• Gujarati News
  • Utility
  • Automobile
  • મહિન્દ્રાની આ કારની કિંમત છે 9 લાખ, આ એસયુવીની લેશે જગ્યા । Mahindra TUV300 Plus Price 9 Lakh

મહિન્દ્રાની આ કારની કિંમત છે 9 લાખ, આ એસયુવીની લેશે જગ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ ભારતની જાણીતી એસયુવી નિર્માતા કંપની મહિન્દ્રાએ પોતાની ટીયુવી 300 બેસ્ડ એમપીવી ટીયુવી 300 પ્લસની કિંમત જાહેર કરી દીધી છે. આ કારનું માત્ર એક વેરિએન્ટ P4 જ હશે. જેની કિંમત 9.69 લાખ રૂપિયા એક્સશોરૂમ દિલ્હી છે. તેમજ કંપની આ કારની ડિલિવરી શોરૂમમાં કરવાની શરૂઆત પણ કરી દીધી છે. મહિન્દ્રાએ ડિસેમ્બરમાં જ આ કાર શોરૂમમાં મોકલવાનું શરૂ કરી દીધું હતું. હવે તેની કિંમત જાહેર કરવામાં આવી છે. મહિન્દ્રા તરફથી આ કારની કોઇ માહિતી જાહેર કરી નથી પરંતુ તેનું બ્રોશર લિક થયું છે જેમાં કારની તમામ માહિતી આપવામાં આવી છે. 

 

9 સીટર વર્ઝનમાં છે આ કાર


- ટીયુવી 300 પ્લસ એ ટીયુવી 300નું 9 સીટર વર્ઝન છે. આ કારમાં પાછળ બે રો આપવામાં આવી છે. 
- ટીયુવી 300 કરતા ટીયુવી પ્લસ 401mm લાંબી છે.  જોકે પહોળાઇ અને વ્હીલબેઝમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.
- પ્લસના રિયરને રિડિઝાઇન કરવામાં આવ્યું છે. આ કારમાં 16 ઇંચના વ્હીલ આપવામાં આવ્યા છે. 

 

આ કારને રિપ્લેસ કરશે ટીયુવી 300 પલ્સ


- એવી આશા રાખવામાં આવી રહી છે કે ટીયુવી પ્લસ ઝાયલોને રિપ્લસે કરશે. 
- ઝાયલો કરતા ટીયુવી પ્લસ 120mm નાની અને 120mm લોઅર છે. 
- ટીયુવી પ્લસને ટીયુવી 300ના જ એક વેરિએન્ટ તરીકે રજૂ કરવામાં આવશે. 
- આ કારમાં ફીચર્સ પણ અમુક ચોક્સ ગ્રાહકને ધ્યાનમાં રાખીને આપવા આવ્યા છે. 

 

એન્જિન સ્પેસિફિકેશન


ટીયુવી 300 પ્લસમાં 2.2 લિટર એમહ્વાક ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. 
- આ એન્જિન 120 પીએસ પાવર અને 280 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે.
- આ કારમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે.
- ટીયુવી 300 પ્લસમાં માઇક્રો હાઇબ્રિડ ટેક્નોલોજી આપવામાં આવી છે. 

 

કાર્સના ફીચર્સ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...