મહિન્દ્રા Rexton પર આપી રહી છે 9.5 લાખનું બમ્પર ડિસ્કાઉન્ટ, કિંમત Innova Crysta કરતા પણ સસ્તી

મહિન્દ્રા આવતા મહિને લોન્ચ કરવા જઇ રહી છે નવી કાર, Rexton RX7 પર આપી રહી છે ડિસ્કાઉન્ટ

divyabhaskar.com | Updated - Sep 12, 2018, 03:44 PM
Mahindra offers 9 lakhs bumper discount on rexton

ઓટો ડેસ્કઃ મહિન્દ્રા પોતાના ફ્લેગશિપ મોડલ XUV700ને 9 ઓક્ટોબરે લોન્ચ કરવા જઇ રહી છે, આ કારને Ssangyong G4 Rexton પર આધારિત બનાવવામાં આવી છે, જોકે કંપની તેમાં Ssangyong બ્રાન્ડ નેમનો ઉપયોગ નહીં, કારણ કે અથાગ પ્રયાસો કરવા છતાં પણ મહિન્દ્રા પોતાની સબ બ્રાન્ડ Ssangyongને ભારતમાં લોકપ્રિય કરવામાં સફળ રહી નથી, જેના કારણે Rexton RX7 અહીં પોતાનો જાદૂ ચલાવી શકી નહીં. હવે કંપની આ કારનો સ્ટોક ખાલી કરવા માગે છે અને એટલા માટે તેના પર 9.5 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ડિસ્કાઉન્ટ સાથે તેની કિંમત ટોયોટા ઇનોવા ક્રિસ્ટા કરતા પણ સસ્તી થઇ ગઇ છે.

આટલી છે Rexton RX7ની કિંમત
Rexton RX7ની એક્સ શોરૂમ કિંમત 25.99 લાખ રૂપિયા છે, પરંતુ ડિસ્કાઉન્ટ સાથે તેની કિંમત 17 લાખ રૂપિયાની આસપાસ થઇ ગઇ છે. ડિસ્કાઉન્ટ સાથેની કિંમત કારને સંપૂર્ણપણે વેલ્યૂ ફોર મની બનાવી દે છે, પરંતુ ભવિષ્યમાં તેની રિસેલ વેલ્યૂ ઘટી શકે છે. આ કાર ભારતમાં સફળ થવાનું બીજું કારણ ટોયોટા ફોર્ચ્યુનર અને ફોર્ડ એન્ડેવરની લોકપ્રિયતા પણ છે.

એન્જિન સ્પેસિફિકેશન
Rexton RX7માં 2696 સીસીનું ડીઝલ એન્જિન છે, જે 186 બીએચપી પાવર અને 402 એનએમ ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે, સાથે જ કારમાં ઓટોમેટિક ગિયરબોક્સ પણ આપવામાં આવે છે, જે ઓલ વ્હીલ ડ્રાઇવ સ્ટાન્ડર્ડ છે. આ 7 સીટરવાળી આ કારમાં સનરફૂ, લેધ અપહોલ્સ્ટ્રી, ક્રૂઝ કંટ્રોલ, ઇલેક્ટ્રિક સ્ટેબિલિટી કંટ્રોલ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

ઓક્ટોબરમાં લોન્ચ થશે નવી Rexton
નવા જનરેશનની Rextonને ભારતમાં નવા નામ સાથે લોન્ચ કરવામાં આવી રહી છે અને કંપની તરફથી તેનું ટેસ્ટિંગ પણ અનેકવાર કરવામાં આવ્યું છે. આ કારને ભારતમાં 9 ઓક્ટોબરે લોન્ચ કરવામાં આવી શકે છે. ભારત માટે આ કારના સસ્પેન્શન પર ફરીથી કામ કરવામાં આવ્યું છે. આ કારમાં 2.2 લિટર ડીઝલ એન્જિન આપવામાં આવશે. 187 બીએચપી પાવર અને 420 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે. કારમાં 7 સ્પીડ ટોર્ક કન્વર્ટર યુનિટ હશે.

X
Mahindra offers 9 lakhs bumper discount on rexton
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App