi+ AGSની 10.27 લાખ રૂ. અને ZDi+ DUAL TONE AGSની કિંમત 10.49 લાખ રૂપિયા એક્સશોરૂમ દિલ્હી છે.

 

આગળની સ્લાઇડ્સમાં વાંચો કારમાં કેવી છે સેફ્ટી, ફીચર્સ અને એન્જિન સ્પેસિફિકેશન