રિ-લોન્ચ / મારૂતિ સુઝુકી અલ્ટો 800 ફેસલિફ્ટ ભારતમાં લોન્ચ, કિંમત ₹2.94 લાખથી શરૂ

maruti alto 800 facelift launch in india, price start from ₹2.94 lakh

  • કારના એન્જિનને નવા નોર્મ્સ મુજબ BS-6(ભારત સ્ટાન્ડર્ડ-6)માં ઢાળવામાં આવ્યુ છે
  • કારમાં એરબેગ, ABS-EBD, રિવર્સ પાર્કિંગ સેન્સર અને સ્પીડ એલર્ટ જેવા ફીચર્સ ઉપલબ્ધ
  • તેમાં ડ્યૂઅલ ટોન ઈન્ટિરિયર સાથે ડેશબોર્ડમાં પણ થોડો ફેરફાર કર્યો

Divyabhaskar.com

Apr 24, 2019, 10:05 AM IST

ઓટો ડેસ્ક. ભારતમાં સૌથી વધુ લોકપ્રિય રહેલી અને વધુ વેચાણ ધરાવતી મારૂતિ સુઝુકી અલ્ટો 800 નવા અંદાજમાં ફરીથી માર્કેટમાં આવી ગઈ છે. કંપનીએ અલ્ટો 800નું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કર્યું છે. જે ભારતમાં લાગુ કરાયેલા નવા સેફ્ટી ફીચર્સ ફોલો કરે છે. આ નવી કારની એક્સ શોરૂમ પ્રારંભિક કિંમત રૂપિયા 2.94 લાખ નક્કી કરવામાં આવી છે. જ્યારે તેના ટોપ મોડલ VXIની દિલ્હીમાં એક્સ શોરૂમ કિંમત રૂપિયા 3.72 લાખ નક્કી રાખવામાં આવી છે.

નવી અલ્ટો 800માં કંપનીએ 796ccનું ત્રણ સિલિન્ડર એન્જિન બેસાડયું છે. BS-6 વર્ઝન સાથેનું આ એન્જિન 47 bhpનો પાવર અને 69 Nmનો ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. કંપનીએ નવી અલ્ટોમાં થોડા કોસ્મેટિક ચેન્જિસ કર્યા છે. સાથે તેમાં નવી ગ્રિલ, મોટા આકારના હેડલેમ્પ, નવી ડિઝાઈનના બમ્પર લગાવ્યા છે. કારના ઈન્ટિરિયરની વાત કરીએ તો તેમાં ડ્યૂઅલ ટોન ઈન્ટિરિયર આપવામાં આવ્યું છે. તો ડેશબોર્ડમાં પણ થોડો ફેરફાર કર્યો છે. જેમાં બ્લુટૂથ કનેક્ટિવિટી વાળી ટૂ-ડિન ઓડિયો સિસ્ટમ પણ સામેલ છે.

ભારતમાં આગામી ઓક્ટોબરથી ફરજિયાત લાગુ થનારા સેફ્ટી ફીચર્સ મારૂતિ કંપનીએ અલ્ટો 800માં લાગુ કર્યા છે. આ કારમાં ડ્રાયવર સાઈડ એરબેગ, ABS સાથે EBD, રિવર્સ પાર્કિંગ સેન્સર અને સ્પીડ એલર્ટ જેવા ફીચર્સ ઉપલબ્ધ કરાવ્યા છે. આગામી ક્રેશ ટેસ્ટમાં નવા પેડેસ્ટ્રિયન નોર્મ્સ મુજબ નવી અલ્ટો 800 ફેસલિફ્ટ પરફેક્ટ છે. કંપનીએ કારમાં લગાવેલા એન્જિનના હાર્ડવેર અને સોફ્ટવેરમાં પણ ઘણા ફેરફાર કર્યા છે. જે પૈકી કારનું એન્જિન ભારતમાં લાગુ થનારા BS-6 (ભારત સ્ટાન્ડર્ડ-6)વર્ઝનમાં ઢાળ્યું છે.

X
maruti alto 800 facelift launch in india, price start from ₹2.94 lakh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી