Home » Automobile » Mahindra starts bookings for premium MPV Marazzo, launch on September 3

10 હજારમાં બુક કરાવી શકો છો મહિન્દ્રાની નવી કાર, વૈભવી લુક અને મોંઘી કાર જેવા છે ફીચર્સ

Divyabhaskar.com | Updated - Aug 27, 2018, 11:18 AM

મહિન્દ્રા Marazzoને આપવામાં આવી છે શાર્ક જેવી યુનિક ડિઝાઇન, 3 સપ્ટેમ્બરે થશે લોન્ચ

 • Mahindra starts bookings for premium MPV Marazzo, launch on September 3
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  ઓટો ડેસ્કઃ ઇનોવાની સામે મહિન્દ્રા પોતાની નવી કાર બજારમાં ઉતારવાની છે. આ કારનું નામ Marazzo(મરાજો) છે. જેને 3 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે. કંપનીએ તેની પ્રી-બુકિંગ શરૂ કરી દેવામાં આવે છે. તમે આ કારની બુકિંગ 10 હજાર રૂપિયામાં મહિન્દ્રાના શોરૂમમાં જઇને કરાવી શકો છો. એવું માનવામાં આવી રહ્યું છે કે લોન્ચિંગની સાથે જ આ કારની ડિલિવરી પણ શરૂ કરી દેવામાં આવશે. તેની ખાસ વાત એ છે કે તેને 7 અને 8 સીટરમાં કન્વર્ટ કરી શકાય છે. Marazzo એક સ્પેનિશ શબ્દ છે અને તેનો અર્થ શાર્ક થાય છે અને આ વ્હીકલને શાર્કથી પ્રેરિત ડિઝાઇન આપવામાં આવી છે.

  શાર્કથી પ્રેરિત છે ડિઝાઇન
  આ કારની ડિઝાઇન ડેવલપમેન્ટ પ્રોસેસમાં મહિન્દ્રા ડિઝાઇન સ્ટૂડિયો અને ઇટાલિયન ડિઝાઇન હાઉસ Pininfarinaએ સાથે મળીને કામ કર્યું છે. જેના કારણે Marazzoમાં મહિન્દ્રાના બોલ્ડ અને ન્યૂ જનરેશન વ્હીકલને જોઇ શકાય છે. શાર્કથી પ્રેરિત ડિઝાઇન સાથે તેને એરોડાઇનેમિક આકાર આપવામાં આવ્યો છે. કારની ફ્રન્ટ ગ્રિલ શાર્કના દાંત જેવી દેખાય છે. એટલું જ નહીં તેની ટેલ લેમ્પ પણ શાર્ક ટેલથી પ્રેરિત છે. Marazzo એક ગ્લોબલ ડેવલપ પ્રોડક્ટ છે, જેમાં મહિન્દ્રા નોર્થ અમેરિકા ટેક્નિકલ સેન્ટર(MNATC) અને મહિન્દ્રા રિસર્ચ વેલી (MRV), ચેન્નાઇ સાથે મળીને બનાવી છે.

  કેવું છે ડેશબોર્ડ
  ડેશબોર્ડમાં ડ્યૂઅલ ટોન બ્લેક અને બીઝ કલર કોમ્બિનેશન સાથે કોન્ટ્રાસ્ટ સિલ્વર હાઇલાઇટર આપવામાં આવ્યું છે. પ્રીમિયમ કારનો અનુભવ કરાવવા માટે તેમાં સ્ટેરી ગ્રાફિક્સનો ઉપયોગ કરાયો છે. ભારતમાં હાલ જોવા મળતી મોટાભાગની કાર્સની જેમ Marazzoમાં પણ સેન્ટ્રલ કોન્સોલ ડ્રાઇવર નજીક રાખવા આવ્યું છે. ઇન્ફોટેઇન્મેન્ટ સ્ક્રીનને એસી વેન્ટની નીચે ગોઠવવામાં આવી છે. જે તસવીર બહાર આવી છે તેને જોઇને અંદાજો લગાવી શકાય છે કે તેમાં 7.0 ઇંચની ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી શકે છે. Marazzoમાં સ્ક્રીની બન્ને બાજુ કેપેસિટિવ ટચ બનટ મળશે. તેમજ તસવીરમાં જોઇ શકાય છે કે તેમાં એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેના આઇકોન પણ છે. Marazzoના સ્ટીયરિંગની વાત કરીએ તો તેમાં નીચેના ભાગે ગ્લોસી બ્લેક ફિનિશિંગ આપવામાં આવ્યું છે.

 • Mahindra starts bookings for premium MPV Marazzo, launch on September 3
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  કેવું છે મહિન્દ્રાની Marazzo કારનું કેબિન
  જે તસવીર જાહેર કરવામાં આવી છે, તેમાં જોઇ શકાય છે કે સિંગલ 3 સીટર અથવા કેપ્ટેઇન સીટિંગ સ્ટાઇલ આપવામાં આવશે. કારને લાઇટ કલર્ડ સીટ્સ સાથે બ્રાઇટ કેબિન આપવામાં આવ્યું છે. કારમાં થ્રી રો સીટ્સ છે, જેામં સેકન્ડ રો સીટ્સને ફોલ્ડ કરી શકાય છે. થર્ડ રો સીટ્સને પણ ફોલ્ડ કરી શકાય છે. જે થકી કારમાં બૂટ કેપેસિટી વધારી શકાશે. થર્ડ રો સીટ્સમાં દરેક સાઇડ બોટલ હોલ્ડર આપવામાં આવ્યુ છે. કારમાં ડ્યૂઅલ ટોન ડેશબોર્ડ છે, જેમાં પિયાનો બ્લેક ફિનિશ અને 7 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ આપવામાં આવશે.

  એન્જિન સ્પેસિફિકેશન
  મહિન્દ્રા Marazzoમાં 1.5 લિટરનું  ડીઝલ એન્જીન હશે, જે 125 બીએચપી પાવર અને 305 એનએમ ટાર્ક જનરેટ કરી શકશે. કારમાં 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ હશે. તેમજ મહિન્દ્રા આ કારમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન પણ ઓફર કરી શકે છે. 

 • Mahindra starts bookings for premium MPV Marazzo, launch on September 3

  આવા હશે ફીચર્સ 
  યુ શેપ્ડ ક્રોમ ગ્રીલ, પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, એલઇડી ડેટાઇમ રનિંગ લાઇટ્સ, એલઇડી ટેઇલ લેમ્પ્સ, એલોય વ્હીલ્સ, મલ્ટિફંક્શનલ સ્ટીયરિંગ વ્હીલ, એડ્જેસ્ટેબલ સ્ટીયરિંગ વ્હીલ, એડ્જેસ્ટેબલ ડ્રાઇવિંગ સીટ, કેબિનમાં લેધર અપહોલ્સ્ટ્રે, ડ્યુએલ ટોન કલર સ્કીમ, સોફ્ટ ટચ ડેશબોર્ડ, સ્ટીયરિંગ માઉન્ટેડ કન્ટ્રોલ્સ, વોઇસ કમાન્ડ ફીચર્સ, ટચ સ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ, ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ, રિયર એર કોન વેન્ટ્સ, 7-8 સીટ કોન્ફિગ્રેશન,  રિયર વાઇપર જેવા ફીચર્સ આપવામાં આવશે.
   

  કારના સેફ્ટી ફિચર્સ
  મહિન્દ્રા યુ321માં ડ્યુએલ ફ્રન્ટ એરબેગ્સ, એબીએસ, ઇબીડી, ટોપ એન્ડ મોડલમાં 6 એરબેગ્સ,  હિલ લોન્ચ એસિસ્ટ, રિયર પાર્કિંગ કેમેરા, પાર્કિંગ સેન્સર જેવા ફીચર્સનો સમાવેશ થઇ શકે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Automobile

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ