Home » Automobile » મારુતિ અર્ટિગા સીએનજી કિટ ડીલરશિપ | Maruti Ertiga CNG high mileage at low cost

આ સાત સીટર ફેમિલી કારને 44 રૂપિયામાં ચલાવો 25 કિમી

Divyabhaskar.com | Updated - Dec 04, 2018, 11:56 AM

એક વખત ખર્ચ કરવા પડશે માત્ર 55 હજાર રૂપિયા

  • મારુતિ અર્ટિગા સીએનજી કિટ ડીલરશિપ | Maruti Ertiga CNG high mileage at low cost
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    નવી અર્ટિગા

    ઓટો ડેસ્કઃ ભારતમાં હાલમાં જ મારુતિ સુઝુકીએ ઓલ ન્યૂ Ertiga કાર લોન્ચ કરી છે. તેની એક્સ શો-રૂમ કિંમત 7.44 લાખ રૂપિયા છે, જ્યારે તેના ટોપ વેરિઅન્ટની કિંમત 10.90 લાખ રૂપિયા છે. કંપનીએ કારને પેટ્રોલ મેન્યુઅલ, પેટ્રોલ ઓટો અને ડીઝલ મેન્યુઅલ વેરિઅન્ટમાં લોન્ચ કર્યા છે. કંપની ટૂંક જ સમયમાં ફેક્ટરી ફિટેડ સીએનજી વેરિઅન્ટ લોન્ચ કરશે. તેને માર્ચ 2019માં લોન્ત કરવાની સંભાવના છે. તેવામાં એ કસ્ટમર્સ માટે સારા સમાચાર છે, જે અર્ટિગા ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે, પરંતુ જો તમે હાલમાં જ સીએનજી કિટ લગાવવા ઇચ્છો છો તો કંપની તેનો પણ ઓપ્શન આપી રહી છે.

    1 કિલો સીએનજીમાં મળશે 25 કિમીની માઇલેજઃ મારુતિ સુઝુકીના ઓથોરાઇઝ્ડ ડીલર 55000 રૂપિયામાં સીએનજી કિટ લગાવવાની ઓફર આપી રહ્યા છે. તેમાં સીએનજી કિટની કિંમત, ફિટિંગ ચાર્જ અને જીએસટી સામેલ રહેશે. તેની સાથે જ કિટ પર એક વર્ષની વોરંટી પણ મળશે. સાથે જ માઇલેજ અંગે દાવો કરવામાં આવી રહ્યો છે કે 1 કિગ્રા સીએનજીમાં 25 કિમીની માઇલેજ મળશે. ડીલર કોઇ પણ પેટ્રોલ વેરિઅન્ટમાં સીએનજી કિટ લગાવવાનો ઓપ્શન આપી રહ્યા છે.

    આગળ વાંચોઃ કારમાં હશે 45 લીટરની ફ્યૂલ ટેન્ક

  • મારુતિ અર્ટિગા સીએનજી કિટ ડીલરશિપ | Maruti Ertiga CNG high mileage at low cost
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    7-સીટર કારમાં મળશે ડ્યુઅલ એરબેગ, એબીએસ, ઇબીડી, પાર્કિંગ સેન્સર અને ચાઇલ્ડ સીટનો ઓપ્શન

    કારમાં હશે 45 લીટરની ફ્યૂલ ટેન્કઃ કંપનીએ અર્ટિગાના કુલ 10 વેરિઅન્ટ માર્કેટમાં લોન્ચ કર્યા છે. આ નવી એમવીપીમાં 45-લીટરની ફ્યૂલ ટેન્ક આપી છે. ઇન્ટિરિયરમાં પણ વૂડ ફિનિશિંગ આપીને તેને પ્રીમિયમ લૂક આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ કારનું પ્રી-બુકિંગ પણ શરૂ થઇ ગયું છે. આ માટે તમારે 11000 રૂપિયા ટોકન તરીકે ચૂકવવાના રહેશે, પરંતુ ડીલર કાર ખરીદવામાં 4 વીકનું વેઇટિંગ હોવાનું કહી રહ્યા છે. 

     

    આગળ વાંચો અર્ટિગાના નવા ઇન્ટીરિયર અંગે

  • મારુતિ અર્ટિગા સીએનજી કિટ ડીલરશિપ | Maruti Ertiga CNG high mileage at low cost
    નવી અર્ટિગામાં 7 ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે

    ઇન્ટીરિયરને મળશે નવો લૂકઃ નવી અર્ટિગા સીએનજીમાં 1.5K સીરિઝનું પેટ્રોલ એન્જિન મળે છે. તેનાથી 104 PS અને 138 nm નો ટોર્ક જનરેટ થાય છે. મારુતિ સુઝુકીની આ કારનું ઇન્ટીરિયર એકદમ નવા લૂકમાં છે. સાથે જ કારમાં 7 ઇંચનું ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ મળશે. તેનાથી એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લેથી કનેક્ટ કરી શકાશે. કારમાં ચાર સ્પીકર છે. સેફ્ટી ફીચર તરીકે કારમાં ડ્યુઅલ એરબેગ, એબીએસ, ઇબીડી, પાર્કિંગ સેન્સર અને ચાઇલ્ડ સીટનો ઓપ્શન મળશે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Automobile

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ