• Gujarati News
  • Utility
  • Automobile
  • 3 લાખની કિંમત ને 26 કિ.મી.ની એવરેજ, ભારતમાં લોન્ચ થશે મારુતિની આ કાર । Maruti Alto Lapin Will Launch In India Soon

3 લાખની કિંમત ને 26 કિ.મી.ની એવરેજ, ભારતમાં લોન્ચ થશે મારુતિની આ કાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ દેશની સૌથી મોટી અને મોસ્ટ સેલિંગ કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીની કાર્સ આજથી મોંઘી થઇ ગઇ છે. કંપનીએ કારના દરેક મોડલ પર 2 ટકા સુધીની કિંમત વધારી દીધી છે. નવી કિંમતોમાં 5થી 25 હજાર રૂપિયા સુધીનો વધારો થયો છે. કંપની આવનારા બે વર્ષમાં અનેક નવા મોડલ્સ લોન્ચ કરવાની છે. જેમાં નાના બજેટની હેચબેક Alto Lapin પણ છે. કંપની આ કારને જાપાનમાં પહેલાં જ લોન્ચ કરી ચૂકી છે.

 

ઓછી કિંમત અને શાનદાર એવરેજ


- મીડિયા અહેવાલ પ્રમાણે Alto Lapinની ભારતમાં કિંમત 3થી 4 લાખ રૂપિયાની વચ્ચે હશે.


- 800 સીસીના એન્જિનવાળી આ કારની એવરેજ અંદાજે 26 કિ.મી. પ્રતિ લિટર છે અને તેમાં 5 સ્પીડ ગીયર બોક્સ આપવામાં આવ્યું છે.


- આ કારની ખાસ વાત તેનો લૂક છે. દેખાવે આ કાર તાજેતરમાં ભારતમાં લોન્ચ થયેલી મિની કૂપર જેવી લાગે છે.


- આ કારને એ પ્રમાણે ડિઝાઇન કરવામાં આવી છે કે તેમાં વધારે સ્પેસ મળે છે.


- આ કારનું ઇન્ટિરિયર પણ ઘણી સારી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ કારમાં એએમટી ફીચર્સ પણ આપવામાં આવે છે.


- આ કારમાં 7 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ, પાવર વિન્ડો, ફ્રન્ટ કપ સ્પેસ જેવા ફીચર્સ છે.


- એસી વિંગ્સને અલગથી ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ 5 સીટર કાર છે. જેને બ્રાઇટ કલર્સમાં પણ જાપાનમાં લોન્ચ કરવામાં આવી છે.