ઓટો ડેસ્કઃ ભારતની જાણીતી એસયુવી નિર્માતા કંપની મહિન્દ્રા હાલ કેયુવી 100થી એક્સયુવી 500 સુધીની કારનું વેચાણ કરી રહી છે. હવે આ યાદીમાં અન્ય એક દમદાર એસયુવી એન્ટર થઇ રહી છે. જેને હાલ એક્સયુવી 700 કહેવામાં આવી રહી છે. આ એસયુવીને મહિન્દ્રાએ ઓટો એક્સપો 2018માં શોકેસ કરી હતી. આ કાર SsangYong Rexton G4 પરથી પ્રેરિત છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ કાર મહિન્દ્રાની સૌથી વધુ મોંઘી અને વૈભવી કાર હશે. આ કાર સેવન સીટર હશે અને તેની સીધી લડાઇ ટોયોટા ફોર્ચ્યુનર તથા ફોર્ડ એન્ડેવર સાથે થશે. આ કારનું ટેસ્ટિંગ મહિન્દ્રા દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે.
ધોમ ધગતા તડકામાં રણની અંદર કરવામાં આવ્યું ટેસ્ટિંગ
મહિન્દ્રા પાવરફુલ એસયુવી બનાવવા માટે જાણીતી છે. કંપની પોતાની દરેક પ્રોડક્ટ્સનું ટેસ્ટિંગ પણ એ રીતે જ કરે છે. તાજેતરમાં કેટલીક તસવીરો બહાર આવી છે. જેમાં મહિન્દ્રા દ્વારા એક્સયુવી 700નું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હોવાનું દેખાય છે. કંપની એક્સયુવી 700નું ટેસ્ટિંગ ભારતીય રસ્તાઓ પર નહીં પરંતુ રણમાં કરી રહી છે. મહિન્દ્રા ધોમધગતા તડકામાં આ કારનું ટેસ્ટિંગ રણમાં કરીને એ સાબિત કરી રહી છે કે તેની આ નવી એસયુવી પણ કંપનીની ઓળખ પ્રમાણે એવી જ દમદાર અને કોઇપણ સ્થિતિમાં ચાલી શકે તેવી હશે.
કારના ફીચર્સ
XUV 700માં આપવામાં આવનારા ફીચર્સની યાદી ઘણી લાંબી છે. જેમાં પ્રોજેક્ટર એચઆઇડી હેડલેમ્પ્સ, ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ, એલઇડી કોર્નરિંગ લેમ્પ્સ, સુપરવિઝન ક્લસ્ટર કસ્ટમાઇઝેબલ એમઆઇડી સાથે, ફ્લેટ ફોલ્ડિંગ રીયર સીટ, 20 ઇંચ વ્હીલ, એબિએન્ટ લાઇટિંગ, એલઇડી લેમ્પ્સ, એલઇડી ઇન્ટિરિયર લેમ્પ, ફુલ્લી કનેક્ટેડ સેન્ટર કોન્સોલ(રિયર સીટ માટે), સીટ્સ રિક્લાઇન, મસાજ ફંક્શન, દરેક હેડરેસ્ટમાં કોમ્યુનિકેશન સિસ્ટમ ફીચર્સ તરીકે સેન્ટ્રલ 9.2″ મોનિટર અને 10.1″ મોનિટર આપવામાં આવ્યા છે. વાઇફાઇ, એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટો જેવી કનેક્ટિવિટી આપવામાં આવી છે. આ કાર ચલાવવાથી લિમોઝિન ચલાવતા હોવ તેવો અનુભવ થાય છે.
આગળની સ્લાઇડ્સમાં વાંચો સેગમેન્ટમાં પહેલીવાર જોવા મળશે આ ફીચર્સ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.