ટોયોટા ફોર્ચ્યુનરને ટક્કર આપશે મહિન્દ્રાની આ નવી એસયુવી, ઓક્ટોબરમાં થશે લોન્ચ

મહિન્દ્રાની નવી એસયુવીમાં આવા હશે ફીચર્સ, આટલુ પાવરફુલ હશે એન્જિન

divyabhaskar.com | Updated - Sep 10, 2018, 04:55 PM
mahindra will launch Fortuner rival luxury SUV in india soon

ઓટો ડેસ્કઃ મહિન્દ્રાએ તાજેતરમાં જ એમપીવી મરાઝોને લોન્ચ કરી છે, હવે સમાચાર છે કે મહિન્દ્રા પોતાની નવી પ્રોડક્ટને લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ નવી એસયુવીની સીધી ટક્કર ટોયોટા ફોર્ચ્યુનર, ફોર્ડ એન્ડેવર, મિત્સુબિશી પજેરો સ્પોર્ટ સાથે થવાની છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે આ કારને 9 ઓક્ટોબર 2018ની આસપાસ લોન્ચ કરવામાં આવશે. હાલ એસયુવીનું કોડનેમ Y400 છે. જે Ssangyong Rexton G4થી પ્રેરિત છે.

કેટલી હશે કિંમત
મહિન્દ્રા આ સેગમેન્ટમાં પહેલીવાર કોઇ કાર લોન્ચ કરી રહી છે, ત્યારે આ એસયુવીની કિંમત પણ એવી રાખવામાં આવશે કે જેથી ફોર્ચ્યુનર અને એન્વેડવરને ટક્કર આપી શકે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ કાર ફોર્ચ્યુનર કરતા 2 લાખ રૂપિયા સસ્તી હશે એટલે કે તેની કિંમત 25 લાખ રૂપિયાની આસપાસ હશે. જેથી પ્રાઇસનું એડ્વાન્ટેડ વૈભવી એસયુવી ખરીદનારાઓને આકર્ષી શકે.

કેવા હશે ફીચર્સ
ફીચર્સની વાત કરવામાં આવે તો આ એસયુવીમાં HID હેડલેમ્પ્સ, એલઇડી ડેટાઇમ રનિંગ લાઇટ્સ, ઇલેક્ટ્રિક સનરૂફ, 9.2 ઇચ ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સાથે. વેન્ટિલેટેડ સીટ્સ, ઇલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક, 9 એરબેગ્સ, એબીએસ, ઇબીજ, ટ્રેક્શન કન્ટ્રોલ સહિતના ફીચર્સ આ કારમાં આપવામાં આવશે.

કેવું હશે એન્જિન
આ કારમાં 2.2 લિટર, 4 સિલિન્ડર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન હસે, જે 187 બીએચપી પાવર અને 420 એનએમ ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. આ કારમાં 7 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ હશે. આ નવી એસયુવીમાં ફોર વ્હીલ ડ્રાઇવ હશે. એવી પણ આશા રાખવામાં આવી રહી છે કે તે આ સેગમેન્ટની અન્ય એસયુવીની તુલનામાં વધારે સોફ્ટ રોડર હશે.

X
mahindra will launch Fortuner rival luxury SUV in india soon
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App